SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જે ગલગોટાના ફૂલો ક્યારેક ખુશી લાવતા હતા, આજે એ જ લાવી રહ્યા છે આંસુ! પંચમહાલના અરાદ ગામે ખેડૂતોની દિવાળી બગડી!

Panchmahal News: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું અરાદ ગામ…એક એવું ગામ જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોએ પરંપરાગત ખેતીને બદલે ગલગોટાના ફૂલની ખેતીને પ્રાધાન્ય આપ્યું છે. ખેડૂતો માટે ગલગોટાની ખેતી એક સમયે લાખોની કમાણીનું માધ્યમ બની હતી. અહીંના કેટલાક ખેડૂતો એક જ સિઝનમાં અંદાજે લાખો રૂપિયા સુધીની આવક મેળવી ચૂક્યા છે. ખાસ કરીને દિવાળીના તહેવાર દરમિયાન ગલગોટાના ફૂલોની માંગ વધતી હોવાથી ખેડૂતોને સારા ભાવ મળતા હતા. પરંતુ આ વખતે સ્થિતિ સાવ અલગ છે.

Written By Kinjal Patel
Published: Nov 04, 2026, 02:38 PM IST | Updated: Nov 04, 2026, 02:48 PM IST
Join

Panchmahal News: દિવાળીના તહેવારમાં જે ગલગોટાના ફૂલોની સૌથી વધુ માંગ રહેતી હોય છે, એ જ ગલગોટાના ફૂલોએ આ વખતે ખેડૂતોની દિવાળી બગાડી છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના અરાદ ગામમાં ખેડૂતો વર્ષોથી પરંપરાગત ખેતી છોડીને ગલગોટાની ખેતી કરી રહ્યા છે. એક સમયે આ જ ખેતી ખેડૂતોને લાખો રૂપિયાની આવક આપતી હતી.પરંતુ આ વર્ષે રેકોર્ડબ્રેક ઉત્પાદન અને બજારમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જે ગલગોટાના ફૂલનો ભાવ અગાઉ 80થી 100 રૂપિયા પ્રતિ કિલો મળતો હતો, તેના આજે માત્ર 5થી 10 રૂપિયા મળી રહ્યા છે.આખરે લાખોની આવક આપતી ગલગોટાની ખેતી ખેડૂતો માટે નુકસાનનો સોદો કેવી રીતે બની?

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: ગુજરાત સરકાર દ્વારા સળંગ 4 દિવસના ‘મિનિ વેકેશન’ની જાહેરાત

બજારમાં ફૂલોનો જથ્થો વધી જતાં ભાવમાં ભારે ઘટાડો

આ વર્ષે ચોમાસા બાદ બનેલા અનુકૂળ વાતાવરણના કારણે ગલગોટાના પાકમાં પુષ્કળ ઉત્પાદન થયું છે.દર વર્ષની સરખામણીએ આ વખતે ફૂલોનું ઉત્પાદન ખૂબ વધારે થયું છે. પરંતુ જે વિપુલ ઉત્પાદન ખેડૂતો માટે ખુશીનું કારણ બનવું જોઈતું હતું, તે જ હવે તેમની મુશ્કેલીનું કારણ બન્યું છે. બજારમાં ફૂલોનો જથ્થો વધી જતાં ભાવમાં ભારે ઘટાડો થયો છે.

આ વર્ષે ખેડૂતોને જાતે જ ફૂલોની ગાડીઓ ભરીને બજારમાં જવું પડે છે..

અગાઉ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વેપારીઓ સીધા અરાદ ગામે આવતા હતા અને ખેડૂતોના ખેતરેથી જ ગલગોટાના ફૂલોની ગાડીઓ ભરીને લઈ જતા હતા.પરંતુ આ વર્ષે ખેડૂતોને જાતે જ ફૂલોની ગાડીઓ ભરીને બજારમાં જવું પડે છે. તેમ છતાં યોગ્ય ભાવ ન મળતાં કેટલાક ખેડૂતો ફૂલો વેચ્યા વગર જ ગાડી લઈને પરત ફરવા મજબૂર બન્યા છે.

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર: મોંઘવારી ભથ્થાને મંજૂરી, જાણો કેટલા ટકા વધ્યું DA

એક વીઘે અંદાજે 50થી 70 હજાર રૂપિયા સુધીનું નુકસાન

સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે ગલગોટાના ફૂલોનો ભાવ અગાઉ પ્રતિ કિલો 80થી 100 રૂપિયા સુધી મળતો હતો, તેના આજે માત્ર 5થી 10 રૂપિયા મળી રહ્યા છે.ઉત્પાદન ખર્ચ, મજૂરી, ફૂલોની તોડણી અને પરિવહનનો ખર્ચ કાઢવો પણ ખેડૂતો માટે મુશ્કેલ બન્યો છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘે અંદાજે 50થી 70 હજાર રૂપિયા સુધીનું નુકસાન થવાની સ્થિતિ ઊભી થઈ છે.

ખેડૂતો હવે ફૂલોને ખેતરની બાજુમાં અને આસપાસની ખુલ્લી જગ્યાઓમાં ફેંકી દેવા મજબૂર

પરિસ્થિતિ એવી બની છે કે ખેતરમાં તૈયાર થયેલા ફૂલોનું વેચાણ ન થતાં ખેડૂતો હવે ફૂલોને ખેતરની બાજુમાં અને આસપાસની ખુલ્લી જગ્યાઓમાં ફેંકી દેવા મજબૂર બન્યા છે. જે ફૂલોની ખેતી ક્યારેક ખેડૂતોના ઘરમાં ખુશીઓ લાવતી હતી, આજે એ જ ફૂલો ખેડૂતોની આંખોમાં આંસુ લાવી રહ્યા છે.

અમદાવાદના જાણીતા બિલ્ડરની દાદાગીરી! રિ-ડેવલપમેન્ટ કરાર રદ થતા પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત સોસાયટીની મહિલાઓને ધમકી

ખેડૂતોને આર્થિક સહાય અથવા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ

ખેડૂતોનું કહેવું છે કે અરાદ ગામ અને આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગલગોટાનું ઉત્પાદન થાય છે.ત્યારે અહીં ફૂલોની ખરીદી અને વેચાણ માટે કોઈ વ્યવસ્થિત માર્કેટ ઉપલબ્ધ નથી.જો સરકાર દ્વારા આ વિસ્તારમાં ફૂલોના વેચાણ માટે APMC માર્કેટની સુવિધા ઊભી કરવામાં આવે, તો ખેડૂતોને એક જ સ્થળે ખરીદદારો મળી શકે અને ફૂલોના ભાવનું યોગ્ય નિર્ધારણ પણ થઈ શકે. આ ઉપરાંત આ વર્ષે ગલગોટાની ખેતીમાં થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય અથવા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે

અરાદ ગામના ખેડૂતો માટે આ જ ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા

દિવાળીના પર્વમાં ગલગોટાના ફૂલોથી ઘરો અને બજારો શોભતા હોય છે, પરંતુ આ વખતે અરાદ ગામના ખેડૂતો માટે આ જ ગલગોટાના ફૂલો આર્થિક સંકટનું કારણ બન્યા છે. એક તરફ રેકોર્ડબ્રેક ઉત્પાદન અને બીજી તરફ તળિયે પહોંચેલા ભાવ…ત્યારે હવે ખેડૂતોની નજર સરકાર તરફ મંડાઈ છે. ખેડૂતોને આશા છે કે સરકાર તેમની વેદના સમજીને યોગ્ય સહાય અને ફૂલોના વેચાણ માટે કાયમી માર્કેટની વ્યવસ્થા ઊભી કરશે.

દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES