• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /આંતરરાષ્ટ્રીય
  • /Russia Ukraine War: રાષ્ટ્રપતિ ટ્રંપનો સૌથી મોટો દાવો, રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે છે અંત

Russia Ukraine War: રાષ્ટ્રપતિ ટ્રંપનો સૌથી મોટો દાવો, રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે છે અંત

Russia Ukraine War: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એ રશિયા અને યુક્રેનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધ ખતમ થઈ શકે છે. ટુંક સમયમાં બંને અમેરિકા, રશિયા, યુક્રેન એક સાથે વેપાર કરતાં જોવા મળશે. રાષ્ટ્રપતિ ટ્રંપ એ આવું શા માટે કહ્યું છે ચાલો સમજીએ વિસ્તારપૂર્વક.

Written ByKrupa Shah
Published: Oct 25, 2026, 08:14 AM IST|Updated: Oct 25, 2026, 08:17 AM IST
joinshare
Russia Ukraine War: રાષ્ટ્રપતિ ટ્રંપનો સૌથી મોટો દાવો, રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે છે અંત

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર

દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર

2

Saudi Arabia: એર ઈંડિયાની સાઉદી જતી ફ્લાઈટ્સ 7 નવેમ્બર સુધી સ્થગિત, ભારતીયોની મદદ માટે શરુ થયા પ્રયત્નો

3

CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' લાવશે વિપક્ષ, મોટી રેલી પહેલા ચાલશે મોક સંસદ

4

Russia Ukraine War: રાષ્ટ્રપતિ ટ્રંપનો સૌથી મોટો દાવો, રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે છે અંત

5

સાઉદી અરેબિયા પર હુથીઓનો મોટો હુમલો, રિયાધ એરપોર્ટ અને અરામકો સહિત અનેક સ્થળોને બનાવ્યા નિશાન, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે 4 વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. હવે આ યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રંપ એ એવું કહ્યું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ટૂંક સમયમાં જ યુદ્ધ ખતમ થઈ શકે છે.  તેમનું કહેવું છે કે યુદ્ધ સમાપ્ત થશે ત્યાર પછી અમેરિકા બંને દેશો સાથે વેપાર શરૂ કરશે.

અમેરિકા રશિયા, યુક્રેન સાથે વેપાર કરશે

રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ ફ્લોરિડાના પામ બીચમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રશિયા અને યુકેનના યુદ્ધ વિશે વાત કરી હતી. ટ્રંપની વાતમાં જે આત્મવિશ્વાસ હતો તેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં સફળ થવાના છે. યુક્રેન અને રશિયા વચ્ચે 4 વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે આ યુદ્ધ પૂરું થશે તેવી સંભાવના સિવાય રહી છે. આ તકે ટ્રમ્પે એવું કહ્યું કે તેઓ ઈચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત થઈ જાય જેથી અમેરિકા બંને દેશો સાથે વેપાર કરી શકે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવું પણ કહ્યું કે આ યુદ્ધ પૂરું થશે એટલે અમેરિકા પોતે જ યુક્રેન અને રશિયા બંને સાથે બિઝનેસ કરશે.

આ પણ વાંચો: US Iran War: ઈરાન-અમેરિકા વચ્ચે સંઘર્ષ વધે તેવી શક્યતા, ટ્રંપએ હુમલાની ધમકી આપી તો ઈરાન એ કહ્યું, ઈંટરનેટ નેટવર્ક પર થશે હુમલો

27 ઓક્ટોબરથી સિઝફાયર 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ મામલે અમેરિકાના ફર્સ્ટ લેડી અને ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પ એ પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે પોપના સમર્થનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન 27 ઓક્ટોબરથી સિઝફાયર શરૂ કરશે અને આશા છે કે બધું જ યોજના અનુસાર થશે. તેમણે કહ્યું કે આ મામલે તેમને પોપનું સમર્થન મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમણે બંને દેશના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે અને સમજૂતી પર હસ્તાક્ષર પણ કરી દીધા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ

રશિયા અને યુક્રેન વચ્ચે આમ તો સમસ્યાઓ વર્ષ 2014 થી ચાલી રહી હતી. આ સમસ્યા ની શરૂઆત ત્યારે થઈ જ્યારે રશિયાએ યુક્રેનના ક્રીમિયા પર પોતાનો અધિકાર મેળવી લીધો. પરંતુ ડાયરેક્ટ યુદ્ધની શરૂઆત 24 ફેબ્રુઆરી 2022 થી થઈ. 2022 થી રશિયા દ્વારા યુક્રેન પર પૂર્ણ સૈન્ય આક્રમણ શરૂ કરવામાં આવ્યું ત્યાર પછી આ જ સુધી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: Saudi Arabia:સાઉદી અરબના વધુ એક એરપોર્ટ પર ડ્રોન એટેક, 1 નું મોત, 8 લોકો ઘાયલ

ઉલ્લેખનીય છે કે 1991 માં સોવિયત સંઘના વિઘટન પછી યુક્રેન એક સ્વતંત્ર દેશ બની ગયો હતો. ત્યાર પછી યુક્રેન એ અમેરિકાના નેતૃત્વ વાળા સૈન્ય સંગઠન નાટોની સદસ્યતા પ્રાપ્ત કરવાના પ્રયાસો શરૂ કર્યા જે રશિયાને મંજૂર ન હતું. યુક્રેનના આ પ્રયાસ ને રશિયા પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ તરીકે જોવા લાગ્યું. આ પ્રકારના મુદ્દાના કારણે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. હવે આ યુદ્ધ સમાપ્ત થશે તેવું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રંપની વાત ક્યારે અને કેવી રીતે સાચી પડે છે તે જોવાનું રહ્યું.

 

Add Zee News as a Preferred Source
TAGS:
World News