સામાન્ય રીતે ઘરમાં લાંબા સુકા લાલ મરચાનો ઉપયોગ થતો હોય છે પરંતુ હવે માર્કેટમાં ગોળ સુકા મરચા પણ મળવા લાગ્યા છે. કેટલીક વાનગીઓમાં ગોળ મરચાનો ઉપયોગ પણ થતો હોય છે. આ બંને મરચા ફક્ત આકારમાં અલગ હોય છે તેવું નથી બંનેના પ્રકાર અને બંનેનો સ્વાદ પણ અલગ હોય છે. જો તમને પણ લાંબા અને ગોળ મરચા વચ્ચેના તફાવત વિશે ખબર નથી તો ચાલો તમને જણાવીએ.
સામાન્ય રીતે ઘરમાં લાંબા સુકા મરચાનો ઉપયોગ થતો હોય છે.. લાંબા સુકા મરચામાં મોટાભાગે કાશ્મીરી લાલ મરચું હોય છે. આ મરચા ઓછા તીખા હોય છે. જો તમારે લાંબા મરચાં તીખાશ વાળા જોતા હોય તો પછી ગુંટુર મરચાનો ઉપયોગ કરવો. આ મરચા પણ લાંબા હોય છે પણ તેનો સ્વાદ તીખો હોય છે એટલે તમે કોઈ વસ્તુમાં આ મરચાંનો વઘાર કરો તો તેમાં તીખાશ આવે છે. સામાન્ય રીતે સાઉથ ઇન્ડિયન વાનગીઓ જેમકે રસમ, સાંભાર, મૈસુર મસાલો બનાવવામાં આ મરચાનો ઉપયોગ કરવામાં આવે છે તેની તીખાસ વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે.
માર્કેટમાં જે ગોળ લાલ મરચાં જોવા મળે છે તેને ચેરી મિર્ચ પણ કહેવાય છે. ચેરી જેવા આકારના આ નાના નાના મરચાં ઓછા તીખા હોય છે. કાશ્મીરી લાલ મરચા કરતા આ મરચામાં તીખાશ વધારે હોય છે અને ગુંતુર મરચા કરતા ઓછી તીખાશ હોય છે. આ મરચા નો વઘાર કરવાથી વાનગીમાં થોડી તીખાશ આવે છે અને અલગ જ સ્વાદ વધે છે. આ મરચાનો ઉપયોગ તમે કઢી, દાળ. ચટણી સહિતની વસ્તુઓમાં કરી શકો છો તેનાથી કઢીમાં સ્વાદ વધી જશે.
આ બંને મરચા વચ્ચેનો મુખ્ય તફાવત તમે જાણી લીધો. હવે તમે તમારા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય તે પ્રમાણે આ મરચાંનો ઉપયોગ કરી શકો છો. જો તમારે ઓછી તીખાશ અને વાનગીમાં મજેદાર સ્વાદ જોઈતો હોય તો ચેરી મરચાનો વઘાર વાનગીમાં કરવો. અને જો તમે દાળ, શાક કે સંભારમાં એકદમ રેસ્ટોરન્ટ જેવી તીખાસ મેળવવા માંગતા હોય તો તેમાં લાંબા મરચાંનો વઘાર કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)