• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સુરતની અનોખી ધાર્મિક આસ્થા: 202 વર્ષથી પારસી પરિવાર કરી રહ્યો છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું જતન

સુરતની અનોખી ધાર્મિક આસ્થા: 202 વર્ષથી પારસી પરિવાર કરી રહ્યો છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું જતન

Surat News: સુરતમાં ભાઈબીજના દિવસે 202 વર્ષ જૂની સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનાં દર્શન યોજાય છે. સંવત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત પધાર્યા હતા. સુરત રોકાણ દરમિયાન તે સમયના પારસી કોટવાળ અરદેશરની સેવાથી ભગવાન પ્રસન્ન થયા હતા. વિદાય સમયે ભગવાને અરદેશર કોટવાળને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટ આપ્યાં હતાં. ભગવાનની આ અમૂલ્ય ભેટને પારસી પરિવાર આજે પણ સાચવી રહ્યો છે. અરદેશર કોટવાળ બાદ તેમના પુત્ર જહાંગીરશાહ પાસે પાઘડી આવી હતી. જહાંગીરશાહનું નાની ઉંમરે અવસાન થતાં પાઘડી તેમના પત્ની ડોશીબાઈ પાસે રહી હતી. ત્યારબાદ પાઘડી સોરાબજી એડલજી વાડિયા પાસે પહોંચી હતી. હાલ વાડિયા પરિવારની ત્રીજી પેઢી પાઘડીનું જીવની જેમ જતન કરી રહી છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા પરિવાર દ્વારા પાઘડી માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે. લાકડાની ખાસ પેટીમાં પાઘડીને સુરક્ષિત રાખવામાં આવી છે, જેથી તેને કોઈ નુકસાન ન થાય.

Written ByKinjal Patel
Published: Nov 11, 2026, 10:13 AM IST|Updated: Nov 11, 2026, 10:26 AM IST
joinshare
સુરતની અનોખી ધાર્મિક આસ્થા: 202 વર્ષથી પારસી પરિવાર કરી રહ્યો છે સ્વામિનારાયણ ભગવાનની પાઘડીનું જતન

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Surat News: ભાઈબીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાગડી લોકો માટે દર્શન માટે મુકવામાં આવતી હોય છે. ત્યારે સંવત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં. જે આજે 194 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે અને જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે.

કાશ્મીરના પહાડો વચ્ચે દર્દનાક દુર્ઘટના; સોનમર્ગમાં ગુજરાતના 8 પ્રવાસીઓ સહિત ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 18 ઈજાગ્રસ્ત

આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા

બંધ બોક્ષમાં આ પાઘડી આજથી 202 વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. જી હાં આ પાઘડી કોઈ સામાન્ય નહિ પણ સદીઓ પૂર્વે સ્વામીનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 202 વર્ષ પૂર્વે  સ્વામીનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે.  પાઘની પાછળની ધાર્મિક વાયકા એમ છે કે  સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં.

સ્વામિનારાયણ ભગવાને ૧૯૪ વર્ષ પૂર્વે  અરદેશર કોટવાળને પાઘ આપી

સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી. જોકે સ્વામિનારાયણ ભગવાને ૧૯૪ વર્ષ પૂર્વે  અરદેશર કોટવાળને પાઘ આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી. અને ત્યાંરથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ જતન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે: જામનગરમાં ‘સહાયતા સેતુ’ના બનશે સાક્ષી, જાણો શું છે કાર્યક્રમ

વર્ષોથી પોતાના ધર્મ સાથે સવામિનારાયણ ધર્મને અપનાવ્યો..

મૂળ આ પરિવાર પરિવાર પારસી કોમ્યુનીટીનું છે, છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સવામિનારાયણ ધર્મને અપનાવ્યો છે. ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં લાકડાની પેટીમાં પાઘને નુકસાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે. અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

ઘણા લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે, પણ...

જોકે પારસી કેરશાસ્પજીએ જણાવ્યું હતું કે, ઘણા લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે અને તેના બદલામાં આર્થિક વળતર પણ ચૂકવાની વાત કરે છે પરંતુ આ અમારા પરીવારને ભગવાન દ્વારા અમુલ્ય ભેટ આપવામાં આવી છે અને ભેટનું આર્થિક મૂલ્યાંકન ન આંકી શકાય. પાઘના દર્શન કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને ભક્તો દર્શન કરવા આવતા અમને ધન્યતાનો અનુભવ પણ થાય છે. 

Gujarat News Live: PM મોદી ફરીથી આવશે ગુજરાત, જમ્મુ-કાશ્મીરમાં અમદાવાદ-સુરતના 8 પ્રવાસીઓને અકસ્માત, ખંભાતમાં ઓનરકિલિંગથી ચકચાર

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News