• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /તેલમાં કલર અને ફ્લેવર મિક્સ કરીને વેચાતું હતું નકલી ઘી: ફૂડ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો

તેલમાં કલર અને ફ્લેવર મિક્સ કરીને વેચાતું હતું નકલી ઘી: ફૂડ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો

દિવાળીનો તહેવાર નજીક આવતા બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યાં છે. આ વચ્ચે ભેળસેળ યુક્ત ખાદ્યપદાર્થો અને વસ્તુઓ પણ અઢળક વેચાઈ રહી છે. જામનગરમાં ફૂડ વિભાગે દરોડા પાડી નકલી ઘી વેચવાનો પર્દાફાશ કર્યો છે. તેલમાં કલર અને ફ્લેવર મિક્સ કરી નકલી ઘી બનાવવામાં આવી રહ્યું હતું.

Written ByGokani Dhaval
Published: Nov 04, 2026, 05:07 PM IST|Updated: Nov 04, 2026, 05:14 PM IST
joinshare
તેલમાં કલર અને ફ્લેવર મિક્સ કરીને વેચાતું હતું નકલી ઘી: ફૂડ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો
Image Credit: AI Image

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ખાખી વર્દીની આડમાં ખેલ: નકલી પોલીસ બની લોકો સાથે ઠગાઈ કરનાર ઝડપાયો

ખાખી વર્દીની આડમાં ખેલ: નકલી પોલીસ બની લોકો સાથે ઠગાઈ કરનાર ઝડપાયો

2

રણજી ટ્રોફીમાં મોટો વિવાદ, એવું તો શું થયું કે રાતોરાત બદલવી પડી ટીમ, જાણી લો કારણ

3

મલ્ટિબેગર સ્ટોક કેવી રીતે શોધવો? AIને પૂછ્યું તો આપ્યો ચોંકાવનારો જવાબ, જે બદલી શકે છે તમારી શેર માર્કેટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી

4

તેલમાં કલર અને ફ્લેવર મિક્સ કરીને વેચાતું હતું નકલી ઘી: ફૂડ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો

5

લગ્નના ઘોડાને કોંગ્રેસે ઘરભેગા કર્યાં, નિષ્ક્રિયતા પડી ભારે, 49 હોદ્દેદારો સસ્પેન્ડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

મુસ્તાક દલ, જામનગરઃ ગુજરાતમાં હવે અસલી શું અને નકલી શું... એ ઓળખવું પણ મુશ્કેલ બની રહ્યું છે... ખાવાની ચીજવસ્તુઓ હોય કે રોજિંદા વપરાશની વસ્તુઓ... ભેળસેળના કાળા કારોબારનો વ્યાપ સતત વધી રહ્યો છે...અને તહેવારોના સમયમાં તો જાણે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યાં હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે...ત્યારે જામનગરમાં એવો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમે પણ ચોંકી જશો... કારણ કે અહીં તેલમાં કલર અને ફ્લેવર ઉમેરીને નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું અને લોકોના ઘરમાં શુદ્ધ ઘીના નામે પહોંચાડવામાં આવતું હતું...જુઓ આ વિશેષ અહેવાલ...

શુદ્ધ ઘીના નામે લોકોને પીરસાતું હતું ભેળસેળનું ઝેર... તેલમાં ફ્લેવર અને કલર ઉમેરીને તૈયાર થતું હતું નકલી ઘી... અને આ ઘીનું વેચાણ થતું હતું અસલી ઘીના નામે...જામનગર શહેરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી ફૂડ વિભાગે ભેળસેળના આ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે...

મહમૂદહુશેન અબ્દુલરઝાક કાશના કાશ ટ્રેડર ગોડાઉન પર દરોડા

ગ્રેઈન માર્કેટમાં ખાંડ બજારની પાછળ આવેલા મહમૂદહુશેન અબ્દુલરઝાક કાશના કાશ ટ્રેડર ગોડાઉન પર ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા...તપાસ દરમિયાન અહીંથી અંદાજે 324 કિલો નકલી ઘીનો જથ્થો મળી આવ્યો હતો... જેની કિંમત એક લાખ તેર હજાર ચારસો રૂપિયાથી વધુ થાય છે...ફૂડ વિભાગે સમગ્ર જથ્થો જપ્ત કરી ગોડાઉનને સીલ કરી દીધું છે.

નકલી ઘી વેચવાનું ષડયંત્ર

તપાસ દરમિયાન જે સામગ્રી મળી આવી તે વધુ ચોંકાવનારી હતી...ગોડાઉનમાંથી પ્રોટો વનસ્પતિ તેલના 16 ખાલી અને ચાર ભરેલા ડબ્બા... સુમન ગોલ્ડ રિફાઇન્ડ પામ તેલના બે ખાલી અને સાડા ત્રણ ભરેલા ડબ્બા મળી આવ્યા હતા...આ ઉપરાંત પાંચ લિટર કલર અને ફ્લેવર પણ મળી આવ્યા હતા...એટલે કે તેલમાં રંગ અને સુગંધ ઉમેરીને ઘી જેવો દેખાવ આપી લોકો સુધી પહોંચાડવાનો ખેલ ચાલી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચોઃ લગ્નના ઘોડાને કોંગ્રેસે ઘરભેગા કર્યાં, નિષ્ક્રિયતા પડી ભારે, 49 હોદ્દેદારો સસ્પેન્ડ

ગોડાઉનમાંથી શું મળ્યું?

  • પ્રોટો વનસ્પતિ તેલના 16 ખાલી અને ચાર ભરેલા ડબ્બા
  • સુમન ગોલ્ડ રિફાઇન્ડ પામ તેલના બે ખાલી 
  • સાડા ત્રણ ભરેલા ડબ્બા મળી આવ્યા હતા
  • 5 લિટર કલર અને ફ્લેવર પણ મળી આવ્યા

માત્ર નકલી ઘી જ નહીં... ગોકુલનગર વિસ્તારમાં પણ ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું...હરિઓમ નમકીન એન્ડ સ્વીટમાંથી ગાંઠિયા અને ગુલાબ બરફીના નમૂના લેવાયા... ધનલક્ષ્મી ફરસાણમાંથી બે કિલો પસ્તીનો નાશ કરી તીખા ગાંઠિયાનો નમૂનો લેવાયો...વિશ્વા ફરસાણમાંથી થાબડી પેડા... જ્યારે ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીનમાંથી દસ કિલો વાસી મીઠાઈનો નાશ કરી સફેદ ટોપરાપાક અને મિક્સ ચવાણાના નમૂના લેવામાં આવ્યા...

ક્યાં હાથ ધરાઈ તપાસ?
  • હરિઓમ નમકીન એન્ડ સ્વીટમાંથી ગાંઠિયા, બરફીના નમૂના લેવાયા
  • ધનલક્ષ્મી ફરસાણમાંથી 2 કિલો પસ્તીનો નાશ, નમૂના લેવાયા
  • વિશ્વા ફરસાણમાંથી થાબડી પેડા
  • ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીનમાંથી દસ કિલો વાસી મીઠાઈનો નાશ 
  • સફેદ ટોપરાપાક અને મિક્સ ચવાણાના નમૂના લેવામાં આવ્યા

ઉપરાંત ખોડિયાર સ્વીટ એન્ડ ફરસાણ, રાજારામ ફાસ્ટફૂડ અને શ્રી રામ સ્વીટ એન્ડ નમકીન સહિતની દુકાનોમાં પણ તપાસ કરાઈ હતી...શ્રી રામમાંથી મેસુબ અને ફરાળી ચેવડાના નમૂના લેબોરેટરીમાં મોકલાયા છે... જ્યારે તપાસ દરમિયાન ખાદ્યતેલની ટીપીસી ચકાસણીનાં પરિણામો યોગ્ય જણાયાં હતાં...

તહેવારોમાં વધુ નફો કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે જામનગર મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ હવે એક્શન મોડમાં છે...આગામી દિવસોમાં પણ તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવાની તંત્રએ ખાતરી આપી છે...પરંતુ સવાલ એ છે કે... શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચતા આવા વેપારીઓ સામે માત્ર દરોડા પૂરતા છે કે પછી કડક કાયદાકીય કાર્યવાહી પણ થશે?

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News