• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /વિસાવદરના રાજકારણમાં નવો વળાંક: 'આયાતી' ઉમેદવારો સામે લેઉવા પટેલ સમાજ મેદાને, સ્થાનિકોને ટિકિટ આપવા મહાસંમેલન!

વિસાવદરના રાજકારણમાં નવો વળાંક: 'આયાતી' ઉમેદવારો સામે લેઉવા પટેલ સમાજ મેદાને, સ્થાનિકોને ટિકિટ આપવા મહાસંમેલન!

Visavadar News: વિસાવદર વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક આગેવાનો અને લેઉવા પટેલ સમાજની ઉદ્યોગપતિઓ મેદાને આવ્યા છે. સ્થાનિક સક્ષમ આગેવાનોને બદલે સતત ઉપેક્ષા થઈ રહી હોવાના રોષ સાથે હવે ખુદ સમાજ અને આયાતી ઉમેદવારો લાદવામાં આવતા ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

Written ByKinjal Patel
Published: Nov 14, 2026, 10:45 AM IST|Updated: Nov 14, 2026, 10:59 AM IST
joinshare
વિસાવદરના રાજકારણમાં નવો વળાંક: 'આયાતી' ઉમેદવારો સામે લેઉવા પટેલ સમાજ મેદાને, સ્થાનિકોને ટિકિટ આપવા મહાસંમેલન!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Visavadar News: રાજકારણના એપીસેન્ટર સમાન વિસાવદર વિધાનસભા બેઠક પર રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક આગેવાનો અને લેઉવા પટેલ સમાજની સતત થઈ રહેલી ઉપેક્ષા સામે હવે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના કારણે સ્થાનિક આગેવાનો અને લેઉવા પટેલ સમાજની ઉદ્યોગપતિઓ મેદાને આવ્યા છે. લેઉવા પટેલની સમાજની રાજકીય તાકાત દર્શાવવા માટે વિસાવદર તાલુકાના સુખપુર ગામે અંદાજે 25,000 લેઉવા પાટીદારોનું વિશાળ સંમેલન યોજાવા જઈ રહ્યું છે.

દુબઈ પ્રવાસે ગયેલા સુરતના મનસૂર પરિવાર પર આભ ફાટ્યું: ફુજૈરાહમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 13 વર્ષીય કિશોરનું મોત

સુરતના ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણીએ બળાપો ઠાલવ્યો, ઉપેક્ષા અટકાવવા પાટીદાર સંમેલન
વિસાવદરના લેઉવા પટેલ સમાજના અગ્રણી અને સુરતના ઉદ્યોગપતિ બીપીનભાઈ રામાણીએ પક્ષોની નીતિ સામે ખુલ્લો બળાપો ઠાલવ્યો છે. અગાઉ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના રાતીધારના કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર જિલ્લાના ગોપાલ ઈટાલીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ બાબત સાબિત કરે છે કે રાજકીય પક્ષો સતત સ્થાનિક પ્રતિભાને અવગણી રહ્યા છે.

આયાતીઓને લાદીને વિસાવદરના આગેવાનોને હાંસિયામાં ધકેલાતાં લેઉવા પટેલ સમાજમાં રોષ
"શું વિસાવદરમાં સક્ષમ અને સારા નેતાઓની કોઈ જ ખોટ છે?" તેવા ગંભીર સવાલો આજે રાજનીતિ સાથે જોડાયેલા પંડિતો ચર્ચા કરી રહ્યા છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને પોતાની રાજકીય તાકાત દર્શાવવા માટે વિસાવદર તાલુકાના સુખપુર ગામે અંદાજે 25,000 લેઉવા પાટીદારોનું વિશાળ સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન પૂર્વે પટેલ સમાજની તમામ અગ્રણી સંસ્થાઓ, કેળવણી મંડળો, સમાજની વાડીઓ અને વિવિધ આગેવાનો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

અમૂલ બાદ હવે આ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો! દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા સુધીનો વધારો, પશુપાલકોને રાહત

આગામી દિવસોમાં આ સંમેલનને લઈને વ્યાપક રણનીતિ જાહેર કરવામાં આવશે...
આયોજકોના જણાવ્યા અનુસાર, આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કે 'આપ' અગાઉ જેવી ભૂલો ન દોહરાવે તે માટે પક્ષોની આંખ ઉઘાડવાનો આ કાર્યક્રમ છે. આ આંદોલન કોઈ ચોક્કસ રાજકીય પક્ષના વિરોધ માટે નથી, પરંતુ વિસાવદરના સ્થાનિક લોકોને રાજકીય રીતે યોગ્ય પ્રતિનિધિત્વ અને હક્ક-અધિકાર અપાવવા માટે છે. જે પક્ષ સ્થાનિક પ્રજાના સાચા હિતને પ્રાધાન્ય આપશે, સમાજ ભવિષ્યમાં તેને જ સમર્થન આપશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News