સૂર્યોદય પહેલા જે સરગી કરવાની હોય છે તેમાં મોટાભાગે ચટપટી, મસાલેદાર અને તળેલી વસ્તુઓ ખાવામાં આવે છે. તેની સાથે ચા કે કોફી જેવા પીણા પીવામાં આવે છે. પરંતુ વધારે પડતા મસાલાવાળી અને તળેલી વસ્તુઓ ખાવાથી દિવસ દરમિયાન વધારે તરસ લાગી શકે છે. ચા અને કોફીના કારણે પણ એસિડિટી થઈ શકે છે. સરગીમાં આવી વસ્તુઓ ખાવાને બદલે જો હેલ્ધી ઓપ્શન પસંદ કરવામાં આવે તો દિવસ દરમિયાન વારંવાર ભુખ પણ નથી લાગતી અને એનર્જી પણ જળવાઈ રહે છે.
સૂર્યોદય પહેલા કરવાના ભોજનને સરગી કહેવામાં આવે છે. આ સરગીમાં કેટલીક ખાસ વસ્તુઓ ખાવામાં આવે તો દિવસ દરમિયાન શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને નબળાઈ લાગતી નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર સરગી એવી હોવી જોઈએ જેમાં જરૂરી પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરેલો હોય. ચાલો તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેને સરગીમાં ખાવાથી દિવસ દરમિયાન શરીરમાં એનર્જી જળવાઈ રહે છે.
કરવા ચોથની સરગીમાં દહીં અને પનીર નો સમાવેશ કરવો જોઈએ. દહીં અને પનીરથી શરીરને પ્રોટીન મળે છે જેનાથી નબળાઈ નો અનુભવ થતો નથી અને પ્રોટીનથી ભરપૂર આ વસ્તુઓ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી.
સરગીમાં કેળા અને સફરજન નો પણ સમાવેશ કરી શકો છો. કેળા પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે. સફરજન પણ પોષક તત્વો પૂરા પાડે છે. આ બંને ફળ સવારની સરગીમાં ખાવા જોઈએ તેનાથી શરીરને એનર્જી મળે છે.
સવારની સરગીમાં મીઠાઈ અને ફરસાણ ખાવાને બદલે ઓટ્સ અને દલિયા જેવો આહાર લેવો જોઈએ. ફાઇબરથી ભરપૂર દલિયા અને ઓટ્સ પેટ કલાકો સુધી ભરેલું રાખશે અને ભૂખ ઓછી લાગશે. સરગી માટે તમે દૂધ ઉમેરીને દલિયા બનાવી શકો છો. ઓટ્સમાં પણ અલગ અલગ પ્રકારના શાકભાજી ઉમેરીને ટેસ્ટી ઓટ્સ બનાવી સરગીમાં સામેલ કરી શકો છો.
શરદીમાં ખાદ્ય વસ્તુઓની સાથે પ્રવાહી હોય તે પણ જરૂરી છે. શરીરને એનર્જી પૂરી પાડે તેવા પ્રવાહીમાં છાશ અને નાળિયેર પાણીનો સમાવેશ કરી શકો છો. છાશ અને નાળિયેર પાણી સરગીમાં લેવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. નાળિયેરમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ નબળાઈ થી બચાવશે.
સરગીમાં ઉપર જણાવ્યા અનુસારની વસ્તુઓ અને પ્રવાહીનો સમાવેશ કરવાની સાથે એક વાટકી મિક્સ ડ્રાયફ્રુટ પણ ખાવા. ડ્રાયફ્રૂટ્સ હેલ્ધી ફેટ, પ્રોટીન, ફાઇબર અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડ્રાયફ્રુટ્સ ખાવાથી શરીરને એનર્જી મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)