• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /આતુરતાનો અંત... આ તારીખે ખુલશે Jioનો IPO, આવી ગઈ તારીખ, 220 રૂપિયા છે GMP

આતુરતાનો અંત... આ તારીખે ખુલશે Jioનો IPO, આવી ગઈ તારીખ, 220 રૂપિયા છે GMP

Jio Platforms IPO : જિયો પ્લેટફોર્મ્સના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જિયો પ્લેટફોર્મ્સના IPO ઓપન થવાની તારીખ સામે આવી છે. આ દરમિયાન ગ્રે માર્કેટમાં કંપનીના શેરની ભારે માંગ જોવા મળી રહી છે.

Written ByDilip Chaudhary
Published: Oct 14, 2026, 07:41 PM IST|Updated: Oct 14, 2026, 07:46 PM IST
joinshare
આતુરતાનો અંત... આ તારીખે ખુલશે Jioનો IPO, આવી ગઈ તારીખ, 220 રૂપિયા છે GMP

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સોશિયલ મીડિયાની રીલ્સ છોડીને સીધા સડક પર ઉતર્યા gen Z, ફ્રાન્સ, અલ્બેનિયા અને જર્મનીમાં શિક્ષણ અને સૈન્ય નીતિ સામે યુવાનો રસ્તા પર

સોશિયલ મીડિયાની રીલ્સ છોડીને સીધા સડક પર ઉતર્યા gen Z, ફ્રાન્સ, અલ્બેનિયા અને જર્મનીમાં શિક્ષણ અને સૈન્ય નીતિ સામે યુવાનો રસ્તા પર

2

આતુરતાનો અંત... આ તારીખે ખુલશે Jioનો IPO, આવી ગઈ તારીખ, 220 રૂપિયા છે GMP

3

વલસાડના હરીયા ગામમાં કંપની સામે ગ્રામજનોનો ફાટ્યો આક્રોશ: કેમિકલયુક્ત પાણીથી ખેતી, નદી અને માછીમારી જોખમમાં

4

વેચાઈ રહી છે આ સરકારી બેંક, કેબિનેટે આપી મંજૂરી, કેનેડાની કંપની ખરીદશે

5

યોર્કર કિંગ નટરાજનની SRHમાં વાપસી... પણ કરોડોનું નુકસાન, દિલ્હીની ટીમમાં કોની થઈ એન્ટ્રી?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jio Platforms IPO : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની માલિકીની કંપની જિયો પ્લેટફોર્મ્સના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે મોટા સમાચાર છે. 14 ઓક્ટોબરના રોજ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની પેટાકંપની, જિયો પ્લેટફોર્મ્સના IPO માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) દાખલ કર્યું છે. આ ડોક્યુમેન્ટ અમદાવાદમાં આવેલી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

ફાઇલિંગ મુજબ, જિયો પ્લેટફોર્મ્સનો IPO 21 ઓક્ટોબર, 2026ના રોજ ખુલશે અને 23 ઓક્ટોબરના રોજ બંધ થશે. દરમિયાન, મોટા સંસ્થાકીય રોકાણકારો માટે એન્કર બિડિંગ 19 ઓક્ટોબરના રોજ નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે ગ્રે માર્કેટમાં કંપનીના શેરની ભારે માંગ જોવા મળી રહી છે. હાલમાં શેર ₹220ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.

વેચાઈ રહી છે આ સરકારી બેંક, કેબિનેટે આપી મંજૂરી, કેનેડાની કંપની ખરીદશે

આ શેરધારકો માટે ખાસ તક

જિયો પ્લેટફોર્મ્સના IPOમાં પાત્ર કર્મચારીઓ માટે ₹500 કરોડ સુધીના શેર અનામત રાખવાની જોગવાઈ છે. આ ઉપરાંત, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પાત્ર શેરધારકો માટે ₹2,500 કરોડ સુધીના શેર અનામત રાખવામાં આવી શકે છે. આનો અર્થ એ છે કે સામાન્ય રોકાણકારોની સાથે સાથે રિલાયન્સના અમુક પાત્ર શેરધારકો અને કર્મચારીઓને પણ રોકાણ કરવાની તક મળશે.

નિર્ધારિત નિયમો અને પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકો આ અનામતનો લાભ મેળવવા માટે હકદાર રહેશે. આ કેટેગરીમાં વ્યક્તિગત રોકાણકારો તેમજ HUFsનો સમાવેશ થાય છે. જોકે, પાત્રતા RHP ફાઇલિંગની તારીખે લાગુ નિયમોના આધારે નક્કી કરવામાં આવશે. કાયદા હેઠળ રોકાણ માટે અપાત્ર ગણાતા શેરધારકોને આ સુવિધામાંથી બાકાત રાખવામાં આવશે.

અગાઉ SEBI સમક્ષ ડ્રાફ્ટ IPO રજૂ કરાયો હતો

જિયો પ્લેટફોર્મ્સના IPO માટેની તૈયારીઓ પહેલેથી જ ચાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 19 જૂનના રોજ જાહેરાત કરી હતી કે જિયો પ્લેટફોર્મ્સે IPO માટે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દાખલ કર્યું છે. તો કંપનીએ બજારમાં નવા શેર બહાર પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 

દરેક શેરની ફેસ વેલ્યુ ₹10 નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ, 28 ઓગસ્ટના રોજ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માહિતી આપી હતી કે જિયો પ્લેટફોર્મ્સને DRHP અંગે SEBI તરફથી અવલોકન પત્ર પ્રાપ્ત થયું છે. RHP દાખલ કરવાની સાથે હવે IPOની પ્રક્રિયા આગળ વધી છે.

 

Add Zee News as a Preferred Source