ભારતીયો પ્રત્યે આટલી નફરત કેમ? USમાં હિન્દુ મંદિરમાં માસ શૂટિંગનું કાવતરું ઘડનારાને પોલીસે દબોચ્યો
અમેરિકામાં રહેતા હિન્દુઓ પરથી એક મોટો ખતરો ટળ્યો છે કારણ કે જીવલેણ હુમલો કરવાનું કાવતરું ઘડી રહેલા એક 19 વર્ષના યુવકની પોલીસે ધરપકડ કરી છે. અત્યંત ચોંકાવનારી છે વિગતો.
અમેરિકામાં વસતા ભારતીયો અને હિન્દુ મંદિર પર હુમલાના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થતા હડકંપ મચી ગયો છે. માત્ર 19 વર્ષનો એક યુવક કે જેનું નામ એલેક્ઝેન્ડ્રોઝ પાપોરાકિસ છે તે હિન્દુ ઓ પર હુમલાની યોજના ઘડી રહ્યો હતો હોવાનું સામે આવ્યું છે જો કે તે પહેલા જ તેની ધરપકડ થઈ ગઈ. યુવક પેલેટીનનો રહીશ છે અને હાલ તેના વિરુદ્ધ તપાસ ચાલુ છે.
ટેક્નોલોજીનો આવો ઉપયોગ? 16 વર્ષની સગીરાની છેડતીના આરોપમાં પોલીસે રોબોટને પકડ્યો
નવરાત્રીમાં હુમલાનું કાવતરું?
- પોલીસને એવો શક છે કે આ ઈલિનોયના પેલેટીનમાં રહેતો આ 19 વર્ષનો યુવક એલેક્ઝેન્ડ્રોઝ પાપોરાકિસ નવરાત્રી દરમિયાન ઓરોરા વિસ્તારમાં આવેલા કોઈ હિન્દુ ધાર્મિક સ્થળને ટાર્ગેટ કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો. તેના પર ધમકીનો પણ આરોપ છે.
- પોલીસે એવું સ્પષ્ટ કર્યું છે કે કોઈ મંદિરને ટાર્ગેટ કરવાની કોશિશ હતી પરંતુ તેના વિશે હજુ પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
- પેલેટીન પોલીસના જણાવ્યાં મુજબ 11 ઓક્ટોબરે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસ તરફથી સંભવિત માસ શૂટિંગ અંગે માહિતી મળી હતી.
- એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેને પાપોરાકિસ તરફથી કેટલાક ચિંતાજનક ઈલેક્ટ્રોનિક સંદેશાઓ મળ્યા છે.
- માહિતી મળતા જ પેલેટીન અને માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસે જોઈન્ટ કાર્યવાહી હાથ ધરી અને 11 ઓક્ટોબરની સાંજે આરોપી ઘરેથી બહાર નીકળ્યો કે તેને ઝડપી લીધો.
- પકડ્યા બાદ તેના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું.
- પાપોરાકિસને બુધવારે રોલિંગ મીડોઝ સ્થિત કુક કાઉન્ટી થર્ડ મ્યુનિસિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર કરાયો જ્યાં કોર્ટે તેને કસ્ટડીમાં મોકલ્યો.
- આગામી પેશી હવે 30 ઓક્ટોબરે છે.
Trump Warning To Houthi: સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા ટ્રંપ, હુથી વિદ્રોહીઓને આપી ચેતવણી
તપાસમાં ચોંકાવનારો ખુલાસો
- પોલીસે જ્યારે આ યુવકના ઘરની તલાશી લીધી તો ત્યાંથી અત્યંત આઘાતજનક વસ્તુઓ મળી આવી.
- એક રાઈફલ, અનેક ભરેલી મેગેઝીન, ઢગલો કારતૂર, સામરિક ઉપકરણો, અનો બોડી આર્મરવાળી એક વેસ્ટ મળ્યા.
- વેસ્ટ પર શ્વેત વર્ચસ્વવાધી કટ્ટરપંથ સંબધિત તસવીરનો એક પેચ પણ મળી આવ્યો.
કેમ ભારતીયો વિરુદ્ધ આક્રોશ?
- તપાસમાં પોલીસને આરોપીએ લખેલો એક દસ્તાવેજ મળ્યો જેનું ટાઈટલ મે લડાઈ કેમ લડી: A.K.A..(ઓરોરા શૂટરનો મેનિફેસ્ટો) હતો.
- મીડિયા રિપોર્ટ્સ મુજબ પાપોરાકિસના સાથીઓનું કહેવું છે કે તે પોતાને વ્હાઈટ સુપરમેસિસ્ટ ગણાવતો હતો.
- સરળ ભાષામાં કહીએ તો ગોરી ચામડીવાળા સૌથી ઉપર એવી વિચારધારામાં તે માનતો હતો.
- તે એમ પણ કહેતો હતો કે તે ભારતીયોને મારવા માટે હવે વધુ રાહ જોઈ શકશે નહીં.
- એવા પણ સમાચાર છે કે બંદૂક જામ થઈ જવાના કારણે તે પકડાઈ ગયો અને તેના ખતરનાક મનસૂબા નિષ્ફળ ગયા.
- તપાસકર્તાઓના જણાવ્યાં મુજબ પાપોરાકિસે ભીડને ટાર્ગેટ કરીને ફાયરિંગના કથિત ષડયંત્ર રજૂ કરતો એક દસ્તાવેજ શેર કર્યો હતો.
11મીએ કરવાનો હતો હુમલો?
પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન જે જાણકારી મળી છે તે મુજબ પાપોરાકિસ રવિવારે 11 ઓક્ટોબરના રોજ હુમલાને અંજામ આપવાનું કાવતરું ઘડી રહ્યો હતો અને ઓરોરાનુમ કોઈ મંદિર ટાર્ગેટ થઈ શકે તેમ હતું. જો કે આ હુમલા માટે કયું સ્થળ નિર્ધારિત કર્યું હતું તે હજુ પણ સામે આવ્યું નથી અને મામલાની તપાસ ચાલુ છે. પોલીસને જાણકારી મળતા જ તેમણે તેને દબોચી લીધો. આ ઉપરાંત ઔરોરા પોલીસે પોતાના હદમાં આવતા હિન્દુ મંદિરોનો સંપર્ક કરીને હુમલાના કથિત કાવતરા અંગે સતર્ક પણ કર્યા.