• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ભડકો: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ડબ્બાનો ભાવ સાંભળી લાગશે આંચકો!

રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ભડકો: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ડબ્બાનો ભાવ સાંભળી લાગશે આંચકો!

Rajkot News: દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ ખાદ્યતેલ બજારમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ ગણાતા રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. મોંઘવારીનો વધુ એક માર પડતા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે હવે ઘર ચલાવવું વધુ કપરું બની રહ્યું છે.

Written ByKinjal Patel
Published: Nov 15, 2026, 12:14 PM IST|Updated: Nov 15, 2026, 12:46 PM IST
joinshare
રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ભડકો: ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, ડબ્બાનો ભાવ સાંભળી લાગશે આંચકો!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajkot News: રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20થી 30નો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારાને કારણે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂ. 3,150ની સપાટી વટાવી ગયો છે. દિવાળી બાદ સતત વધી રહેલા ભાવને કારણે બજારમાં ગરમાવો આવી ગયો છે અને રિટેલ ગ્રાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમૂલ દ્વારા દૂધ-દહીં બાદ હવે છાસમાં મોંઘવારીનો ડામ: ભાવ વધાર્યા વગર ગ્રાહકોના ખિસ્સા પર ફેરવી કાતર

સિંગતેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું

શાકભાજી, કઠોળ અને મસાલા બાદ હવે સિંગતેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ, બજારની વર્તમાન સ્થિતિ જોતા આગામી દિવસોમાં પણ ભાવમાં વધુ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલું જ નહીં, આખા વર્ષ દરમિયાન સિંગતેલના ભાવમાં કોઈ મોટો ઘટાડો નહીં આવે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે, જે સામાન્ય જનતા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

મોંઘવારીનો વધુ એક માર! CNGના ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો, જાણો ક્યાં વધ્યા ભાવ

ભાવ વધારા પાછળ પુરવઠા અને માંગનું અસંતુલન જવાબદાર

બજારના જાણકારોના મતે, સિંગતેલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારા પાછળ પુરવઠા અને માંગનું અસંતુલન જવાબદાર છે. એક તરફ મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થતા બજારમાં સિંગતેલના પુરવઠા પર સીધી અસર પડી છે, તો બીજી તરફ બજારમાં સિંગતેલની માંગ યથાવત જળવાઈ રહી છે. ઓછા પુરવઠા સામે સતત રહેતી માંગને કારણે તેલ મિલો અને બજારમાં ભાવ ઊંચકાઈ રહ્યા છે.

તહેવારોની ભીડ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદથી મધુબની માટે ખાસ ટ્રેનની જાહેરાત, જાણો કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ

સમાચારનો સાર:-

  • રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં મોટો ઉછાળો...
  • ખુલતી બજારમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ.20થી 30નો વધારો...
  • સારી ક્વોલિટીના સિંગતેલનો એક ડબ્બો રૂ.3150ને પાર...
  • સિંગતેલના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે...
  • ઉત્પાદન ઘટતાં બજારમાં પુરવઠા પર અસર...
  • બીજી તરફ સિંગતેલની માંગ યથાવત રહેતાં ભાવમાં ઉછાળો....
  • દિવાળી બાદ હવે સિંગતેલના ભાવમાં સતત તેજીનો માહોલ...
  • આગામી દિવસોમાં પણ ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા...
  • વર્ષ દરમિયાન સિંગતેલના ભાવમાં ઘટાડો નહીં આવે તેવી વેપારીઓની આગાહી...

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News