• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર

દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર

જો તમે શેર બજારમાં ડિવિડન્ડ શેર પર દાવ લગાવો છો તો તમારા માટે સારા સમાચાર છે. ક્રિસિલ લિમિટેડે પોતાના શેરધારકો માટે 1700 ટકા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની દરેક એક શેર પર 17 રૂપિયાનું ડિવિડન્ડ આપશે.

Written ByGokani Dhaval
Published: Oct 25, 2026, 09:02 AM IST|Updated: Oct 25, 2026, 09:06 AM IST
joinshare
દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Sharad Purnima Horoscope: શરદ પૂર્ણિમા પર બની રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ, આ ૩ રાશિના જાતકોનું ચમકી જશે કિસ્મત

Sharad Purnima Horoscope: શરદ પૂર્ણિમા પર બની રહ્યો છે ગ્રહોનો દુર્લભ સંયોગ, આ ૩ રાશિના જાતકોનું ચમકી જશે કિસ્મત

2

ખતરનાક ચક્રવાતનું એલર્ટ: 125 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 7રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

3

Karva Chauth: કરવા ચોથનું વ્રત સારી રીતે કરવું છે ? તો સવારના સમયે ખાજો આ વસ્તુઓ, આખો દિવસ નબળાઈ નહીં લાગે

4

દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર

5

Saudi Arabia: એર ઈંડિયાની સાઉદી જતી ફ્લાઈટ્સ 7 નવેમ્બર સુધી સ્થગિત, ભારતીયોની મદદ માટે શરુ થયા પ્રયત્નો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

જો તમારા પોર્ટફોલિયોમાં રેટિંગ અને એનાલિટિક્સ કંપની ક્રિસિલ લિમિટેડનો શેર છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કંપનીએ ન માત્ર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે, પરંતુ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આવો આ વિશે વિગતવાર જાણીએ.

ડિવિડન્ડની જાહેરાત

ક્રિસિલ લિમિટેડે પોતાના શેરધારકો માટે 1700 ટકા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી ચે. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2026-2027 માટે 17 રૂપિયા પ્રતિ શેરના ત્રીજા વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. કંપનીના શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. આ હિસાબથી રોકાણકારોને દરેક શેર પર 17 રૂપિયા મળશે.

કંપનીએ ડિવિડન્ડ માટે 29 ઓક્ટોબર 2026ને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. તેનો મતલબ છે કે ડિવિડન્ડ મેળવવા માટે રોકાણકારોની પાસે રેકોર્ડ ડેટ પહેલા શેર હોવા જોઈએ. પરંતુ માત્ર ડિવિડન્ડની જાહેરાત સાંભળી શેર ખરીદવા પર્યાપ્ત નથી. રોકાણ પહેલા એક્સ-ડિવિડન્ડ ડેટ અને સેટલમેન્ટ નિયમોની જાણકારી લેવી જરૂરી છે. બીએસઈને આપવામાં આવેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે આ ડિવિડન્ડ 17 નવેમ્બર 2026 કે તેની પહેલાં આપવામાં આવશે.

ડિવિડન્ડનો ઈતિહાસ

ક્રિસિલનો પોતાના શેરધારકોને વચગાળાનું અને વાર્ષિક ડિવિડન્ડ આપવાનો ઈતિહાસ રહ્યો છે. વર્ષ 2026મા કંપનીએ જુલાઈમાં 10 રૂપિયા પ્રતિ શેર અને એપ્રિલમાં 9 રૂપિયા પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ આપ્યું હતું. વર્ષ 2025મા ક્રિસિલે ઓક્ટોબરમાં 16 રૂપિયા પ્રતિ શેર, જુલાઈમાં 9 રૂપિયા પ્રતિ શેર અને મેમાં 8 રૂપિયા પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ આપ્યું હતું. સાથે એપ્રિલ 2025મા કંપનીએ 26 રૂપિયા પ્રતિ શેર પર આપ્યા હતા.

આ પણ વાંચોઃ શું હવે 28 ઓક્ટોબરના રોજ થશે મોંઘવારી ભથ્થાની જાહેરાત, 3 કે 4% કેટલો થશે વધારો? જાણો

ક્રિસિલના ક્વાર્ટર પરિણામ

તાજેતરમાં ક્રિસિલ લિમિટેડે સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ જારી કર્યાં છે. કંપનીએ 204.64 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરના મુકાબલે 5.9 ટકા વધુ છે. આ ક્વાર્ટર દરમિયાન કંપનીનું ઓપરેટિંગ રેવેન્યુ 1095.16 કરોડ રહ્યું, જે પેછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરના મુકાબલે 20.20 ટકા વધુ છે.

શેરનું પરફોર્મંસ

શુક્રવારે બીએસઈ પર ક્રિસિલના શેર 0.84 ટકાના ઘટાડા સાથે 4748.10 રૂપિયા પર બંધ થયા હતા. છેલ્લા એક સપ્તાહમાં તેના શેરના ભાવમાં 4.57 ટકા, છેલ્લા બે સપ્તાહમાં 7.14 ટકા, એક મહિનામાં 3.13 ટકા અને ત્રણ મહિનામાં લગભગ 7.93 ટકાનો ફેરફાર આવ્યો છે. એક વર્ષમાં તેના શેરના ભાવમાં 4.16 ટકાનો ઘટાડો થયો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Stock Market News