• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /Donald Trump: નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી ભડકેલા ટ્રંપ એ ગુસ્સો ઉતાર્યો ICC પર, લગાવ્યા કડક પ્રતિબંધો

Donald Trump: નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી ભડકેલા ટ્રંપ એ ગુસ્સો ઉતાર્યો ICC પર, લગાવ્યા કડક પ્રતિબંધો

Donald Trump: નોબેલ શાંતિ પુરસ્કારથી વંચિત રાષ્ટ્રપતિ ટ્રંપએ હવે પોતાનો ગુસ્સો ઈંટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર ઉતાર્યો છે. ટ્રંપએ ICC પર નવા અને કડક પ્રતિબંધો લગાડ્યા છે.

Written ByKrupa Shah
Published: Oct 10, 2026, 07:36 AM IST|Updated: Oct 10, 2026, 07:54 AM IST
joinshare
Donald Trump: નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાથી ભડકેલા ટ્રંપ એ ગુસ્સો ઉતાર્યો ICC પર, લગાવ્યા કડક પ્રતિબંધો

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

    AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

    2

    બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

    3

    Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

    4

    ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

    5

    ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Donald Trump: નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે તલપાપડ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત નોબેલ શાંતિ પુરસ્કારથી વંચિત રહી ગયા. નોબેલ શાંતિ પુરસ્કાર ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકા પ્રોસિક્યુટર નાવી પિલ્લઈને એનાયત કરવામાં આવ્યો. તેના પછી અમેરિકાની સરકારે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICC પર ઘણા બધા પ્રતિબંધ લગાડ્યા છે. જાણકારોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ICC પર પ્રતિબંધો લગાવીને પોતાનો ગુસ્સો ઉતાર્યો છે.

    ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર અમેરિકાના પ્રતિબંધો

    ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધો લગાવતા અમેરિકાનું કહેવું છે કે હવે આ કોર્ટ રાજનૈતિક થઈ ગઈ છે. આ કોર્ટે યુદ્ધ અપરાધોના આરોપમાં અમેરિકા અને ઈઝરાઇલના લોકો પર ખોટા અને ગેરકાનૂની કેસ લગાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે જ અમેરિકા હવે આ કોર્ટને ખતમ કરવા અભિયાન શરૂ કરશે. ટ્રંપ દ્વારા લીધેલો આ નિર્ણય નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાનું રિએક્શન છે તે વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કે નાવી પિલ્લઈ આઈસીસી અને બાકી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જજ રહી ચૂક્યા છે.

    આ પણ વાંચો: US Green Card: ગ્રીન કાર્ડની રાહ જોતા ભારતીય કર્મચારીઓને મોટો ઝટકો, ટાટા સહિતની 8 IT કંપનીઓ ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

    ICC મામલે લેવાયેલા નિર્ણયને લઈને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબીઓએ એક વિડીયો શેર કર્યો હતો અને વીડિયોમાં તેને જણાવ્યું હતું કે મનમાની કરતી કોર્ટને રોકવામાં આવશે. Icc ના સંસાધન બંધ કરી દેવામાં આવશે અને અમેરિકા વિરુદ્ધ કામ કરવાની તેની ક્ષમતા ને ખતમ કરી નાખવામાં આવશે. અમેરિકા અને અમેરિકાના લોકો નકલી આઈસીસી ના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી. આ પ્રતિબંધો હેઠળ અમેરિકાના અધિકાર ક્ષેત્રમાં આઈસીસીની જે પણ સંપત્તિ હશે તેને બ્લોક કરી દેવામાં આવશે. એટલું જ નહીં કોર્ટ સાથે કારોબાર કરતી અમેરિકાની કંપનીઓ અને લોકોને પોતાના વ્યવહાર પૂરા કરી દેવા માટે છ મહિનાનો સમય પણ આપી દેવામાં આવ્યો છે.

    આઈસીસી નો જવાબ

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયની આસીસી એ નિંદા કરી છે. કોર્ટે કહ્યું છે કે આ નિર્ણય કાયદા અને શાસન તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર હુમલો છે. કોર્ટે એક નિવેદનમાં કહ્યું છે કે આ નિર્ણય ન્યાય પ્રક્રિયામાં બાધા લાવવા અને કોર્ટને એનું કામ કરવાથી રોકવાનો પ્રયત્ન છે. ટ્રંપનો આ નિર્ણય  ન્યાય ઉપર બીજું કોઈ નથી તે સિદ્ધાંત પર ઘા કરે છે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    World News