SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

યુએસ મિડટર્મ ઇલેક્શન વચ્ચે અમેરિકાની ઇરાન પર એરસ્ટ્રાઇક: કેશમ આઇલેન્ડ પર ડ્રોન હુમલો, શું ફરી વધશે તણાવ?

મિડટર્મ ચૂંટણી પહેલા અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ પર બોમ્બવર્ષા કરી છે. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે આ હુમલો કેશમ દ્વીપ પર કરવામાં આવ્યો છે.

Written By Gokani Dhaval
Published: Nov 03, 2026, 08:13 AM IST | Updated: Nov 03, 2026, 08:16 AM IST
Join

અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના કેશમ દ્વીપ પરહુમલો કર્યો છે. તેમની જાણકારી અમેરિકાના અધિકારીઓએ આપી છે. તેમણે જણાવ્યું કે આ હુમલો ડ્રોનથી કરવામાં આવ્યો છે. તો આ હુમલાનો જવાબ ઈરાની સેનાએ પણ આપ્યો છે. અમેરિકાના હુમલાને લઈને ઈરાની સમાચાર એજન્સી IRNA એ જાણકારી આપી છે કે ઈરાનના કેશમ દ્વીપ પર ઘણા વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો છે.

અમેરિકાના મીડિયા પ્રમાણે ટ્રમ્પે કેશમ દ્વીપ પર હુમલો 2 નવેમ્બરે કર્યો છે. આ દ્વીપ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સ્થિત છે. હકીકતમાં તાજેતરના સપ્તાહમાં વોશિંગટન તરફથી કરવામાં આવેલા સીમિત હુમલાની સિરીઝમાં આ સૌથી લેટેસ્ટ હુમલો છે. આ હુમલો મોટા પાયે કરવામાં આવ્યો છે અને ઈરાદાપૂર્વક તેને ગુપ્ત રાખવામાં આવ્યો, જેથી ઈરાન વિરુદ્ધ મોટા સૈન્ય અભિયાનને ફરી શરૂ કરવાના કોઈ ઈરાદાનો સંકેત ન મળે.

હાલમાં આ હુમલાને લઈને અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે કોઈ ટિપ્પણી કરી નથી. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈરાન વિરુદ્ધ સૈન્ય હુમલાને ફરી શરૂ કરવાની પોતાની ધમકીનો અમલ કરશે કે નહીં? આ સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતું કે તેહરાન સાથે કોઈ સમજુતિ થઈ શકે છે.

આ પણ વાંચોઃ ઈઝરાયેલમાં નેતન્યાહૂ ગાદી પર ન બેસે માટે ખેલાઈ રહ્યો છે મોટો ખેલ : ચમત્કાર જ 'બીબી'ને અપાવી શકે છે 

ઇઝરાયલ અને અમેરિકામાં ચાલી રહ્યું છે મોટું પ્લાનિંગ?

આ પહેલા સૂત્રોના હવાલાથી ઘણા મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અમેરિકામાં મિડટર્મ ચૂંટણી બાદ ઈરાન પર હુમલાનો પ્રયાસ કરી રહ્યાં છે. જ્યાં ઈરાનની સાથે પૂર્ણ યુદ્ધની સ્થિતિ ફરીથી બનવાને કારણે નેતન્યાહુને ઈમરજન્સી સરકાર બનાવવામાં મદદ મળી શકે છે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને મિડટર્મ ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે. અમેરિકામાં આજે મિડટર્મ ચૂંટણી યોજાશે.

ભારતીય સમય પ્રમાણે આજે સાંજે સાડા ચાર કલાકે મતદાન શરૂ થશે. ટ્રમ્પ માટે સીનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં બહુમત બચાવી રાખવાનો પડકાર છે. તેમણે મતદાન પહેલા ઈરાન પર બોમ્બવર્ષા કરી છે. તેઓ સતત ઈરાન પર હુમલાની ધમકી આપતાં રહ્યાં છે.

US ના બે ડ્રોનનો નાશ કર્યો- ઈરાનનો દાવો

બીજીતરફ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કેશમ દ્વીપના દક્ષિણમાં અમેરિકાના બે ડ્રોનનો નાશ કર્યો છે. IRGC ના એયરોસ્પેસ ફોર્સે આ બે MQM-170 ડ્રોન વિરુદ્ધ ઈલેક્ટ્રોનિક વારફેયર સિસ્ટમનો ઉપયોગ કર્યો. આ સાથે ઈરાની દળો તરફથી પકડવામાં આવેલા આ પ્રકારના ડ્રોનની સંખ્યા હવે 9 થઈ ગઈ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES