Baroda Dairy increases milk prices: મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય જનતા પર વધુ એક બોજ પડ્યો છે. અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યા બાદ હવે બરોડા ડેરીએ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બરોડા ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા સુધીનો વધારો કર્યો છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.
આ નવા ભાવવધારાનો અમલ 13 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યો
બરોડા ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા ભાવવધારાનો અમલ 13 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. દૂધના પાઉચના ભાવમાં થયેલા આ ફેરફાર મુજબ, વિવિધ શ્રેણીના દૂધના ભાવમાં પ્રતિ 500 મિલી પાઉચ દીઠ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે ગ્રાહકોને હવે એક લિટર દૂધ પાછળ 4 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
અમૂલ ગોલ્ડ અને શક્તિ દૂધના નવા દર
ભાવવધારા બાદ બજારમાં મળતા મુખ્ય દૂધ પાઉચના નવા દર નીચે મુજબ નક્કી કરવામાં આવ્યા છે...
બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય
એક તરફ જ્યાં ગ્રાહકોના ખિસ્સા પર ભાર વધ્યો છે, ત્યાં બીજી તરફ બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘાસચારા અને પશુદાણના વધતા ભાવ વચ્ચે ડેરીના આ નિર્ણયથી લાખો પશુપાલકોને મોટી આર્થિક રાહત મળશે.