Jammu Kashmir Accident: કાશ્મીર ફરવા નીકળેલા પ્રવાસીઓ માટે મંગળવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. સોનમર્ગના નયનરમ્ય નજારાઓ માણીને શ્રીનગર તરફ પરત ફરી રહેલી એક ટેમ્પો ટ્રાવેલર અચાનક અનિયંત્રિત થઈને 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ દર્દનાક હોનારતમાં અમદાવાદ અને સુરતના 8 પ્રવાસીઓ સહિત કુલ 18 લોકો ગંભીર રીતે ઘવાયા છે.
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ નજીક આ દુર્ઘટના ઘટી હતી. પ્રવાસીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલર સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક રસ્તા પરથી નીચે ઉતરીને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. વાહન ખીણમાં ખાબકતા જ ચીસાચીસ મચી ગઈ હતી અને પ્રવાસનો આનંદ ક્ષણભરમાં ચીસાચીસ થઈ ગઈ હતી.
STORY | Eight from Gujarat, West Bengal injured as vehicle plunges into gorge in J-K's Ganderbal Eight tourists from Gujarat and West Bengal were injured in a road accident in Ganderbal district of Jammu and Kashmir on Tuesday, officials said here. A tempo traveller carrying tourists plunged into a gorge at Gund in the Kangan area of the district, resulting in injuries to eight people, including the driver. READ: https://t.co/gxeKtHMcXK VIDEO | (Source: Third Party)
— Press Trust of India (@PTI_News) November 10, 2026
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. દુર્ગમ વિસ્તાર હોવા છતાં લોકોએ માનવતા દાખવીને બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોનમર્ગ, ગુંડ અને ગનીવનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી તાબડતોબ એમ્બ્યુલન્સો સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી.
તમામ 18 ઈજાગ્રસ્તોને સૌપ્રથમ નજીકના PHC ગુંડ ખાતે લઈ જઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી તબીબોએ વધુ અદ્યતન સારવાર માટે તમામ દર્દીઓને શ્રીનગરના સૌરા સ્થિત આવેલી સુપ્રસિદ્ધ 'શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' (SKIMS) હોસ્પિટલમાં રિફર કર્યા હતા. આ ઘટનામાં માહિતી મળી છે કે તમામ 18 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે, જેમાં 6 લોકોની સ્થિતિ અત્યંત નાજુક છે.
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કાશ્મીર ફરવા આવ્યા હતા. અમદાવાદ અને સુરતના રહીશો જેમાં શારદા બેન (58), રમેશ ભાઈ (59), શોભા બેન (50), રાજેશ કુમાર, દાયશા (42) ઉપરાંત મુકેશ ભાઈ, કલા બેન અને રોહન ભાઈનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારના સ્વર્ણદ્યુતિ ઘોષ (24), માલા ઘોષ (48) અને સુરજીત ઘોષ (61) અને પંજાબના ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઈવર જગદીશ (રહે. ગુરદાસપુર)નો સમાવેશ થાય છે.
અમદાવાદ અને સુરતના 5 પ્રવાસીઓ શારદા બેન, રમેશ ભાઈ, દાયશા, શોભા બેન અને રાજેશ કુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ (Head Injuries) પહોંચી છે. આ સિવાય સ્વર્ણદ્યુતિ ઘોષને થાપાના ભાગે હાડકાનું ફ્રેક્ચર અને સુરજીત ઘોષને છાતીના ડાબા ભાગમાં ગંભીર ઈજા પહોંચી છે. હાલમાં શ્રીનગરની SKIMS હોસ્પિટલમાં તમામ ઈજાગ્રસ્તો પર તબીબોની વિશેષ ટીમ દ્વારા સારવાર ચલાવવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.