SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટ: હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, કેટરિંગ કામગીરી સાથે સંકળાયેલા 15થી વધુ કર્મચારીઓની અટકાયત

રાજકોટના સરાઝા હોટેલ હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં પોલીસની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. દારૂની મહેફિલ મામલે હવે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. કેટરિંગની કામગીરી સાથે સંકળાયેલા 15થી વધુ કર્મચારીઓની પોલીસે અટક કરી છે.

Written By Viral Raval
Published: Nov 02, 2026, 09:31 AM IST | Updated: Nov 02, 2026, 09:45 AM IST
Image Credit: AI Generated Image with Video Grab
Join

 રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં ચાલતી હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા. ડેકોરા બિલ્ડર ગ્રુપના ચિરાગ પટેલના જન્મદિવસની એડવાન્સ પાર્ટીનું આ આયોજન હતું. જેમાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી. જેના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં 38 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં પાર્ટીમાં સામેલ 35 લોકો અને હોટેલના સ્ટાફમાંથી 3 લોકોનો સમાવેશ થાય છે. રાજકોટ અને મોરબીના લોકો આ પાર્ટીમાં સામેલ હતા. આ હાઈપ્રોફાઈલ પાર્ટીએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. આ મામલે મોટા અપડેટ એ આવ્યા છે કે કેટરિંગમાં સંકળાયેલા 15થી વધુ કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે.

રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે અનેક મોટા ખુલાસા, કોણ છે ચિરાગ પટેલ? એક ધારાસભ્યના ભાઈ-ભાભી સહિત 38 સામે કાર્યવાહી

15થી વધુ કેટરિંગ કર્મચારીઓની અટકાયત, થશે મોટા  ખુલાસા!

MLAના પિતરાઈ ભાઈએ જમાવી મહેફિલ!

રાજકોટમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; 43 પુરુષો અને 33 મહિલાઓ ઝડપાઈ; મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર બાંધવા પડ્યા!

પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠ્યા!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES