• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /સોશિયલ મીડિયાની રીલ્સ છોડીને સીધા સડક પર ઉતર્યા gen Z, ફ્રાન્સ, અલ્બેનિયા અને જર્મનીમાં શિક્ષણ અને સૈન્ય નીતિ સામે યુવાનો રસ્તા પર

સોશિયલ મીડિયાની રીલ્સ છોડીને સીધા સડક પર ઉતર્યા gen Z, ફ્રાન્સ, અલ્બેનિયા અને જર્મનીમાં શિક્ષણ અને સૈન્ય નીતિ સામે યુવાનો રસ્તા પર

યુવાનો અંગે કહેવામાં આવતું હતું કે તેઓ માત્ર સ્ક્રીન પર રીલ્સ જોવામાં વ્યસ્ત રહે છે. પરંતુ તાજેતરના ઘણા સમયમાં યુવાનોએ રસ્તા પર ઉતરી ઉગ્ર પ્રદર્શનો કર્યાં છે. હવે યુવાનો પોતાનો અવાજ ઉઠાવવા માટે ખુદ આગળ આવી રહ્યાં છે. આજે અમે તમને યુરોપના ત્રણ મોટા દેશો ફ્રાન્સ, અલબેનિયા અને જર્મનીમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન વિશે જણાવીશું.

Written ByGokani Dhaval
Published: Oct 14, 2026, 07:48 PM IST|Updated: Oct 14, 2026, 08:02 PM IST
joinshare
સોશિયલ મીડિયાની રીલ્સ છોડીને સીધા સડક પર ઉતર્યા gen Z, ફ્રાન્સ, અલ્બેનિયા અને જર્મનીમાં શિક્ષણ અને સૈન્ય નીતિ સામે યુવાનો રસ્તા પર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સોશિયલ મીડિયાની રીલ્સ છોડીને સીધા સડક પર ઉતર્યા gen Z, ફ્રાન્સ, અલ્બેનિયા અને જર્મનીમાં શિક્ષણ અને સૈન્ય નીતિ સામે યુવાનો રસ્તા પર

સોશિયલ મીડિયાની રીલ્સ છોડીને સીધા સડક પર ઉતર્યા gen Z, ફ્રાન્સ, અલ્બેનિયા અને જર્મનીમાં શિક્ષણ અને સૈન્ય નીતિ સામે યુવાનો રસ્તા પર

2

આતુરતાનો અંત... આ તારીખે ખુલશે Jioનો IPO, આવી ગઈ તારીખ, 220 રૂપિયા છે GMP

3

વલસાડના હરીયા ગામમાં કંપની સામે ગ્રામજનોનો ફાટ્યો આક્રોશ: કેમિકલયુક્ત પાણીથી ખેતી, નદી અને માછીમારી જોખમમાં

4

વેચાઈ રહી છે આ સરકારી બેંક, કેબિનેટે આપી મંજૂરી, કેનેડાની કંપની ખરીદશે

5

યોર્કર કિંગ નટરાજનની SRHમાં વાપસી... પણ કરોડોનું નુકસાન, દિલ્હીની ટીમમાં કોની થઈ એન્ટ્રી?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

યુરોપના ત્રણ મોટા દેશો, ફ્રાન્સ, અલબેનિયા અને જર્મનીમાં અત્યારે Gen Zનું જોરદાર આંદોલન ચાલી રહ્યું છે. ક્યાંક શાળાઓની ખરાબ સ્થિતિ અને વધતી ફી સામે વિરોધ થઈ રહ્યો છે....તો ક્યાંક યુદ્ધની નીતિઓના વિરોધમાં યુવાનોનું ઘોડાપૂર રસ્તા પર ઉતરી આવ્યું છે...જ્યારે ક્યાંક શિક્ષકોની અછત અને વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની વધતી સંખ્યાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે...પોલીસ ટીયર ગેસના સેલ છોડી રહી છે તો ક્યાંક વોટર કેનનનો ઉપયોગ કરી રહી છે....પરંતુ Gen Zએ સળગાવેલી આ ચિનગારી હાલ ઓલવાતી દેખાતી નથી.....ત્યારે આ વિશેષ અહેવાલમાં જુઓ...Gen Zનો ગ્લોબલ બળવો..

ફ્રાન્સ, અલ્બેનિયા અને જર્મની
યુરોપના આ ત્રણ દેશોમાં યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા છે...સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે...સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને હજારો વિદ્યાર્થીઓના ટોળાં રસ્તા પર ઊતરીને વિરોધ કરી રહ્યાં છે.

ફ્રાન્સમાં યુવાનો રસ્તા પર
ફ્રાન્સમાં શિક્ષકોની અછત, વધતી ફી અને જર્જરિત શાળાઓના મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શનો થઈ રહ્યાં છે...આ દરમિયાન અત્યાર સુધીમાં એક હજારથી વધુ પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે...અલ્બેનિયામાં યુનિવર્સિટીની હોસ્ટેલોની ખરાબ સ્થિતિ અને મોંઘી ફી સામે વિરોધ થઈ રહ્યો છે..જ્યારે જર્મનીમાં સરકાર દ્વારા યુવાનો માટે સૈન્ય સેવા ફરજિયાત બનાવવાના પ્રયાસો સામે યુવાનોએ મોરચો ખોલ્યો છે.

યુરોપના યુવાનો હવે ઘરમાં બેસીને સોશિયલ મીડિયા પર રીલ્સ નથી બનાવી રહ્યા, પરંતુ પોતાની માગણીઓ માટે સરકારો સામે રસ્તા પર ઊતરી આવ્યા છે ફ્રાન્સમાં જ્યાં 40થી વધુ શહેરોમાં સેંકડો શાળાઓ અને કોલેજોમાં શિક્ષણકાર્ય ખોરવાયું છે... વિદ્યાર્થીઓ શાળાઓને બદલે રસ્તા પર ઊતરી આવ્યા છે....સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, પોસ્ટરો લહેરાવવામાં આવી રહ્યાં છે અને આ ભીડને કાબૂમાં લેવી પોલીસ તથા વહીવટીતંત્ર માટે પડકાર બની ગઈ છે.

આ પણ વાંચોઃ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ ભડકે બળશે, એક નવા મહાયુદ્ધની આગ વકરી

પેરિસથી શરૂ થયેલું વિદ્યાર્થીઓનું આ આંદોલન હવે દેશવ્યાપી જનઆક્રોશમાં ફેરવાઈ ગયું છે. અનેક સ્થળોએ હિંસક અથડામણોની સ્થિતિ સર્જાઈ છે...હાલત એવી છે કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની સરકાર સામે મોટો પડકાર ઊભો થયો છે અને Gen Zનું આ આંદોલન સરકાર માટે માથાનો દુખાવો બની ગયું છે.

વિદ્યાર્થીઓના વિરોધનાં મુખ્ય કારણો છે...

  • શાળાઓમાં શિક્ષકોની ભારે અછત
  • વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની અતિશય ભીડ
  • શાળાની ઈમારતો જર્જરિત 
  • શિક્ષણના બજેટમાં મોટો ઘટાડો
  • પ્રવેશ પ્રક્રિયાની મુશ્કેલ વ્યવસ્થા

આ મુદ્દાઓને લઈને ફ્રાન્સમાં હાઈસ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું આંદોલન છેલ્લા ચાર અઠવાડિયાથી સતત ચાલી રહ્યું છે....મંગળવારે યોજાયેલી દેશવ્યાપી હડતાળમાં અંદાજે પાંચ લાખ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા....વિદ્યાર્થીઓને ટેકો આપવા તેમના માતા-પિતા, શિક્ષક સંઘો અને પર્યાવરણ કાર્યકરો પણ જોડાયા હતા..તેના કારણે રાજધાની પેરિસ સહિત અનેક શહેરોમાં હિંસક અથડામણો થઈ હતી..ચાર અઠવાડિયાથી ચાલી રહેલા આ વિદ્યાર્થી આંદોલનમાં અત્યાર સુધીમાં 700થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે..200થી વધુ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને લગભગ 900 હાઈસ્કૂલોને વિદ્યાર્થીઓએ સંપૂર્ણપણે બ્લોક કરી દીધી છે...આ દરમિયાન પાંચ હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સગીર વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટી હોવાનું કહેવાય છે..જો કે, આટલી કાર્યવાહી છતાં યુવાનોનો વિરોધ અટકવાનું નામ લઈ રહ્યો નથી.

આ પણ વાંચોઃ ટેક્નોલોજીનો આવો ઉપયોગ? 16 વર્ષની સગીરાની છેડતીના આરોપમાં પોલીસે રોબોટને પકડ્યો

અલ્બેનિયામાં પણ યુવાનો મેદાનમાં
અલ્બેનિયામાં Gen Zનું આંદોલન જોવા મળ્યું છે. રાજધાની તિરાનાની સડકો જાણે યુદ્ધનું મેદાન બની ગઈ છે...દેશનું ભવિષ્ય ગણાતા યુવાનો અને વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકોને બદલે પથ્થરો અને પેટ્રોલ બોમ્બ જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો સાબિત કરે છે કે જ્યારે યુવાનોની ધીરજ ખૂટી જાય છે, ત્યારે કેવી સ્થિતિ સર્જાઈ શકે છે....રાજધાની તિરાનામાં મંગળવારે વિદ્યાર્થીઓનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું હતું...

આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી....પોતાની માગણીઓને લઈને રસ્તા પર ઊતરેલા હજારો વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રાલયની ઈમારત પર પથ્થરમારો કર્યો હતો... ઈંટો અને કોંક્રિટના ટુકડા પણ ફેંકવામાં આવ્યા હતા...પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા હતા અને વોટર કેનનનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવ્યો હતો.

અલ્બેનિયામાં વિદ્યાર્થીઓના વિરોધનાં મુખ્ય કારણો છે...

  • યુનિવર્સિટીઓની ખરાબ સ્થિતિ
  • ઉચ્ચ શિક્ષણનો વધતો ખર્ચ
  • નાણાકીય સહાયમાં ઘટાડો
  • પ્રયોગશાળાઓમાં આધુનિક સાધનોનો અભાવ
  • ડિગ્રી પછી રોજગારીની તકોનો અભાવ

યુવાનોની સૌથી મોટી નારાજગી એ વાતને લઈને છે કે અભ્યાસ પૂરો કર્યા પછી પણ દેશમાં તેમને સારી નોકરીઓ મળતી નથી...પરિણામે, ઘણા યુવાનોને વેઈટર અથવા કોલ સેન્ટરમાં કામ કરવાની ફરજ પડે છે...આ સ્થિતિને કારણે મોટી સંખ્યામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ બહેતર ભવિષ્યની શોધમાં અલ્બેનિયા છોડીને વિદેશમાં સ્થળાંતર કરી રહ્યા છે.

જર્મનીમાં વિદ્યાર્થીઓનું મોટા પાયે આંદોલન
જર્મનીમાં પણ વિદ્યાર્થીઓનું મોટા પાયે દેશવ્યાપી આંદોલન અને શાળાઓમાં હડતાળ ચાલી રહી છે...જોકે, અહીંના આંદોલનનું કારણ અલ્બેનિયાથી તદ્દન અલગ છે. જર્મનીમાં વિદ્યાર્થીઓ શિક્ષણના બજેટમાં કાપ અને દેશમાં ફરજિયાત સૈન્ય સેવા ફરીથી લાગુ કરવાના સરકારના પ્રયાસો સામે રસ્તા પર ઊતરી આવ્યા છે...

આ આંદોલન જર્મનીનાં 100થી વધુ શહેરોમાં ફેલાઈ ચૂક્યું છે...તેમાં 45 હજારથી 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ વર્ગખંડોનો બહિષ્કાર કરીને રસ્તા પર ઊતરી વિરોધ નોંધાવ્યો હોવાનું જણાવાયું છે...
જર્મનીમાં વિદ્યાર્થીઓના વિરોધનાં મુખ્ય કારણો છે...

ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સરકાર દ્વારા યુવાનો માટે સૈન્ય સેવા ફરજિયાત બનાવવાનો પ્રયાસ
યુવાનો દ્વારા મિલિટરી ડ્રાફ્ટ કાયદાનો ઉગ્ર વિરોધ
સરકાર સૈન્ય અને શસ્ત્રો પાછળ અબજો યુરો ખર્ચી રહી હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ
બીજી તરફ શાળા-કોલેજોની શિક્ષણવ્યવસ્થા ભંડોળની અછતનો સામનો કરી રહી છે

આ જ મુદ્દાઓ વિદ્યાર્થીઓના ગુસ્સાનું કારણ બન્યા છે અને તેઓ રસ્તા પર ઊતરી આવ્યા છે...પરિણામે, બર્લિન સહિત અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો....બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા અને કેટલીક જગ્યાએ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને અટકાયતમાં લઈને તેમની સામે ફોજદારી કેસ પણ નોંધવામાં આવ્યા હતા.

અલ્બેનિયાની બદહાલી, જર્મનીમાં સૈન્ય સેવાનો વિરોધ અને ફ્રાન્સની જર્જરિત શિક્ષણ વ્યવસ્થા...આ ત્રણેય મુદ્દાઓ મળીને એક વૈશ્વિક પેટર્ન તરફ ઈશારો કરે છે.. આ આંદોલનો કોઈ એક નેતાના ઈશારે ચાલી રહ્યાં નથી...અલગ-અલગ દેશોમાં યુવાનો બહેતર શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્યની માગણી સાથે રસ્તા પર ઊતરી રહ્યા છે...

યુવાનોનો આ આક્રોશ દુનિયાભરની સરકારો માટે એક વેક-અપ કોલ સમાન છે. કારણ કે જો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થશે, તો તેના પડઘા માત્ર યુરોપ પૂરતા સીમિત નહીં રહે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News