SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Get Rid of Dark Circle: આંખ નીચેના કાળા કુંડાળા દુર કરવાનો વર્ષો જૂનો ઉપાય, 15 દિવસમાં ગાયબ થઈ જશે ડાર્ક સર્કલ

Get Rid of Dark Circle: આંખ નીચે કાળા કુંડાળા વધારે હોય અને તેને દુર કરવા હોય તો તેના માટેનો વર્ષો જૂનો અચૂક ઉપાય જાણીએ. આ ઉપાયની અસર 2 વીકમાં જ દેખાવા લાગે છે તેવું કહેવાય છે.

Written By Krupa Shah
Published: Nov 06, 2026, 01:26 PM IST | Updated: Nov 06, 2026, 01:29 PM IST
Join

Get Rid of Dark Circle: જો તમે આંખ નીચેના કાળા કુંડાળા એટલે કે ડાર્ક સર્કલથી પરેશાન છો તો આજે ડાર્ક સર્કલને ગણતરીના દિવસોમાં દૂર કરવાનો ઘરેલુ નુસખો જાણી લો. વર્ષો જૂનો આ નુસખો અચૂક છે તેવું માનવામાં આવે છે. આ ઘરેલુ નુસખા ની મદદથી કોઈ પણ પ્રકારની આડઅસર વિના આંખ નીચે દેખાતા કાળા કુંડાળાથી છુટકારો મળી શકે છે. આ નુસખો અજમાવવા માટે તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની પણ જરૂર નથી કારણ કે ઘરમાં રહેલી વસ્તુથી આંખના કાળા કુંડાળા દૂર થઈ શકે છે.

આ પણ વાંચો: Golden Glow Face Pack: દિવાળીમાં ચહેરા પર દેખાશે સોના જેવી ચમક, ટ્રાય કરો ઘરની વસ્તુઓથી બનાવેલો ફેસપેક

એક્સપર્ટ અનુસાર વર્ષોથી કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ સ્કીન કેરમાં કરવામાં આવે છે. કારણ કે આ વસ્તુઓમાં એવા ગુણ હોય છે જે ત્વચાની અલગ અલગ સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આવી જ બે વસ્તુ છે જાયફળ અને મુલેઠી. જાયફળ અને મુલેઠીનો ઉપયોગ વર્ષોથી સ્કીન કેરમાં કરવામાં આવે છે. પણ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ બંને વસ્તુનું કોમ્બિનેશન આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવામાં મદદ કરી શકે છે. જો તમારી આંખ નીચેની સ્કીન પણ વધારે પડતી કાળી થઈ ગઈ હોય અને તમે ડાર્ક સર્કલ દૂર કરવા માંગતા હોય તો આ ઉપાય અજમાવી શકો છો.

જાયફળ અને મુલેઠીના ફાયદા

જાયફળનો ઉપયોગ આપણે ત્યાં મોટાભાગે મીઠાઈમાં કરવામાં આવે છે અને મુલેઠીનો ઉપયોગ શરદી, ઉધરસ જેવી સમસ્યા દરમિયાન થાય છે. સ્કીન કેરમાં આ બંને વસ્તુનો કોમ્બિનેશન આંખના કાળા કુંડાળા દૂર કરવા માટે કરવામાં આવે છે. જો તમે ડાર્ક સર્કલ દૂર કરવા માટે મુલેઠી અને જાયફળનો ઉપયોગ કરવા માંગો છો તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ

આ પણ વાંચો: Glowing Skin: કાકડીના રસમાં આ વસ્તુ મિક્સ કરી આઈસક્યુબ બનાવો, 5 મિનિટની મસાજ વધારી દેશે ગ્લો

જાયફળ અને મુલેઠીનું આઈ માસ્ક

આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા માટે જાયફળ અને મૂલઠીનો બારીક પાવડર બનાવી લો. આ પાવડરને મિક્સ કરીને એક એર ટાઈટ ડબ્બીમાં ભરી રાખો. હવે જ્યારે પણ પેસ્ટ બનાવી હોય ત્યારે એક ચમચી પાવડર લેવો અને તેમાં થોડું પાણી અથવા ગુલાબજળ મિક્સ કરવું. તૈયાર થયેલી પેસ્ટને આંખની નીચે લગાવો. ત્યાર પછી 5 મિનિટ તે પેસ્ટને સુકાવા દો. પેસ્ટ સુકાઈ જાય પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. પેસ્ટ દૂર કર્યા પછી આંખ નીચે સારું મોઈશ્ચુરાઈઝર લગાડો.

આ પણ વાંચો: Sesame Jaggery Benefits: શિયાળામાં તલ-ગોળ ખાવાથી થતા લાભ વિશે જાણી તમે પણ આખો શિયાળો ખાશો આ બે વસ્તુઓ

ડાર્ક સર્કલ વધારે હોય તો અઠવાડિયામાં ત્રણ વખત આ રીતે જાયફળ અને મુલેઠીની પેસ્ટ આંખની નીચે લગાવો. જોકે આ પેસ્ટનો ઉપયોગ શરૂ કરો તે પહેલા પેચ ટેસ્ટ કરી લેવો એટલે કે જાયફળ અને મુલેઠી તમારી સ્કિનને શૂટ કરે છે કે નહીં તે ચેક કરી લેવું.

આ ઘરેલું ઉપાય અપનાવવાની સાથે રોજ સાતથી આઠ કલાકની ઊંઘ થાય તે વાતનું ધ્યાન રાખો. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખવું. મોબાઈલ કે લેપટોપ પર કલાકો સુધી સમય પસાર કરવાનો ટાળો. આ ભૂલોના કારણે પણ ડાર્ક સર્કલ વધે છે અને સ્કિન પર આડ અસર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES