• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /સનમ નીકળ્યો શાતિર બ્લેકમેઈલર: અંગત વીડિયોનો ડર બતાવી સગીરા પાસેથી પડાવ્યા 32 તોલા સોનાના દાગીના

સનમ નીકળ્યો શાતિર બ્લેકમેઈલર: અંગત વીડિયોનો ડર બતાવી સગીરા પાસેથી પડાવ્યા 32 તોલા સોનાના દાગીના

ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાંથી એક એવો કાળજું કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો છે, જે દરેક માતા-પિતાની ઊંઘ ઉડાવી દેશે!.

Written ByGokani Dhaval
Published: Nov 05, 2026, 05:45 PM IST|Updated: Nov 05, 2026, 05:48 PM IST
joinshare
સનમ નીકળ્યો શાતિર બ્લેકમેઈલર: અંગત વીડિયોનો ડર બતાવી સગીરા પાસેથી પડાવ્યા 32 તોલા સોનાના દાગીના

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ધનતેરસની રાત્રે કરો આ 5 દિવ્ય મંત્રોની સાધના: ધન, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે વિશેષ શુભ સંયોગ

ધનતેરસની રાત્રે કરો આ 5 દિવ્ય મંત્રોની સાધના: ધન, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે વિશેષ શુભ સંયોગ

2

સનમ નીકળ્યો શાતિર બ્લેકમેઈલર: અંગત વીડિયોનો ડર બતાવી સગીરા પાસેથી પડાવ્યા 32 તોલા સોનાના દાગીના

3

KYC અપડેટ નહીં કરાવ્યું તો શું બેંક ફ્રીઝ કરી શકે છે તમારું એકાઉન્ટ? જાણો RBI ના નિયમો

4

રોનાલ્ડોએ અચાનક લીધી નિવૃત્તિ, હવે પોર્ટુગલ માટે નહીં રમે, 23 વર્ષ લાંબી કારકિર્દીનો આવ્યો અંત

5

તહેવાર ટાણે સામાન્ય જનતાના ખિસ્સા પર પ્રહાર: ઘી, બટર અને સીએનજી સહિત અનેક વસ્તુના ભાવમાં વધારો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

શું તમારા ઘરમાં પણ સગીર દીકરી કલાકો સુધી મોબાઈલની સ્ક્રીન સામે મલકાતી રહે છે? શું તમે એ જાણો છો કે સોશિયલ મીડિયાની સ્ક્રીન પર દેખાતો હસતો અને નિર્દોષ ચહેરો, હકીકતમાં કેટલો મોટો જલ્લાદ હોઈ શકે છે?

ઓનલાઈન દોસ્તીનો ખૌફનાક અંજામ

સોશિયલ મીડિયાની એક નાનકડી દોસ્તી ક્યારે બરબાદીનું કારણ બની જાય તે કહી શકાતું નથી...વલસાડ જિલ્લાના ડુંગરી પંથકમાં ડિજિટલ પ્રેમનો એક એવો ભયાનક અંજામ આવ્યો છે, જેણે સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે...ડુંગરી પોલીસ સ્ટેશનમાં એક માતાએ કાળજું કંપાવી દે તેવી ફરિયાદ નોંધાવી છે...જેમાં તેમની સગીર દીકરીને પ્રેમજાળમાં ફસાવીને, લાખો રૂપિયા અને ઈજ્જત લૂંટી લેવાનો આરોપ ફેસબુક-ઇન્સ્ટાગ્રામના એક કથિત પ્રેમી પર લાગ્યો છે...પોલીસે મામલાની ગંભીરતા જોઈ તુરંત એક્શન લીધા અને આ સમગ્ર ખેલના મુખ્ય સૂત્રધાર એવા શાતિર આરોપી ધ્રુવીલ પટેલની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચોઃ નશાની લતમાંથી 3 મિત્રો બન્યા ડ્રગ્સ પેડલર: અમદાવાદમાં 7 મહિનાથી ચાલતા હાઇબ્રિડ ગાંજાના કાળા કારોબારનો પર્દાફાશ

પ્રેમ, પ્રપંચ અને લાખોની લૂંટ

આરોપી ધ્રુવીલ પટેલ એટલો ખતરનાક હતો કે તેણે સગીરાને માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ તોડી નાખી હતી...પ્રેમની જાળમાં ફસાવ્યા બાદ આરોપીએ સગીરાના કેટલાક અંગત ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા...બસ, ત્યારથી શરૂ થયો બ્લેકમેઈલિંગનો આ ખેલ! ફોટો વાયરલ કરી દેવાની બદનામીની ધમકી આપીને આરોપીએ સગીરા પાસેથી 2 લાખથી વધુની રોકડ અને એક-બે નહીં પણ આખા 32 તોલા સોનાના દાગીના પડાવી લીધા! ઘરમાં જ્યારે દાગીનાની જરૂર પડી અને માતાએ દીકરીને પૂછ્યું, ત્યારે સગીરાના આક્રંદ સાથે આ પાપનો ઘડો ફૂટ્યો!

ઓનલાઈન દોસ્તીનો ખૌફનાક અંજામ

ધ્રુવીલ પટેલ નામના આ શાતિર બ્લેકમેઈલરની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી 15 તોલાથી વધુના સોનાના દાગીના રિકવર કરી લીધા છે...પરંતુ હજુ પણ 17 તોલા સોનું અને રોકડ રકમ ક્યાં છે? આરોપીએ તે ક્યાં સગેવગે કરી? શું આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ સામેલ છે? તે તમામ સવાલોના જવાબ મેળવવા ડુંગરી પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે...

વલસાડની આ ઘટના આજના ડિજિટલ યુગમાં દરેક વાલી માટે એક સણસણતી લાલબત્તી સમાન છે...મોબાઈલની સ્ક્રીન પર દેખાતો હસતો ચહેરો પાછળથી કેટલો ક્રૂર હોઈ શકે છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. જો તમારી દીકરી પણ કલાકો સુધી મોબાઈલમાં ખોવાયેલી રહે છે, તો સાવધાન થઈ જજો! કારણ કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની મિત્રતા ક્યારે બરબાદીના આરે લાવીને ઉભી રાખી દેશે તે કોઈ નથી જાણતું...

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News