• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ઉછાળો, અમૂલનો હવે છાસમાં મોંઘવારીનો ડામ, હર્ષ સંઘવીએ કર્યું આદિવાસી નૃત્ય
Live Now

રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ઉછાળો, અમૂલનો હવે છાસમાં મોંઘવારીનો ડામ, હર્ષ સંઘવીએ કર્યું આદિવાસી નૃત્ય

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 15 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Nov 15, 2026, 08:42 AM IST|Updated: Nov 15, 2026, 03:42 PM IST
joinshare
રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ઉછાળો, અમૂલનો હવે છાસમાં મોંઘવારીનો ડામ, હર્ષ સંઘવીએ કર્યું આદિવાસી નૃત્ય
15 Nov 2026 12:04 IST
share

Gujarat News Live: રાજકોટની 190 ગૌશાળાને સાત મહિનાથી સહાય ન મળતા સંચાલકો મુશ્કેલીમાં, પશુદીઠ સહાય વધારી રૂ. 100 કરવા માંગ

દુષ્કાળના કપરા વર્ષમાં રાજકોટ જિલ્લાની 190 ગૌશાળાના સંચાલકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. 'ગૌમાતા પોષણ યોજના' હેઠળ છેલ્લા સાત મહિનાથી સહાય ચૂકવવામાં ન આવી હોવાથી તેમજ એપ્રિલ, મે અને જૂન મહિનાના બિલ અટકી પડવાથી સ્થિતિ અત્યંત કથળી છે. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી વારંવાર રજૂઆતો કરવા છતાં સહાયમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે 43,535 પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બન્યો છે. હાલ ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી પશુદીઠ મળતી માત્ર 30 રૂપિયાની સહાય અપૂરતી હોવાનું જણાવી સંચાલકોએ સહાયની રકમ વધારીને પશુદીઠ 100 રૂપિયા કરવાની ઉગ્ર માંગ કરી છે.
 

15 Nov 2026 12:03 IST

Gujarat News Live: કડીમાં સાંસદ રાજુ શુક્લાની સૂચક ટકોર: 'વ્યક્તિઓના ઝભ્ભા પકડવા કરતાં કમળ પકડવું સારું'

મહેસાણાના કડીમાં વિનોદ પટેલના 65મા જન્મદિવસ નિમિત્તે આયોજિત જાહેરસભા અને રક્તદાન કેમ્પમાં સાંસદ રાજુ શુક્લાના નિવેદનથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. નીતિન પટેલ અને ઋષિકેશ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં તેમણે કાર્યકરોને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે ભાજપમાં વ્યક્તિ કરતાં પક્ષ અને વિચારધારા મોટી છે, તેથી 'વ્યક્તિઓના ઝભ્ભા પકડવા કરતાં કમળ પકડવું સારું'. તેમણે 'બટોગે તો કટોગે'નો ઉલ્લેખ કરીને ભાજપની એકતા જાળવવા હાકલ કરી હતી અને આંતરિક મનદુઃખ જાહેરમાં લાવવાને બદલે કાનમાં કહેવાની સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં એક તરફ 1609 બોટલ રક્તદાનનો સેવાયજ્ઞ સંપન્ન થયો, તો બીજી તરફ રાજકીય કડવાશ દૂર કરવાની આ શિખામણ બાદ હવે એકતાની કસોટી પર સૌની નજર ટકી છે.

15 Nov 2026 12:03 IST

Gujarat News Live: અમદાવાદના સરખેજમાં મકાનના ભોંયરામાંથી ઝડપાઈ ડ્રગ્સની ફેક્ટરી, મકાનમાલિકની અટકાયત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મોટી કાર્યવાહી કરતા એક મકાનના ભોંયરામાં ચાલતી ગેરકાયદેસર ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે NCBની ટીમે દરોડો પાડીને સ્થળ પરથી ડ્રગ્સ બનાવવા માટે વપરાતો મોટો જથ્થો અને કાચો માલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન તપાસ એજન્સીએ મકાનમાલિકની અટકાયત કરીને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે અને ડ્રગ્સનો સપ્લાય ક્યાં કરવામાં આવતો હતો તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.

15 Nov 2026 12:03 IST

Gujarat News Live: મહેસાણામાં એસ.ટી બસચાલકે નશામાં ધૂત થઈને લોકોના જીવ જોખમમાં મુક્યા, બસ રોડની સાઈડની ઉતારી

મહેસાણામાં એક એસ.ટી. બસના ચાલકે નશાની હાલતમાં બસ ચલાવીને મુસાફરો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. નશામાં ધૂત બનેલા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આરોપી બસચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

15 Nov 2026 12:02 IST

Gujarat News Live: સિંગતેલના ભાવમાં ભડકો: ડબ્બો રૂપિયા 3150ને પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

દિવાળીના તહેવારો બાદ પણ ખાદ્યતેલની તેજી અટકવાનું નામ નથી લઈ રહી. રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20થી 30નો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે સારી ક્વોલિટીના સિંગતેલના એક ડબ્બાનો ભાવ રૂ. 3150ની સપાટી વટાવી ગયો છે. મગફળીનું ઉત્પાદન ઘટવાથી બજારમાં પુરવઠા પર સીધી અસર પડી છે, જ્યારે બીજી તરફ બજારમાં સિંગતેલની માંગ યથાવત રહેતા ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓના મતે આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેશે અને સમગ્ર વર્ષ દરમિયાન ભાવમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નહિવત છે. મોંઘવારીના આ વધુ એક મારથી સામાન્ય વર્ગ અને ગૃહિણીઓના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

15 Nov 2026 12:02 IST

Gujarat News Live: હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બિરસા મુંડાની જન્મજ્યંતીની ઉજવણી, હર્ષ સંઘવી આદિવાસી નૃત્ય કરતાં દેખાયા..

વલસાડ ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજ્યંતીના અવસરે યોજાયેલા ભવ્ય કાર્યવાહકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને માન આપતા હર્ષ સંઘવીએ ઉત્સાહભેર સ્થાનિક કલાકારો સાથે આદિવાસી નૃત્ય પણ કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં જોશ અને અનેરો ઉમંગ છવાઈ ગયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીએ તેમની આ સાદગી અને લોકભોગ્ય શૈલીને ખુલ્લા મને વધાવી લીધી હતી.

15 Nov 2026 09:08 IST

Gujarat News Live: સુરતથી યુપી-બિહાર જતા મુસાફરો માટે રાહત: રવિવાર અને સોમવારે દોડાવાશે વધુ 6 વિશેષ ટ્રેનો

સુરતથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા પ્રવાસીઓને પોતાના વતન પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા વધુ 6 વિશેષ ટ્રેનો દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 15 અને 16 નવેમ્બર (રવિવાર અને સોમવાર)ના રોજ આ વધારાની ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે. જોકે યુપી અને બિહાર તરફ જતા મોટાભાગના મુસાફરો અગાઉ રવાના થઈ ચૂક્યા છે, તેમ છતાં બાકી રહી ગયેલા પ્રવાસીઓની સુવિધા અને ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

15 Nov 2026 09:07 IST

Gujarat News Live: અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહની પજવણીનો ચોંકાવનારો વીડિયો વાયરલ: વનવિભાગની ભૂમિકા સામે સવાલો

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં બાઈક વડે સિંહને ખદેડીને પજવણી કરાતી હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં બાઈક સવાર પાસે વોકી-ટોકી દેખાવાની સાથે ઘટનાસ્થળેથી વનવિભાગની સરકારી બોલેરો ગાડી પણ પસાર થતી જોવા મળતા ખુદ વનતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વન્યજીવ સંરક્ષણના મોટા દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી કરતું તંત્ર હવે પોતાના જ કર્મચારીઓ સામે શું પગલાં લેશે તે અંગે ચર્ચાઓ જાગી છે, અને વાયરલ વીડિયોની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

15 Nov 2026 09:07 IST

Gujarat News Live: અમરેલીના આંબરડી સફારી પાર્કમાં સિંહની પજવણીનો ચોંકાવનારો વીડિયો વાયરલ: વનવિભાગની ભૂમિકા સામે સવાલો

અમરેલીના આંબરડી સફારી પાર્કમાં બાઈક વડે સિંહને ખદેડીને પજવણી કરાતી હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં બાઈક સવાર પાસે વોકી-ટોકી દેખાવાની સાથે ઘટનાસ્થળેથી વનવિભાગની સરકારી બોલેરો ગાડી પણ પસાર થતી જોવા મળતા ખુદ વનતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વન્યજીવ સંરક્ષણના મોટા દાવાઓ વચ્ચે સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી કરતું તંત્ર હવે પોતાના જ કર્મચારીઓ સામે શું પગલાં લેશે તે અંગે ચર્ચાઓ જાગી છે, અને વાયરલ વીડિયોની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

15 Nov 2026 09:07 IST

Gujarat News Live: અમદાવાદમાં છઠ પૂજાને લઈને મનપા તંત્ર સજ્જ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજા માટે વિશેષ ઘાટ તૈયાર

અમદાવાદમાં ઉત્તર ભારતીય પરિવારો દ્વારા આસ્થાપૂર્વક ઉજવાતા ચાર દિવસીય છઠ મહાપર્વને લઈને મનપા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર વિશેષ ઘાટ તૈયાર કરવાની સાથે આ વર્ષે ઇન્દિરા બ્રિજ નીચે પણ બે નવા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નદીમાં પૂરતું પાણી છોડવામાં આવ્યું છે. ઘાટ અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરીની સાથે આકર્ષક લાઇટિંગ, સજાવટ અને વિશાળ સ્ટેજ ઊભું કરવામાં આવ્યું છે, તેમજ ભીડને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ મહાપર્વ દરમિયાન વ્રતધારીઓ 36 કલાકના નિર્જળ ઉપવાસ રાખી અસ્ત થતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી પરિવારની સુખ-સમૃદ્ધિ તથા સંતાનના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરશે, જેને લઈને શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

15 Nov 2026 09:06 IST

Gujarat News Live: અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર મધ્યમ સ્થિતિએ: એરપોર્ટ વિસ્તાર 'ઓરેન્જ એલર્ટ' પર

અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનું સ્તર મધ્યમ સ્થિતિએ નોંધાયું છે, જેમાં શહેરનું સરેરાશ PM 10 AQI 156 પર પહોંચ્યું છે. મિનિસ્ટ્રી ઓફ અર્થ એન્ડ સાયન્સની 'સફર' (SAFAR) એપ્લિકેશનના આંકડા મુજબ, સૌથી વધુ પ્રદૂષણ અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં નોંધાયું છે, જ્યાં PM 10 AQI 222 સુધી પહોંચતા તેને 'ઓરેન્જ એલર્ટ' પર મૂકવામાં આવ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે શહેરના તમામ સ્ટેશનો પર AQI 100ને પાર થઈ જતાં એક પણ વિસ્તારની હવા સારી કે સંતોષકારક રહી નથી; જેમાં ગ્યાસપુરમાં 178, રખિયાલમાં 151, રાયખડમાં 148 અને ચાંદખેડામાં 129 AQI નોંધાયું છે.
 

15 Nov 2026 09:06 IST

Gujarat News Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લેશે છોટાઉદેપુરની મુલાકાતે, ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે લેશે મુલાકાત

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે આજે છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના 'જનજાતીય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SN કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરીને તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, મુખ્યમંત્રી સવારે 9:45 વાગ્યે હેલિપેડ ખાતે આવી પહોંચશે અને ત્યારબાદ ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરીને એક ભવ્ય રોડ શોમાં જોડાશે. મુખ્યમંત્રીના આગમન અને રાજ્યકક્ષાના આ મહોત્સવને સફળ બનાવવા માટે સમગ્ર વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

15 Nov 2026 09:06 IST

Gujarat News Live: સુરત રેલવે પોલીસની મોટી કાર્યવાહી: પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 8.55 લાખનો બિનવારસી ગાંજો ઝડપાયો

સુરત રેલવે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રેનના રિઝર્વેશન કોચ નંબર બી-6ની સીટ નંબર 57 પાસેથી પોલીસને બિનવારસી હાલતમાં 17.115 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત 8.55 લાખ રૂપિયાથી વધુ થાય છે. હાલ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ગાંજો કોણ લાવ્યું હતું અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

15 Nov 2026 09:06 IST

Gujarat News Live: રાજકોટમાં TRB જવાનોની દાદાગીરીનો વીડિયો વાયરલ: મહિલા સાથે કરી ઝપાઝપી

રાજકોટની ગોંડલ ચોકડી પાસે ટ્રાફિક રેગ્યુલેશનની ડ્યુટી પર રહેલા TRB જવાનોની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સીટ બેલ્ટ પહેરવા બાબતે થયેલી બોલાચાલી બાદ TRB જવાનોએ એક મહિલા સાથે ઝપાઝપી કરી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘર્ષણમાં મહિલાને ઈજાઓ પહોંચતા મામલો ગરમાયો હતો અને તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા આસપાસના CCTV ફૂટેજની સઘન તપાસ કરીને કસૂરવાર જવાનો સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.

15 Nov 2026 09:05 IST

Gujarat News Live: જૂનાગઢમાં ટ્રેન અડફેટે સિંહણનું કરૂણ મોત! ખંભાળિયા નજીક ઓજત નદી પાસે બપોરે 12:30 વાગ્યે બની દુર્ઘટના

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળિયા નજીક ઓજત નદી પાસે બપોરે 12:30 વાગ્યે ટ્રેનની અડફેટે આવી જતાં એક સિંહણનું કરૂણ મોત નિપજ્યું છે. આ દુર્ઘટનામાં 5થી 9 વર્ષની વયની સિંહણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

15 Nov 2026 09:05 IST

Gujarat News Live: ગાંધીનગરમાં માનવતાને શરમાવતી ઘટના! દહેગામના અંગુથલા ગામે ગૌચરના કોતરમાંથી નવજાત બાળકી મળી

ગાંધીનગરના દહેગામ તાલુકાના અંગુથલા ગામેથી માનવતાને શરમાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ગૌચરના કોતરમાંથી એક લાવારીસ નવજાત બાળકી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ '108' એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક બાળકીને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અમાનવીય કૃત્ય કરનાર અજાણી માતા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને બાળકીને ત્યજીજનારની શોધખોળ માટે સઘન તપાસ શરૂ કરી છે.

15 Nov 2026 09:05 IST

Gujarat News Live: ગાંધીનગરમાં માનવતાને શરમાવતી ઘટના! દહેગામના અંગુથલા ગામે ગૌચરના કોતરમાંથી નવજાત બાળકી મળી

ગાંધીનગરના દહેગામ તાલુકાના અંગુથલા ગામેથી માનવતાને શરમાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ગૌચરના કોતરમાંથી એક લાવારીસ નવજાત બાળકી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ '108' એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક બાળકીને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અમાનવીય કૃત્ય કરનાર અજાણી માતા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને બાળકીને ત્યજીજનારની શોધખોળ માટે સઘન તપાસ શરૂ કરી છે.

15 Nov 2026 09:04 IST

Gujarat News Live: પાકિસ્તાન સામેની જીત બાદ ભારતભરમાં દિવાળી જેવા માહોલ, અમદાવાદ, રાજકોટ, મહેસાણા સહિત અનેક શહેરોમાં ઉજવણી

પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં ભારતીય ટીમની શાનદાર જીત બાદ સમગ્ર દેશમાં દિવાળી જેવો ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. આ ભવ્ય વિજયની ખુશીમાં ગુજરાતના અમદાવાદ, રાજકોટ, મહેસાણા સહિતના અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ક્રિકેટપ્રેમીઓએ ફટાકડા ફોડીને અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ઐતિહાસિક જીતની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી.

15 Nov 2026 09:04 IST

ujarat News Live: અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, ગુજરાતી ક્રિકેટર્સ મોહિત ઉલ્વા અને કાવ્ય પટેલે જીતાડી મેચ

ઓમાન ખાતે રમાયેલા અંડર-19 એશિયા કપની રોમાંચક ફાઇનલ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ ઐતિહાસિક જીતમાં ગુજરાતના યુવા ક્રિકેટર્સ મોહિત ઉલ્વા અને કાવ્ય પટેલે પોતાની કમાલની રમતથી મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને ખેલાડીઓએ મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમને પોતાના દમ પર વિજય અપાવ્યો હતો, જેના કારણે સમગ્ર ગુજરાત અને દેશભરમાં ગર્વની લાગણી ફેલાઈ ગઈ છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..