દુનિયાને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પને મિડટર્મ ચૂંટણીમાં તેમની રિપબ્લિકન પાર્ટીને કરારી હાર મળી છે... જેનાથી વ્હાઇટ હાઉસની રાજકીય જમીન હલી ગઈ છે... મોંઘવારી, પેટ્રોલના ભાવ અને ઈરાન યુદ્ધ ટ્રમ્પ પર ભારે પડ્યા... પરંતુ આ હારની સૌથી રસપ્રદ કહાની છે મિશિગનથી અબ્દુલ અલ સૈયદની જીત... જેને ટ્રમ્પે 'જિહાદી' સુધી કહી દીધા હતા... અમેરિકાની ચૂંટણીમાં જનતાએ ટ્રમ્પને તેમની નફરતના રાજકારણને કેવી રીતે આપ્યો જડબાતોડ જવાબ, જોઈએ પ્રાઈમ ટાઈમ રિપોર્ટમાં...
દુનિયાને પોતાની તાકાત અને ટેરિફનો ડર બતાવનાર ડોનાલ્ડ ટ્રમ્પ.. પોતાના જ દેશની જનતાના આક્રોશને પારખી ન શક્યા...
અને પરિણામ એ આવ્યું કે ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હારી ગયા છે... રિપબ્લિકન પાર્ટી અમેરિકી સંસદમાં અલ્પમતમાં આવી ગઈ છે...
અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ એટલે કે પ્રતિનિધિ સભાની કુલ 435 બેઠકો છે.. જેમાં વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ 242 બેઠકો જીતી લીધી છે.. જ્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 151 બેઠકો જીતી છે. પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ચૂકયુ છે.
તો, સેનેટની 100 બેઠકોમાંથી 35 પર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી 33 બેઠકોના પરિણામો સામે આવી ચૂક્યા છે. જેમાં ડેમોક્રેટિક પાર્ટીએ 20 અને રિપબ્લિકન પાર્ટીએ 13 બેઠકો જીતી છે. બાકીની 2 બેઠકો પર મતગણતરી ચાલુ છે.
અને હવે વાત માત્ર ચૂંટણીમાં હારની નથી... વાત તે ટીમની પણ છે, જે કાલ સુધી ટ્રમ્પના દરેક નિર્ણય સાથે ઊભી હતી અને આજે હારનો હિસાબ માંગી રહી છે... રિપબ્લિકન પાર્ટીની કરારી હાર બાદ હવે પાર્ટીની અંદર જ ઘમાસાણ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સીલસીલો ચાલુ થઈ ગયો છે...
સૌથી મોટો હુમલો ખુદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કર્યો છે. જેડી વેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખૂબ જ લાંબી અને વિસ્ફોટક પોસ્ટ લખી છે...
તેમણે લખ્યું કે હારનું સૌથી મોટું કારણ ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ, આકાશને આંબતી મોંઘવારી અને ઇઝરાયેલ સાથે અમેરિકાના સંબંધો છે. જેડી વેન્સ અહીં જ ન અટક્યા, તેમણે કહ્યું ‘આમારા વોટરોએ મતદાનમાં મોટીસંખ્યામાં ભાગ લીધો. સમસ્યા ટર્નઆઉટની નહોતી. સૌથી મોટી સમસ્યા એ હતી કે જે લોકોએ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મને વોટ આપ્યો હતો, તેમાંથી ઘણા લોકોએ આ વખતે 2026માં ડેમોક્રેટિક પાર્ટીને વોટ આપી દીધા.’
ટ્રમ્પના જૂનિયર એવા જેડી વેન્સનું આ નિવેદન અમેરિકી રાજકારણમાં ભૂકંપ લાવવા માટે પૂરતું છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે પ્રશાસનનો કોઈ આટલો મોટો ચહેરો સીધી રીતે વિદેશ નીતિની નિષ્ફળતાને પોતાની હારનું કારણ માની રહ્યા છે.
વળી, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે ઈરાન સાથેના યુદ્ધના કારણે મિડટર્મ ચૂંટણીમાં પાર્ટીને મોટું નુકસાન થયું છે. જોકે, તેનો બચાવ કરતા તેમણે કહ્યું કે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા અટકાવવા માટે આ જ એકમાત્ર રસ્તો હતો.
ઈરાન યુદ્ધના કારણે કેટલાક સમય માટે પેટ્રોલના ભાવ વધી ગયા હતા. પરંતુ જો મને ફરીથી નિર્ણય લેવાની તક મળે, તો હું ફરીથી એ જ કરીશ! અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની હારના મુખ્ય ત્રણ કારણો છે..
ટ્રમ્પની હાર આખી દુનિયામાં હેડલાઈન તો બની જ રહી છે.. પરંતુ આ અમેરિકાની ચૂંટણીમાં આ વખતે 'અબ્દુલ'ના નામની ગૂંજ પણ ખૂબ સંભળાઈ.. મિશિગનથી ડેમોક્રેટિક પાર્ટીના સેનેટ ઉમેદવાર અબ્દુલ અલ સૈયદને હરાવવા માટે ટ્રમ્પે એડીચોટીનું જોર લગાવી દીધું હતું.. પરંતુ ટ્રમ્પના વિરોધ છતાં અબ્દુલ શાનદાર જીત હાંસલ કરી લીધી..
અબ્દુલ એ જ ઉમેદવાર છે... જેને ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન 'જિહાદી' કહ્યા હતા.. એટલે કે આ પરિણામ ટ્રમ્પ માટે વ્યક્તિગત હાર સમાન છે.. કારણ કે તેમણે અબ્દુલની જીત અટકાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. પરંતુ તેમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ હારી ચૂક્યાં છે.