• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /અમદાવાદીઓ માટે મોટા સમાચાર: એસજી હાઈ-વે પર આ જંકશન બંધ કરવાનો નિર્ણય ઉંધો પડ્યો, સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી!

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: એસજી હાઈ-વે પર આ જંકશન બંધ કરવાનો નિર્ણય ઉંધો પડ્યો, સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી!

Ahmedabad News: અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યો છે. પકવાન જંકશન બંધ કરવાનો નિર્ણય ભારે પડ્યો છે. એસજી હાઈ-વેના પકવાન ચાર રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે. સવારે જ જંકશન બંધ કરી બેરિકેડ મૂકતાં વાહનચાલકો અટવાયા હતા. ટ્રાફિક જામના પગલે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યા હતા. આયોજન વગર જ જંકશન બંધ કર્યાનો આક્ષેપ લોકોએ લગાવ્યો હતો. ટ્રાફિકની સ્થિતિ વણસતાં સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી હતી. જેથી જંકશન બંધ કરવાની કામગીરી હાલ મોકૂફ રાખવામાં આવી છે. હવે નવી ડિઝાઇન અને આયોજન બાદ કેપ્સ્યુલ સિસ્ટમ લાગુ કરાશે.

Written ByKinjal Patel
Published: Nov 27, 2026, 09:41 IST|Updated: Nov 27, 2026, 10:00 IST
joinshare
અમદાવાદીઓ માટે મોટા સમાચાર: એસજી હાઈ-વે પર આ જંકશન બંધ કરવાનો નિર્ણય ઉંધો પડ્યો, સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
Gold Rate: 46 વર્ષમાં પહેલીવાર સોનામાં આટલો મોટો ઘટાડો! 72000 રૂપિયા જેટલું સસ્તું...આગળ હજુ સસ્તું થશે સોનું?

Gold Rate: 46 વર્ષમાં પહેલીવાર સોનામાં આટલો મોટો ઘટાડો! 72000 રૂપિયા જેટલું સસ્તું...આગળ હજુ સસ્તું થશે સોનું?

2

અમદાવાદીઓ માટે મોટા સમાચાર: એસજી હાઈ-વે પર આ જંકશન બંધ કરવાનો નિર્ણય ઉંધો પડ્યો, સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી!

3

આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ 2 નવી ફિલ્મો, ગનમાસ્ટર જી9, યે પ્રેમ મોલ લિયા રામાયણને આપશે ટક્કર

4

શરદી વિના રોજ સવારે આવતી છીંકનું કારણ હોય શકે છે આ બીમારી, જાણો કારણ અને ઉપાય

5

સાઉદી અરબનો હુથીઓ પર પલટવાર, યમનની રાજધાની સના સહિતના ઠેકાણાઓ પર હુમલા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ahmedabad News: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર પકવાન જંકશન બંધ કરવાનો તંત્રનો નિર્ણય ભારે પડ્યો છે. તંત્રએ યોગ્ય આયોજન વગર જંકશન બંધ કરી દેવાતા સર્જાયેલા ભારે ટ્રાફિક જામ અને લોકોના રોષ બાદ આખરે તંત્રને સાંજ સુધીમાં જ આ નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે. સવારે જ જંકશન બંધ કરી બેરિકેડ મૂકતાં વાહનચાલકો અટવાયા હતા. રાત્રે ટ્રાફિક જામના પગલે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારબાદ ટ્રાફિકની સ્થિતિ વણસતાં સાંજે બેરિકેડ હટાવવાની ફરજ પડી હતી.

Gujarat News Live: અમદાવાદ પકવાન જંકશન બંધ કરવાનો નિર્ણય ભારે પડ્યો! GTUના કુલપતિ બનવા જામી ભારે રસાકસી, હર્ષ સંઘવી આજથી 3 દિવસ છોટાઉદેપુરની મુલાકાતે

સવારથી જ રસ્તા પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા, પણ દાવ ઉલ્ટો પડ્યો
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા જોરદાર છે. ટ્રાફિકને હળવું કરવા માટે તંત્ર દ્વારા અવારનવાર પ્રોજેક્ટ હાથ ઘરવામાં આવે છે. તે સંદર્ભે ટ્રાફિક હળવો કરવાના હેતુથી પકવાન ચાર રસ્તા ખાતેનું જંકશન બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે સવારથી જ રસ્તા પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા. જોકે, પીક અવર્સમાં જ જંકશન બંધ કરી દેવાતા એસજી હાઈવે અને આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. ઓફિસ અને કામધંધે જતા હજારો વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા.

પૂરતા આયોજન વગર જ સીધું જંકશન બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ, હનોની લાંબી કતારો લાગી...
તંત્ર દ્વારા હાલ એસજી હાઈવે પર કેપ્સૂલ વ્યવસ્થા હાથ ઘરી છે, પરંતુ અહીં પણ એવો પ્રયોગ કરાતા દાવ ઉલ્ટો પડ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તંત્ર દ્વારા પકવાન ચાર રસ્તા પર વૈકલ્પિક વ્યવસ્થા કે પૂરતા આયોજન વગર જ સીધું જંકશન બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગતા લોકોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટના અભાવે હાલાકી ભોગવવી પડી હોવાનો આક્ષેપ કર્યો હતો.

સત્તામાં ભાગીદારી છતાં અસંતોષ કેમ? પાટીદાર નેતાઓ કઈ ખામોશીની જાહેરમાં કાઢી રહ્યા છે ભડાશ, કેમ ચર્ચામાં છે પાટીદાર સમાજ

સવારે રસ્તો બંધ કર્યો અને સાંજે બેરિકેડ હટાવવાની નોબત આવી, નવી ડિઝાઇન બાદ લાગુ થશે કેપ્સ્યુલ સિસ્ટમ
દિવસભર ટ્રાફિકની સ્થિતિ સતત વણસતી જતા આખરે તંત્ર સફાળું જાગ્યું હતું અને સાંજે પકવાન જંકશન પરથી બેરિકેડ હટાવી લેવાની ફરજ પડી હતી. હાલ પૂરતી જંકશન બંધ કરવાની આ કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. તંત્ર દ્વારા હવે આ સમગ્ર મામલે ફેરવિચારણા કરવામાં આવશે. આગામી સમયમાં નવી ડિઝાઇન તૈયાર કરીને સંપૂર્ણ આયોજન સાથે પકવાન જંકશન પર 'કેપ્સ્યુલ સિસ્ટમ' લાગુ કરવામાં આવશે, જેથી વાહનચાલકોને ફરી આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News