SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ખેડાના કઠાણા ગામમાં વીજ કરંટ લાગતાં બે લોકોનાં મોત, ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે બની દુર્ઘટના

Kheda : ખેડાના કઠલાલ તાલુકાના કઠાણા ગામમાં ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે વીજ કરંટ લાગતાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કઠલાલ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Written By Dilip Chaudhary
Published: Oct 11, 2026, 07:08 PM IST | Updated: Oct 11, 2026, 07:12 PM IST
Join

Kheda : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામમાં વીજ કરંટ લાગવાની ગોઝારી ઘટના સામે આવી છે. ખેતરમાં પાણીની કુંડી સાફ કરતી વખતે વીજ કરંટ લાગતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. એકસાથે બે લોકોનાં મોતની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતાં કઠલાલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાણીની કુંડી સાફ કરતી વખતે સર્જાયો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, કઠાણા ગામના એક ખેતરમાં પાણીની કુંડી સાફ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્રણ લોકો કુંડીની સફાઈ કરી રહ્યા હતા. કુંડી સાફ કરવા માટે લાંબા સળિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જોકે, આ સળિયો ઉપરથી પસાર થતી વીજલાઇનને અડી જતાં અચાનક વીજ કરંટ લાગ્યો હતો.

દિવાળીએ વતન જતા મુસાફરો માટે ખુશખબર, GSRTC દોડાવશે 1600થી વધુ એક્સ્ટ્રા બસો

વીજ કરંટની ઝપેટમાં ત્રણ લોકો આવી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બે લોકોનાં મોતથી ગામમાં શોકની લાગણી

ખેતરમાં બનેલી આ દુર્ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. એક જ ઘટનામાં બે વ્યક્તિઓનાં મોત થતાં કઠાણા ગામ અને આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

બનાવની માહિતી મળતાં કઠલાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. આ દુર્ઘટના કયા સંજોગોમાં બની અને અન્ય જરૂરી વિગતો જાણવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES