• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /દુબઈ પ્રવાસે ગયેલા સુરતના મનસૂર પરિવાર પર આભ ફાટ્યું: ફુજૈરાહમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 13 વર્ષીય કિશોરનું મોત

દુબઈ પ્રવાસે ગયેલા સુરતના મનસૂર પરિવાર પર આભ ફાટ્યું: ફુજૈરાહમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 13 વર્ષીય કિશોરનું મોત

Surat News: દિવાળી વેકેશનમાં દુબઈ ફરવા ગયેલા સુરતના મનસૂર પરિવારને ફુજૈરાહમાં ભયાનક અકસ્માત નડ્યો. અકસ્માતમાં ગંભીર રીતે દાઝેલા 13 વર્ષીય આતીફ મનસૂરનું સારવાર દરમિયાન મોત. દિવાળીની રજાઓમાં વિદેશ પ્રવાસે ગયેલા પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ. અકસ્માતમાં પરિવારના અન્ય ત્રણ સભ્યો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત. ઈમરાનભાઈ, પત્ની સમીરાબેન અને પરિવારની શર્મીન હોસ્પિટલમાં સારવાર હેઠળ. પરિવારના જણાવ્યા મુજબ શબીના અને શર્મીન ICUમાં સારવાર હેઠળ છે. ઈમરાનભાઈની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું.

Written ByKinjal Patel
Published: Nov 14, 2026, 09:54 AM IST|Updated: Nov 14, 2026, 10:08 AM IST
joinshare
દુબઈ પ્રવાસે ગયેલા સુરતના મનસૂર પરિવાર પર આભ ફાટ્યું: ફુજૈરાહમાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 13 વર્ષીય કિશોરનું મોત

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Surat News: દિવાળીમાં દુબઈ ફરવા ગયેલા સુરતના મનસૂર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જી હા.. યુએઈના ફુજૈરાહ ખાતે મધરાતે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં સુરતના પરિવારનો 13 વર્ષીય પુત્ર આતીફ મનસૂર ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે દુબઈ ફરવા ગયેલા પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.

Gujarat News Live: અમેરિકામાં 13 હજારથી વધુ વિમાનો થંભ્યા, લાભ પાંચમના પાવન પર્વે આજથી ફરી ધંધા-વેપાર ધમધમતાં થશે, PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ

કાર પલટી જતાં પરિવારના અન્ય સભ્યો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા...

સુરતના નાણાંવટ વિસ્તારમાં આવેલા અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ઈમરાનભાઈ મનસૂર પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓ ફરવા દુબઈ ગયા હતા. અકસ્માત સમયે મનસૂર પરિવાર જે કારમાં સવાર હતો, તે કાર પણ આ ભયાનક ટક્કરમાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 13 વર્ષીય આતીફ ગંભીર રીતે દાઝી ગયો હતો, જેણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

દુબઈમાં રાત્રે શેખ ખલીફા બિન ઝાયદ રોડ પર થયો ગોઝારો અકસ્માત

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આ ભયાનક દુર્ઘટના દુબઈમાં ફુજૈરાહના શેખ ખલીફા બિન ઝાયદ રોડ પર મધરાતના સમયે સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ, એક બેકાબૂ ટ્રકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક અન્ય વાહન સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે તેની ઝપેટમાં કુલ 23 જેટલા વાહનો આવી ગયા હતા. દુર્ઘટના બાદ ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જે જોતજોતામાં આસપાસના અન્ય વાહનોમાં પણ પ્રસરી ગઈ હતી. આ સમગ્ર ગોઝારી ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

અમૂલ બાદ હવે આ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો! દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા સુધીનો વધારો, પશુપાલકોને રાહત

મનસૂર પરિવારના અન્ય ત્રણ સભ્યો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

દુબઈમાં થયેલા ગોઝારા અકસ્માતમાં મનસૂર પરિવારના અન્ય ત્રણ સભ્યો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈમરાનભાઈ, તેમના પત્ની સમીરાબેન તેમજ પરિવારના અન્ય સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઈમરાનભાઈની હાલત હાલ સ્થિર છે, પરંતુ શબીના અને શર્મીનની હાલત નાજુક હોવાથી તેમને ICUમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. આ દુઃખદ સમાચાર મળતા જ સુરત સ્થિત તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

સમાચારનો સાર:-

  • દિવાળી વેકેશનમાં દુબઈ ફરવા ગયેલા સુરતના મનસૂર પરિવારને ફુજૈરાહમાં ભયાનક અકસ્માત નડ્યો .
  • અકસ્માતમાં ગંભીર રીતે દાઝેલા 13 વર્ષીય આતીફ મનસૂરનું સારવાર દરમિયાન મોત.
  • દિવાળીની રજાઓમાં વિદેશ પ્રવાસે ગયેલા પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ.
  • અકસ્માતમાં પરિવારના અન્ય ત્રણ સભ્યો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
  • ઈમરાનભાઈ, પત્ની સમીરાબેન અને પરિવારની શર્મીન હોસ્પિટલમાં સારવાર હેઠળ.
  • પરિવારના જણાવ્યા મુજબ શબીના અને શર્મીન ICUમાં સારવાર હેઠળ છે.
  • ઈમરાનભાઈની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું.
  • ઈમરાનભાઈ સુરતમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
  • મનસૂર પરિવાર નાણાંવટના અનુપમ એપાર્ટમેન્ટમાં રહે છે.
  • પરિવાર જે કારમાં સવાર હતો તે કાર પણ અકસ્માતમાં પલટી ગઈ હતી.
  • ફુજૈરાહના શેખ ખલીફા બિન ઝાયદ રોડ પર મધરાતે સર્જાયો અકસ્માત.
  • ટ્રકચાલકે કાબૂ ગુમાવતા ટ્રક અન્ય વાહન સાથે અથડાઈ પલટી ગઈ.
  • ટ્રકની ટક્કરથી કુલ 23 વાહનો અકસ્માતની ઝપેટમાં આવ્યાં.
  • ભયાનક ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી અને આગ અન્ય વાહનોમાં પણ ફેલાઈ.
  • અકસ્માતમાં કુલ 14 લોકોનાં મોત અને 30 લોકો ઘાયલ થયાની માહિતી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News