SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ધારાસભ્યોનું રિપોર્ટકાર્ડ: 'સેવાદૂત અભિયાન'ને નામે નેતાઓ 182 વિધાનસભા ખૂંદશે, આ જ રિપોર્ટ ફાઈનલ કરશે કે તમે રીપિટ થશો કે કપાશો?

Gujarat BJP Seva Doot Abhiyan: આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક્શન મોડમાં આવી ગઈ છે. પક્ષ દ્વારા રાજ્યમાં 1 થી 25 ડિસેમ્બર દરમિયાન ખાસ 'સેવાદૂત અભિયાન' ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યની દરેક વિધાનસભા બેઠક પર 2-2 સેવાદૂતોને મોકલવામાં આવશે, જેઓ સ્થાનિક સ્તરે જઈને વર્તમાન રાજકીય સ્થિતિનો ઝીણવટભર્યો રિપોર્ટ તૈયાર કરશે.

Written By Kinjal Patel
Published: Nov 27, 2026, 12:52 IST | Updated: Nov 27, 2026, 13:20 IST
Join

Gujarat BJP Seva Doot Abhiyan: આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા અને જનસંપર્ક વધારવા માટે કમર કસવામાં આવી છે. રાષ્ટ્રીય સ્તરે શરૂ કરાયેલા 'સેવાદૂત અભિયાન' અંતર્ગત ગુજરાત ભાજપ દ્વારા રાજ્યભરમાં એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ અભિયાનની રૂપરેખા અને કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ઝોનની બેઠક રાજકોટમાં યોજાઈ અને પશ્ચિમ ઝોન અને ભાવનગર ઝોનની બેઠક સુરતમાં યોજાશે. પૂર્વ ધારાસભ્યો. પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પ્રદેશ સ્તરના હોદ્દેદારો આ અભિયાનમાં જોડાશે.

'સારે બિલ કે દરવાજે બંધ કર દૂંગા', વરુણ પટેલની સૂચક પોસ્ટ બાદ ZEE 24 કલાક પર મોટો ધડાકો; કહ્યું- 'હું અને દિનેશ બાંભણિયા એક ટીમમાં, હાર્દિક અમારી સાથે નથી'

1થી 25 ડિસેમ્બર દરમિયાન ચાલશે અભિયાન, 182 વિધાનસભા બેઠકોમાં 2-2 સેવાદુતને મોકલાશે

ગુજરાતમાં આ 'સેવાદૂત અભિયાન' 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર એમ કુલ 25 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક વિધાનસભા વિસ્તારમાં રહી કાર્યકરો લોકો સુધી તેમના પ્રશ્નો સાંભળશે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે પ્રયાસ કરાશે. સરકારી યોજનાના લાભાર્થીઓના અનુભવો અને સફળતાની કહાણીઓનું પણ સંકલન થશે. લોકોની સમસ્યાઓ અને તેના ઉકેલ માટે પણ અભિયાનમાં કામગીરી કરાશે. સામાજિક અને આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી સંગઠનને વધુ મજબૂત બનાવાશે. આ સિવાય જનભાગીદારી વધારવા અને નકારાત્મક પ્રશ્નોનું સમાધાન લાવવા ભાજપ આ અભિયાનમાં પ્રયાસ કરશે.

 

182 બેઠકો પર સિનિયર નેતાઓને સોંપાઈ જવાબદારી, હવે લોકો સાથે સીધો સંવાદ થશે

'સેવાદૂત' અભિયાન હેઠળ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર પાર્ટીના 2-2 સિનિયર નેતાઓને 'સેવાદૂત' તરીકે મોકલવામાં આવશે. આ જવાબદારી પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, પૂર્વ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પ્રદેશ સ્તરના હોદ્દેદારોને સોંપવામાં આવી છે. દરેક વિધાનસભા વિસ્તારમાં આ અલ્પકાલીન વિસ્તારકો સાથે સ્થાનિક કાર્યકરો પણ જોડાશે, જેથી લોકો સાથે સીધો સંવાદ સાધી શકાય.

અમદાવાદ બન્યું NRI રોકાણકારોની પહેલી પસંદ! 2030 કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિક અને રિયલ એસ્ટેટના ડબલ ક્રેઝ વચ્ચે પ્રોપર્ટી માર્કેટમાં કરોડોનું રોકાણ

ગુજરાત અને કેન્દ્રની સરકારી યોજનાઓનો કરાશે પ્રચાર અને લોકોની સમસ્યાઓનું આવશે નિરાકરણ

સેવાદૂત અભિયાન દરમિયાન કાર્યકરો અને નેતાઓ વિધાનસભા વિસ્તારમાં રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસ કરશે. આ ઉપરાંત, સરકારી યોજનાના લાભાર્થીઓના અનુભવો અને તેમની સફળતાની કહાણીઓનું સંકલન કરવામાં આવશે. જનભાગીદારી વધારવાની સાથે સાથે સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળવી, નકારાત્મક પ્રશ્નોનું સમાધાન લાવવું અને સામાજિક-આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે.

ગુજરાત રાજ્યની રાજકીય સ્થિતિનો તૈયાર થશે રિપોર્ટ

આ સમગ્ર સેવાદૂત અભિયાન દરમિયાન દરેક વિધાનસભા બેઠક પર થતી રોજેરોજની કામગીરીનો રિપોર્ટ સીધો પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચાડવામાં આવશે. અંતે, આ સેવાદૂતો દ્વારા જે-તે વિધાનસભા વિસ્તારની વર્તમાન રાજકીય સ્થિતિ અંગેનો એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે, જે આગામી ચૂંટણીની રણનીતિ ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અભિયાનના સફળ અમલીકરણ માટે રાજ્યમાં ઝોન મુજબ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બેઠક રાજકોટમાં યોજાઈ ચૂકી છે, જ્યારે પશ્ચિમ ઝોન અને ભાવનગર ઝોનની બેઠક સુરતમાં યોજવામાં આવશે.

વડોદરાના જરોદમાં ગુજરાત ATSનું સફળ ઓપરેશન: AK-47 અને 23 જીવતા કારતૂસ સાથે આસામનો શખ્સ દબોચાયો, મોટા ખુલાસાની શક્યતા

5 દિવસ રોકાઈને મેળવાશે સ્તિથીનો તાગ

તમને જણાવી દઈએ કે સેવા દૂત નક્કી કરેલા વિધાનસભા વિસ્તારમાં પહોંચશે, જ્યાં તેઓ સ્થાનિક જરૂરિયાતો મુજબ સેવાકીય પ્રવૃત્તિઓનું સંચાલન કરશે. આ સાથે જ તેઓ તમામ મંડળમાં 5-5 દિવસ રોકાઈને સંગઠનની સ્થિતિનો તાગ મેળવશે. આ ઉપરાંત, કાર્યકરોની સક્રિયતા, બૂથોની મજબૂતાઈ અને પાર્ટીની પ્રાદેશિક પહોંચની સમીક્ષા કરવામાં આવશે. નેતાઓ અને સેવા દૂત સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ પણ જાણશે. આ જનસંપર્ક દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવશે કે કયા વિસ્તારોમાં સંગઠન મજબૂત છે અને ક્યાં સુધારાની જરૂર છે.  

અભિયાનનો શું છે ઉદ્દેશ્ય?

આટલું જ નહીં, સેવા દૂત અભિયાન દરમિયાન એકત્રિત કરવામાં આવેલી માહિતી અને સ્થાનિક લોકો પાસેથી મળેલા પ્રતિભાવો (ફીડબેક)નો રિપોર્ટ સીધો સંગઠનને સોંપવાનો રહેશે. તેના આધારે પાર્ટી નબળા બૂથો અને સંગઠનાત્મક ખામીઓની ઓળખ કરીને તેમને મજબૂત બનાવવાની રણનીતિ તૈયાર કરશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સેવાકીય પ્રવૃત્તિઓ કરવાનો જ નથી, પરંતુ સેવા, જનસંપર્ક અને સંગઠન વિસ્તારને એકસાથે આગળ વધારવાનો છે. પાર્ટીનો પ્રયાસ છે કે 25 દિવસના આ અભિયાનના માધ્યમથી દરેક વિધાનસભા વિસ્તારમાં કાર્યકરોની સક્રિયતા વધે અને પાયાના સ્તરે પકડ વધુ મજબૂત બની શકે.

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: એસજી હાઈ-વે પર આ જંકશન બંધ કરવાનો નિર્ણય ઉંધો પડ્યો, સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી!

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES