ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ? સરાઝા પાર્ટી વિવાદ વચ્ચે પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!
Rajkot News: રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીના મામલે પાટીદાર અગ્રણી અને સામાજિક આગેવાન પરષોત્તમ પીપળીયાએ પોલીસની કાર્યવાહી અને ગુજરાતની દારૂબંધીની નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
સાહિલ સપ્પા/રાજકોટ: રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ બર્થ-ડે દારૂ પાર્ટીનો મામલો હવે વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આ સમગ્ર પ્રકરણમાં સામાજિક અગ્રણી અને પાટીદાર આગેવાન પરષોત્તમ પીપળીયાએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પીપળીયાએ આક્ષેપ કર્યો છે કે કોઈપણ પ્રકારની યોગ્ય તપાસ કર્યા વગર પાર્ટીમાં હાજર લોકોનાં નામ જાહેર કરવા યોગ્ય નથી. નામ જાહેર કરીને પોલીસે મહિલાઓની બદનામી કરી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે.
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
એક જ રાજ્યમાં બે અલગ-અલગ નિયમો ન હોવા જોઈએ
એટલું જ નહીં, પીપળીયાએ ગુજરાતની દારૂબંધીની નીતિ સામે પણ સવાલો ઉઠાવતાં કહ્યું કે એક જ રાજ્યમાં બે અલગ-અલગ નિયમો ન હોવા જોઈએ. જો ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવતી હોય તો ગુજરાતના અન્ય વિસ્તારોમાં પ્રતિબંધ કેમ? સમગ્ર ગુજરાતમાં દારૂ અંગે એકસમાન નિયમ હોવો જોઈએ તેવી રજૂઆત પણ તેમણે કરી છે.
ગુજરાતની દારૂબંધીના કાયદા અને પરમિટ વ્યવસ્થા સુધી પહોંચ્યો
વધુમાં દારૂની પરમિટ વ્યવસ્થાને લઈને ચોંકાવનારો દાવો કરતાં પીપળીયાએ જણાવ્યું કે દારૂની પરમિટ મેળવવા માટે પણ નાણાં ચૂકવવા પડતા હોય છે. પોતે જ્યારે પરમિટ લીધી ત્યારે 20 હજાર રૂપિયા ભાવ હતો, જ્યારે હાલ એક લાખ રૂપિયા સુધીનો ભાવ ચાલતો હોવાનો દાવો કર્યો છે. આમ, સરાઝા હોટલની પાર્ટીનો વિવાદ હવે પોલીસની કાર્યવાહીથી આગળ વધીને ગુજરાતની દારૂબંધીના કાયદા અને પરમિટ વ્યવસ્થા સુધી પહોંચ્યો છે.
Gujarat News Live: ગાંધીનગર મનપાના હોદ્દેદારોના નામ નક્કી, સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, ગુજરાતમાં નકલ માફિયાઓ બન્યા બેફામ
પોલીસ દ્વારા નામ જાહેર કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો
સરાઝા હોટલમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે એક તરફ પોલીસની કાર્યવાહી અને બીજી તરફ પોલીસ દ્વારા નામ જાહેર કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. ત્યારે સામાજિક અગ્રણી પરષોત્તમ પીપળીયાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. પીપળીયાના જણાવ્યા અનુસાર, તપાસ પૂર્ણ થયા વગર લોકોનાં નામ જાહેર કરવાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. ખાસ કરીને મહિલાઓની બદનામી થાય છે.
દારૂબંધીના અમલીકરણ અને પરમિટ વ્યવસ્થાને લઈને નવી ચર્ચા જગાવી
બીજી તરફ દારૂબંધીના કાયદામાં સમાનતા હોવી જોઈએ તેવી પણ તેમણે માગ કરી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પ્રતિબંધને લઈને તેમણે સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ દારૂની પરમિટ માટે નાણાં ચૂકવવા પડતા હોવાના તેમના દાવાએ પણ દારૂબંધીના અમલીકરણ અને પરમિટ વ્યવસ્થાને લઈને નવી ચર્ચા જગાવી છે.
અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનર કારનો કહેર! પાથરણાવાળાઓને કચડ્યા, ચાર લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત
સરાઝા હોટલ પાર્ટીનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો
હવે સવાલ એ છે કે શું ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું અમલીકરણ એકસમાન રીતે થાય છે. શું દારૂની પરમિટ મેળવવાની પ્રક્રિયા પારદર્શક છે. અને સરાઝા હોટલ પાર્ટી મામલે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નામો અંગે ઉઠેલા સવાલોનો જવાબ મળશે? પીપળીયાના નિવેદન બાદ સરાઝા હોટલ પાર્ટીનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.