• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' લાવશે વિપક્ષ, મોટી રેલી પહેલા ચાલશે મોક સંસદ

CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' લાવશે વિપક્ષ, મોટી રેલી પહેલા ચાલશે મોક સંસદ

વિપક્ષ દિલ્હીમાં 30 ઓક્ટોબરે મોક પાર્લિયામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જન મહાભિયોગ ચલાવવામાં આવશે અને તેમની વિરુદ્ધ ચુકાદો સંભળાવવામાં આવશે.

Written ByGokani Dhaval
Published: Oct 25, 2026, 08:20 AM IST|Updated: Oct 25, 2026, 08:24 AM IST
joinshare
CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' લાવશે વિપક્ષ, મોટી રેલી પહેલા ચાલશે મોક સંસદ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર

દરેક શેર પર 1700% ડિવિડન્ડ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ પણ જાહેર

2

Saudi Arabia: એર ઈંડિયાની સાઉદી જતી ફ્લાઈટ્સ 7 નવેમ્બર સુધી સ્થગિત, ભારતીયોની મદદ માટે શરુ થયા પ્રયત્નો

3

CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' લાવશે વિપક્ષ, મોટી રેલી પહેલા ચાલશે મોક સંસદ

4

Russia Ukraine War: રાષ્ટ્રપતિ ટ્રંપનો સૌથી મોટો દાવો, રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે છે અંત

5

સાઉદી અરેબિયા પર હુથીઓનો મોટો હુમલો, રિયાધ એરપોર્ટ અને અરામકો સહિત અનેક સ્થળોને બનાવ્યા નિશાન, જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દિલ્હીના રામલીલા મેદાનમાં મોટી રેલી પહેલા ઈન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનતાનો મહાભિયોગ ચલાવવાની જાહેરાત કરી છે. 30 ઓક્ટોબરે વિપક્ષ મોક પાર્લિયામેન્ટનું આયોજન કરશે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે ઈન્ડિયા ગઠબંધનના નેતા એક સાથે આવી જનતાનો ચુકાદો સંભળાવશે અને સીઈસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરશે.

વિપક્ષનો આરોપ છે કે એસઆઈઆરની પ્રક્રિયામાં ગડબડીઓને કારણે દેશમાં મોટી સંખ્યામાં લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. આ સિવાય ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષી દળ સીઈસીના રાજીનામાની માગ કરી રહ્યાં છે. 12 ઓક્ટોબરે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષે દિલ્હી માર્ચ કરી હતી. હવે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ક્યાં યોજાશે વિપક્ષની મોક સંસદ?

સૂત્રોનું કહેવું છે કે આ આયોજન દિલ્હીની અશોક હોટલમાં થઈ શકે છે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે વોટ ચોરી વિરુદ્ધ વિપક્ષી દળોનું ગઠબંધન 30 ઓક્ટોબરે એક પબ્લિક ઇમ્પીચમેન્ટ (જન મહાભિયોગ) આયોજીત કરશે, જે હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદથી હટાવવાની માંગને લઈને જનતાનો નિર્ણય સામે રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ શંકરસિંહ વાઘેલા જ નહીં આ 5 પૂર્વ CMની પણ કોંગ્રેસમાં જોડાવાની અટકળો

વેણુગોપાલે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે બંધારણ બચાવવા અને વોટ ચોરોને હરાવવાના પ્રયાસ હેઠળ આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 30 ઓક્ટોબરે યોજાનાર આ મહત્વપૂર્ણ જન મહાભિયોગમાં વોટ ચોર સીઈસી જ્ઞાનેશ કુમારને હટાવવાનો નિર્ણય જોરદાર રીતે સામે રાખવામાં આવશે.

શું છે 1 નવેમ્બરનો પ્લાન?

કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે ત્યારબાદ 1 નવેમ્બરે વોટ ચોરી વિરુદ્ધ દિલ્હી ચલો માર્ચ કાઢવામાં આવશે, જે રામલીલા મેદાનમાં એક વિશાળ સભાની સાથે સમાપ્ત થશે. તેમણે દાવો કર્યો કે આ સભામાં ઓછામાં ઓછા 10 લાખ જાગૃત નાગરિક સામેલ થશે.

વેણુગોપાલ પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ ઈન્ડિયા ગઠબંધનના દળોનો સંપર્ક કરી પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને આ દરમિયાન મોટી સંખ્યામાં દિલ્હીમાં હાજર રહેવાની વિનંતી કરી છે. કોંગ્રેસ અને તેમના સહયોગી દળો તાજેતરના મહિનાઓમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાતા યાદી સાથે જોડાયેલા મુદ્દાને લઈને ચૂંટણી પંચ, ખાસ કરી જ્ઞાનેશ કુમારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે પંચ આ આરોપોને નકારી રહ્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News