SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

France: ફ્રાંસમાં બગડી સ્થિતિ, પ્રદર્શનકારીઓનો પોલીસ પર હુમલો, પોલીસે આંસૂ ગેસ છોડી ઉપદ્રવીઓની ધરપકડ કરી

France Protest: ફ્રાંસમાં ફરી એકવાર સ્થિતિ બગડતી જોવા મળી છે. મળતી જાણકારી અનુસાર રાજધાની પેરિસમાં રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓને રોકવા પોલીસે ટીયર ગેસ છોડ્યો અને કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

Written By Krupa Shah
Published: Nov 08, 2026, 08:54 AM IST | Updated: Nov 08, 2026, 08:57 AM IST
Join

France Protest: ફ્રાંસમાં મોંઘવારી વિરુદ્ધ સતત ચોથા અઠવાડિયે પ્રદર્શન યથાવત રહ્યા. પેરિસમાં શનિવારે રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હોવાનું પણ જાણવા મળે છે. લોકો છેલ્લા કેટલાક દિવસોથી વધતી મોંઘવારી અને ખરાબ થતી સાર્વજનિક સેવાઓ મામલે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં શનિવારે વિરોધ પ્રદર્શન ઉગ્ર થતા પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી.

આ પણ વાંચો: ઇઝરાયલમાં બની શકે છે નવી સરકાર, વિપક્ષના આઈજેનકોટને મળી પહેલી તક, નેતન્યાહૂને મોટો ઝટકો

શનિવારે પેરિસમાં રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓને રોકવા અને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસ છોડ્યા હતા. જ્યારે કેટલાક લોકોની ધરપકડ પણ કરી હોવાનું સામે આવ્યું છે. પેરિસમાં રૈલી પર લગાવેલા પ્રતિબંધને તોડી લોકો રસ્તા પર ઉતર્યા હતા. જેના કારણે પોલીસે 2 આયોજકોની ધરપકડ કરી લીધી છે. જાણવા મળતી માહિતી અનુસાર શનિવારે આખા ફ્રાંસમાં મોંઘવારી વિરુદ્ધ લાખો લોકોએ અલગ અલગ જગ્યાએ માર્ચ કરી હતી.

આ પણ વાંચો: ચીનમાં થશે ઐતિહાસિક બેઠક, ટ્રંપ, પુતિન અને શી જિનપિંગ વચ્ચે આ મહિનામાં થઈ શકે છે મહત્વપૂર્ણ મુલાકાત

પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ જાહેર રસ્તા પર આગ લગાવી હતી. જ્યારે 200 લોકોના એક સમુહ એ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ટોળાને વિખેરવા માટે પોલીસ પણ આંસુ ગેસ છોડી ઉપદ્રવીઓની ધરપકડ કરી લીધી હતી.

મહત્વપૂર્ણ છે કે આ ચોથું સપ્તાહ છે જેમાં આ પ્રકારના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હોય. 3 દિવસ પહેલા પણ વિરોધ પ્રદર્શન થયા હતા પરંતુ તે શાંતિપૂર્ણ રહ્યા જ્યારે શનિવારે પેરિસમાં થયેલું વિરોધ પ્રદર્શન ઉગ્ર થઈ ગયું હતું. ફ્રાંસમાં આ વિરોધ પ્રદર્શન વધતા જીવન નિર્વાહ ખર્ચ, સાર્વજનિક સેવા, શિક્ષા અને વધતી મોંઘવારી મુદ્દે થઈ રહ્યા છે. જેના કારણે ફ્રાંસમાં ગંભીર નાગરિક અશાંતિની સ્થિતિ સર્જાઈ છે.  
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES