• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /લગ્નના ઘોડાને કોંગ્રેસે ઘરભેગા કર્યાં, નિષ્ક્રિયતા પડી ભારે, 49 હોદ્દેદારો સસ્પેન્ડ

લગ્નના ઘોડાને કોંગ્રેસે ઘરભેગા કર્યાં, નિષ્ક્રિયતા પડી ભારે, 49 હોદ્દેદારો સસ્પેન્ડ

દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાયેલી વિપક્ષની રેલીમાં ગેરહાજર રહેલાં ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. યુથ કોંગ્રેસ દ્વારા આ હોદ્દેદારોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Written ByGokani Dhaval
Published: Nov 04, 2026, 04:13 PM IST|Updated: Nov 04, 2026, 04:28 PM IST
joinshare
લગ્નના ઘોડાને કોંગ્રેસે ઘરભેગા કર્યાં, નિષ્ક્રિયતા પડી ભારે, 49 હોદ્દેદારો સસ્પેન્ડ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મલ્ટિબેગર સ્ટોક કેવી રીતે શોધવો? AIને પૂછ્યું તો આપ્યો ચોંકાવનારો જવાબ, જે બદલી શકે છે તમારી શેર માર્કેટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી

મલ્ટિબેગર સ્ટોક કેવી રીતે શોધવો? AIને પૂછ્યું તો આપ્યો ચોંકાવનારો જવાબ, જે બદલી શકે છે તમારી શેર માર્કેટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી

2

તેલમાં કલર અને ફ્લેવર મિક્સ કરીને વેચાતું હતું નકલી ઘી: ફૂડ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો

3

લગ્નના ઘોડાને કોંગ્રેસે ઘરભેગા કર્યાં, નિષ્ક્રિયતા પડી ભારે, 49 હોદ્દેદારો સસ્પેન્ડ

4

વિક્રમ સંવત 2083 મેષ રાશિ માટે કેવું રહેશે? જાણો નોકરી, વેપાર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યનું સંપૂર્ણ રાશિફળ

5

Ayushmann Khurrana: એક્ટર આયુષ્માન ખુરાનાને મળી ધમકી, ઓડિયો મેસેજ મોકલી માંગી કરોડોની ખંડણી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ચૂંટણી પંચ જ્ઞાનેશ કુમારને હટાવવા માટે 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનની મોટી રેલી યોજાઈ હતી. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો દેશભરમાંથી પહોંચ્યા હતા. ગુજરાતમાંથી પણ ઘણા નેતાઓ રાહુલ ગાંધીની આ રેલીમાં ગયા હતા. પરંતુ હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો પર પાર્ટીએ કાર્યવાહી કરી છે.

રેલીમાં ન પહોંચેલા હોદ્દેદારો સામે કાર્યવાહી

દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની વિરુદ્ધમાં યોજાયેલી આ રેલીમાં ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો ગેરહાજર રહેતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાયેલી રેલીમાં ગેરહાજર રહેતાં હોદ્દેદારો સામે પાર્ટીએ કાર્યવાહી કરી છે. જનરલ સેક્રેટરી સહિત અનેક હોદ્દેદારોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યાં છે. સામે આવેલી માહિતી પ્રમાણે આ તમામ 49 હોદ્દેદારો પાર્ટીમાં નિષ્ક્રિય હતા અને પાર્ટીએ પહેલા પણ તેમને નોટિસ આપી હતી.

ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ

સસ્પેન્ડ કરવામાં આવેલા યુથ કોંગ્રેસના હોદ્દેદારોની યાદી

 

ક્રમનામહોદ્દો
1ગૌરાંગ મકવાણાજનરલ સેક્રેટરી ઓપન
2યશરાજ ગોહેલજનરલ સેક્રેટરી ઓપન
3મો.ઇરફાન શેખજનરલ સેક્રેટરી ઓપન
4જય પટેલજનરલ સેક્રેટરી ઓપન
5અદનાન તુરાકજનરલ સેક્રેટરી ઓપન
6જયસિંઘ રાઠોડજનરલ સેક્રેટરી ઓપન
7આકાશ પરમારજનરલ સેક્રેટરી ઓપન
8રિયાઝ શેખજનરલ સેક્રેટરી ઓપન
9વિવેકકુમાર પાડવીજનરલ સેક્રેટરી ઓપન
10શૂરવીરસિંહ રાભોલજનરલ સેક્રેટરી ઓપન
11ચિરાગ દરજીજનરલ સેક્રેટરી ઓપન
12ગૌરાંગ રાઠોડજનરલ સેક્રેટરી ઓપન
13મનસુખભાઈ કોઠારીયાજનરલ સેક્રેટરી ઓબીસી
14પ્રકાશ દેસાઈજનરલ સેક્રેટરી ઓબીસી
15જયેશ કરમટાજનરલ સેક્રેટરી ઓબીસી
16ભૈરવ બારીયાજનરલ સેક્રેટરી એસસી/એસટી
17પૃથ્વીરાજસિંહ વળવીજનરલ સેક્રેટરી એસસી/એસટી
18માઝ ખાન તાલુકદારજનરલ સેક્રેટરી લઘુમતી
19આદિત્યસિંહ ગોહિલરાજ્ય સચિવ (EC)
20યશપાલસિંહ પરમારરાજ્ય સચિવ (EC)
21શિરાઇલ શેખરાજ્ય સચિવ (EC)
22બંસીકુમાર સાવલીયારાજ્ય સચિવ (EC)
23શક્તિપાલસિંહ ચુડાસમારાજ્ય સચિવ (EC)
24અવધ પટેલરાજ્ય સચિવ (EC)
25સુરેશકુમાર સોલંકીરાજ્ય સચિવ (EC)
26હાર્દિકસિંહ ડાભીરાજ્ય સચિવ (EC)
27હિતેશ સોલંકીઅમદાવાદ ગ્રામીણ જિલ્લા પ્રમુખ
28રવિ બ્રહ્મભટ્ટઆણંદ જિલ્લા પ્રમુખ
29આશુતોષ રાઠોડઅરવલ્લી જિલ્લા પ્રમુખ
30રતનસિંહ પારગીબનાસકાંઠા જિલ્લા પ્રમુખ
31વિપુલ વસાવાભરૂચ જિલ્લા પ્રમુખ
32તુષાર ગામીતડાંગ જિલ્લા પ્રમુખ
33યુવરાજસિંહ વાઢેરદેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ
34શિવનાથસિંહ રાઠોડગાંધીનગર ગ્રામીણ જિલ્લા પ્રમુખ
35નવઘણભાઈ કાઠીગાંધીનગર શહેર જિલ્લા પ્રમુખ
36આતિફભાઈ કબીરાનીગીર સોમનાથ દિલ્લો પ્રમુખ
37મોકાસિબ શમાજૂનાગઢ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ
38મિહિર મહેતાજૂનાગઢ શહેર જિલ્લા પ્રમુખ
39સાહિલ પરમારમહીસાગર જિલ્લા પ્રમુખ
40મોહમદ તંઝીલ સૈયદમહેસાણા જિલ્લા પ્રમુખ
41શિવકુમાર પટેલનર્મદા જિલ્લા પ્રમુખ
42પૂરવ તલાવિયાનવસારી જિલ્લા પ્રમુખ
43માઇકલ જોસેફપંચમહાલ જિલ્લા પ્રમુખ
44કિરણ પરમારપાટણ જિલ્લા પ્રમુખ
45અજય મોઢાપોરબંદર જિલ્લા પ્રમુખ
ક્રમનામહોદ્દો
46ભાગ્યરાજસિંહ વાળારાજકોટ શહેર જિલ્લા પ્રમુખ
47કલ્પેશકુમાર ભગોરાસાબરકાંઠા જિલ્લા પ્રમુખ
48બાબુભાઈ પરમારસુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ
49પવન ગુપ્તાવડોદરા શહેર જિલ્લા પ્રમુખ

પહેલા પાર્ટીએ આપી હતી નોટિસ

પ્રાપ્ત વિગત અનુસાર યુથ કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો ઘણા સમયથી નિષ્ક્રિય હતા. આ પહેલાં તેમને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી હતી. હવે સામે આવ્યું છે કે આ હોદ્દેદારો 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં પણ ગેરહાજર રહ્યાં હતા. ત્યારબાદ યુથ કોંગ્રેસ દ્વારા 49 હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ઘણા જિલ્લાઓના યુથ કોંગ્રેસ પ્રમુખ, સચિવ, જનરલ સેક્રેટરી સહિતના હોદ્દેદારો સામેલ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News