આ પ્રોટીન લાડુની ખાસ વાત એ છે કે આ લાડુ પ્રોટીન સાથે કેલ્શિયમ, ઝિંક, વિટામિન ઈ, ફાઈબર સહિતના પોષકતત્વોથી ભરપુર છે. આ લાડુમાં ડ્રાયફ્રુટ સાથે સત્તૂનો પણ ઉપયોગ થાય છે. આ લાડુ એવા છે જેને ડાયાબિટીસ પેશન્ટ, વજન ઉતારવું હોય તે લોકો પણ ખાઈ શકે છે. આ 1 લાડુ શરીરને જરૂરી પોષકતત્વોની સાથે એનર્જી પણ પુરી પાડે છે. આ લાડુ મીઠા છે પણ તેમાં ગોળ કે ખાંડ કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ લાડુમાં જે પણ સામગ્રી છે તે હેલ્ધી અને પોષકતત્વોથી ભરપુર છે.
ઘી, કોળાના બીજ, તરબૂચના બી, ઝીણી સમારેલી બદામ, શેકેલા તલ, અંજીર, ખજૂર, મખાના, પિસ્તા, કાજુ, એલચી પાવડર, 2 કપ સત્તૂ પાવડર
- સૌથી પહેલા બીજ, ડ્રાયફ્રુટ અને મખાનાને અલગ અલગ ડ્રાઈ રોસ્ટ કરી તેને અઘકચરા વાટી સાઈડમાં રાખી દો.
- ત્યારપછી કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં સત્તૂ પાવડર ઉમેરી ધીમા તાપે શેકો. સત્તૂ પાવડર શેકાઈ જાય પછી ગેસ બંધ કરી દો.
- એ જ કઢાઈમાં ફરીથી થોડું ઘી મુકી તેમાં અંજીર અને ખજૂરના ટુકડા કરી શેકો. ખજૂર અને અંજીર સોફ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- હવે ખજૂર અને અંજૂરના મિશ્રણમાં થોડુ ગરમ ઘી ઉમેરી તેમાં શેકેલો સત્તૂ પાવડર, અધકચરા વાટેલા ડ્રાયફ્રુટ, મખાના અને એલચી પાવડર ઉમેરી દો.
- બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. અને તેમાંથી નાના નાના લાડુ વાળી લો.
- લાડુને એકટાઈટ કંટેનરમાં ભરો. દિવસ દરમિયાન રોજ 1 લાડુ ખાવાનું રાખો.
- આ લાડુ એકવાર બનાવ્યા પછી 10 થી 12 દિવસ ખાઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)