• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે: જામનગરમાં ‘સહાયતા સેતુ’ના બનશે સાક્ષી, જાણો શું છે કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે: જામનગરમાં ‘સહાયતા સેતુ’ના બનશે સાક્ષી, જાણો શું છે કાર્યક્રમ

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ જામનગરમાં યોજાનાર એક અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાને નવી ઊંચાઈ આપશે.

Written ByKinjal Patel
Published: Nov 11, 2026, 09:37 AM IST|Updated: Nov 11, 2026, 10:01 AM IST
joinshare
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આ તારીખે આવશે ગુજરાત પ્રવાસે: જામનગરમાં ‘સહાયતા સેતુ’ના બનશે સાક્ષી, જાણો શું છે કાર્યક્રમ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PM Modi Gujarat Visit: આગામી 17 થી 19 નવેમ્બર 2026 દરમિયાન એરફોર્સ સ્ટેશન જામનગર ખાતે બહુ-રાષ્ટ્રીય આપત્તિ રાહત કવાયત ‘સહાયતા સેતુ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના મહાનુભાવો, CDS અને ત્રણેય પાંખના સેનાપતિઓ આ કવાયતના સાક્ષી બનશે.

  • 13-14 નવેમ્બર PM મોદી ગુજરાત આવશે 
  • અંબાજી મંદિર દર્શન કરવા જશે પીએમ મોદી 
  • 14 નવેમ્બર અંબાજી મંદિર દર્શન કરશે પીએમ મોદી
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 નવેમ્બર રાત્રે 9:00 વાગ્યા બાદ દિલ્હી થી અમદાવાદ એરપોર્ટ આવશે 
  • અમદાવાદ એરપોર્ટ થી સીધાજ લોક ભવન એટલે કે રાજભવન માં રાત્રી રોકાણ કરશે 
  • 14 તારીખ ના રોજ સવારે 10:00 વાગ્યા બાદ બનાસકાંઠા હેલિકોપ્ટર માર્ગે જવાની કરશે 
  • અંબાજી મંદિરમાં 12:30 વાગ્યાની આસપાસ માં અંબાજીની પૂજા અર્ચના કરશે 
  • પૂજા અર્ચના કર્યા બાદ બપોરે સીધા દિલ્હી પ્રધાનમંત્રી પરત ફરશે

ભારતીય વાયુસેનાનું નેતૃત્વ

આ ઐતિહાસિક કવાયતના સાક્ષી બનવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તેમજ ભારતીય આર્મી, નેવી અને વાયુસેના- ત્રણેય પાંખના સેનાપતિઓ પણ હાજર રહેશે.

PM મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે: જામનગરમાં ૧૭ થી ૧૯ દરમિયાન 'સહાયતા સેતુ' કવાયતનું ભવ્ય આયોજન, ત્રણેય સેનાના પ્રમુખો રહેશે ઉપસ્થિત #Gujarat #BreakingNews #News https://t.co/Qssh50jswf

— Zee 24 Kalak (@Zee24Kalak) November 10, 2026

 ‘સહાયતા સેતુ’ કવાયતમાં મિત્ર વિદેશી દેશોની ટીમો પણ ઉત્સાહભેર જોડાશે

‘સહાયતા સેતુ’ કવાયતમાં ભારતની રાષ્ટ્રીય આપત્તિ રાહત એજન્સીઓ ઉપરાંત મિત્ર વિદેશી દેશોની ટીમો પણ ઉત્સાહભેર જોડાશે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આપત્તિ સમયે સામૂહિક તૈયારીઓને ધારદાર બનાવવાનો અને વિવિધ દેશો વચ્ચે પરસ્પર સંકલન મજબૂત કરવાનો છે.

ભારતીય વાયુસેનાની ક્ષમતા અને માનવતાવાદી સંકલ્પ

ભારતીય વાયુસેના પોતાની અસાધારણ એરલિફ્ટ ક્ષમતા અને વ્યાપક અનુભવના આધારે કોઈપણ કટોકટીના સમયે નાગરિક વહીવટીતંત્રને ઝડપી અને અસરકારક સહાય પૂરી પાડવા માટે સદા તત્પર છે. આપત્તિઓને કોઈ ભૌગોલિક સીમાઓ હોતી નથી, તેથી તાત્કાલિક કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા વધુમાં વધુ લોકોના જીવ બચાવવાનો દ્રઢ સંકલ્પ આ કવાયત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ‘સહાયતા સેતુ’ માત્ર એક કવાયત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય મિત્રતા, એકતા અને માનવતાવાદી સેવાની સહિયારી જવાબદારીનું પ્રતીક બનશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News