Ahmedabad to Madhubani Special Train: પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની સીઝન દરમિયાન યાત્રીઓની વધારાની ભીડને જોતાં તેમની સુવિધા માટે અમદાવાદ અને મધુબની વચ્ચે વિશેષ ભાડા પર વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.
આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે :
ટ્રેન નંબર 09431 અમદાવાદ-મધુબની વન-વે સ્પેશિયલ ટ્રેન 15 નવેમ્બર 2026 (રવિવાર) ના રોજ અમદાવાદથી સવારે 10:10 કલાકે પ્રસ્થાન કરશે તથા મંગળવારના રોજ રાત્રે 01:40 કલાકે મધુબની પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સીહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પં. દીન દયાલ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર, હાજીપુર, મુજફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09431 ની ટિકિટોનું બુકિંગ 14 નવેમ્બર 2026 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચોની સંરચનાની વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.