• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /જેતપુરના પીઠડીયા ગામે વીજળીના ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનો રસ્તા પર ઉતર્યા: ઢોલ-નગારા વગાડી અનોખા ધરણાં અને ઉગ્ર આંદોલનની ચીમકી

જેતપુરના પીઠડીયા ગામે વીજળીના ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનો રસ્તા પર ઉતર્યા: ઢોલ-નગારા વગાડી અનોખા ધરણાં અને ઉગ્ર આંદોલનની ચીમકી

જેતપુર તાલુકાના પીઠડીયા ગામમાં વીજળીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. પીજીવીસીએલની બેદરકારી સામે લોકો રસ્તા પર ઉતર્યાં છે. ગ્રામજનો અને ખેડૂતોએ ઢોલ-નગારા સાથે તંત્રને ચેતવણી આપી છે.

Written ByGokani Dhaval
Published: Nov 05, 2026, 08:26 PM IST|Updated: Nov 05, 2026, 08:31 PM IST
joinshare
જેતપુરના પીઠડીયા ગામે વીજળીના ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનો રસ્તા પર ઉતર્યા: ઢોલ-નગારા વગાડી અનોખા ધરણાં અને ઉગ્ર આંદોલનની ચીમકી

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
સરકારે પાસપોર્ટ અને વિઝાના નિયમોમાં કર્યો ફેરફાર, આ પાકિસ્તાની નાગરિકોને મોટી રાહત

સરકારે પાસપોર્ટ અને વિઝાના નિયમોમાં કર્યો ફેરફાર, આ પાકિસ્તાની નાગરિકોને મોટી રાહત

2

જેતપુરના પીઠડીયા ગામે વીજળીના ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનો રસ્તા પર ઉતર્યા: ઢોલ-નગારા વગાડી અનોખા ધરણાં અને ઉગ્ર આંદોલનની ચીમકી

3

દિલ્હીમાં નહીં રમાય ભારત-શ્રીલંકા વચ્ચેની વનડે મેચ, જાણો અચાનક કેમ બદલાયું વેન્યૂ

4

અમેરિકી સંસદમાં બહુમતી ગુમાવતા ટ્રમ્પ શક્તિહીન! આગામી 2 વર્ષ સરકાર ચલાવવી બનશે લોઢાના ચણા ચાવવા સમાન

5

ધનતેરસે મહાલક્ષ્મીની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર! જાણો પૂજાના શુભ મુહૂર્ત, મંત્ર અને સંપૂર્ણ વિધિ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામમાં વીજળીના ધાંધિયાએ ગ્રામજનો અને ખેડૂતોને ત્રાહિમામ પોકારવા મજબૂર કરી દીધા છે... વારંવાર થતા પાવર કટ, વર્ષો જૂની જર્જરિત વીજ લાઈન અને પીજીવીસીએલ તંત્રની કથિત બેદરકારી સામે હવે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે... અને ઢોલ-નગારાના તાલે અનોખા ધરણા કરીને તંત્રને ચેતવણી આપી છે...ત્યારે જુઓ આ ખાસ અહેવાલ...

પીઠડીયા ગામમાં લોકો વીજળીથી પરેશાન

આ છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું પીઠડીયા ગામ... જ્યાં વીજળીની સમસ્યાએ હવે લોકોનો ધીરજનો બાંધ તોડી નાખ્યો છે... વારંવાર વીજળી ગુલ થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો અને ખેડૂતો ઢોલ-નગારા વગાડી રસ્તા પર ઉતરી આવ્યા છે...

ગ્રામજનોનો આક્ષેપ છે કે અઠવાડિયામાં ચારથી પાંચ વખત ગમે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે... રાત્રિના સમયે પણ અચાનક વીજળી જતી રહે છે અને ત્રણથી ચાર કલાક સુધી સમગ્ર ગામ અંધારામાં ડૂબી જાય છે...

શું છે ગ્રામજનોનો આક્ષેપ?

  • અઠવાડિયામાં ચારથી પાંચ વખત વીજ પુરવઠો ખોરવાય છે
  • રાત્રિના સમયે પણ અચાનક વીજળી જતી રહે છે
  • ત્રણથી ચાર કલાક સુધી સમગ્ર ગામ અંધારામાં ડૂબી જાય છે

ખાસ કરીને પીઠડીયાથી ધારેશ્વર સુધીની અંદાજે 25 વર્ષ જૂની વીજ લાઈન હવે ગ્રામજનો માટે માથાનો દુખાવો બની હોવાનો આક્ષેપ છે... એક જ લાઈન પર જ્યોતિગ્રામ, ઔદ્યોગિક વીજ પુરવઠો અને ખેતીવાડીના થ્રી-ફેઝ કનેક્શનનો ભાર હોવાથી વારંવાર ફોલ્ટ સર્જાતા હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે.

આ પણ વાંચોઃ સનમ નીકળ્યો શાતિર બ્લેકમેઈલર: અંગત વીડિયોનો ડર બતાવી સગીરા પાસેથી પડાવ્યા 32 તોલા સોના

મેન્ટેનન્સ અને પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર!

વીજળીના આ ધાંધિયાની સૌથી મોટી અસર ખેડૂતો પર પણ પડી રહી છે... વારંવાર ફોલ્ટ અને પાવર કટ થતાં સિંચાઈનું આયોજન ખોરવાઈ રહ્યું છે... ખેડૂતોનો આક્ષેપ છે કે મેન્ટેનન્સ અને પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે.

ગ્રામજનોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી... વીજળી ગુલ થયા બાદ કચેરીમાં ફોન કરવા છતાં યોગ્ય જવાબ મળતો નથી અને કલાકો સુધી રાહ જોવી પડે છે.

આખરે સમસ્યાથી કંટાળેલા ગ્રામજનો અને ખેડૂતો આજે ઢોલ-નગારા સાથે ધરણાં પર બેઠા... તેમની સ્પષ્ટ માંગ છે કે ગામ, ખેતીવાડી અને ઉદ્યોગ માટેની વીજ લાઈનો અલગ કરવામાં આવે... તેમજ નવી અને મજબૂત વીજ લાઈન નાખીને નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે.

આ પણ વાંચોઃ તહેવાર ટાણે સામાન્ય જનતાના ખિસ્સા પર પ્રહાર: ઘી, બટર અને સીએનજી સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો

શું છે ખેડૂતોની માંગ?

ગામ, ખેતીવાડી અને ઉદ્યોગ માટેની વીજ લાઈનો અલગ કરાય
નવી, મજબૂત વીજ લાઈન નાખીને નિયમિત વીજ પુરવઠો અપાય

બીજી તરફ પીજીવીસીએલ તંત્રએ આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે... રાજકોટ-જેતપુર હાઈવેની કામગીરી દરમિયાન માણેક જ્યોતિગ્રામની વીજ લાઈનનું શિફ્ટિંગ કરવામાં આવ્યું હોવાથી વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાતો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે...

અધિકારીઓના જણાવ્યા મુજબ એજીઆઈ ફીડર અને જ્યોતિગ્રામ ફીડર નજીકમાં હોવાથી એજીઆઈ ફીડર પર કામગીરી દરમિયાન ક્યારેક જ્યોતિગ્રામનો વીજ પુરવઠો પણ બંધ કરવો પડે છે... જોકે ગ્રામજનો તરફથી વીજળી અંગે કોઈ લેખિત રજૂઆત મળી નથી તેવો પણ તંત્રનો દાવો છે...

હાલ પીજીવીસીએલ દ્વારા મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે... પરંતુ પીઠડીયાના ગ્રામજનો હવે માત્ર આશ્વાસનથી સંતોષ માનવા તૈયાર નથી... વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News