• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર, જાણો કઈ રીતે મળશે લાભ

ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર, જાણો કઈ રીતે મળશે લાભ

Gujarat GCC Policy 2025-30 : ગુજરાતમાં ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટરના વિકાસને નવો વેગ આપવા વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા Gujarat Global Capability Center (GCC) પૉલિસી 2025-30ના અસરકારક અમલીકરણ માટે Operational Guidelines 1.0 જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા દ્વારા GCCની ઓળખ, પાત્રતા, નવા સેન્ટરની સ્થાપના, હાલના સેન્ટરના વિસ્તરણ અને વિવિધ પ્રોત્સાહક સહાય મેળવવાની પ્રક્રિયા માટે સ્પષ્ટ માળખું નક્કી કરાયું છે.

Written ByKaran Rajput
Published: Oct 03, 2026, 12:55 PM IST|Updated: Oct 03, 2026, 12:59 PM IST
joinshare
ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર, જાણો કઈ રીતે મળશે લાભ
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
5 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

5 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

2

પાકિસ્તાનને પછાડી ભારતનો ગોલ્ડન પંચ! એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે લહેરાવ્યો તિરંગો

3

નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ: ગરબા ક્લાસીસમાં પહોંચી 'શી' ટીમ, મહિલાઓને આપ્યા મહત્ત્વના સુરક્ષા સૂચનો

4

ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર, જાણો કઈ રીતે મળશે લાભ

5

દિવાળી પર સરકારની મોટી ભેટ, આ લોકોને મળશે મફત LPG સિલિન્ડર, સીધા ખાતામાં જમા થશે પૈસા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

GCC Operational Guidelines 1.0 : ગુજરાતમાં જાહેર થયેલી માર્ગદર્શિકાની વિશેષતા એ છે કે ઇન્સેન્ટિવ માટેની અરજીથી લઈને ક્લેમની ચકાસણી અને ચુકવણી સુધીની કામગીરી એક જ ડિજિટલ પ્લેટફૉર્મ પર થશે. Directorate of ICT & e-Governance દ્વારા વિકસાવાયેલા Integrated Incentive Management Portal મારફતે ઇન્સેન્ટિવની અરજી, ક્લેમ પ્રોસેસિંગ, ચુકવણી ઉપરાંત Skill Development Courses માટે પણ અરજી કરી શકાશે. GCC પૉલિસી સંબંધિત માહિતી પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પાત્રતા નક્કી કરવા માટે સ્પષ્ટ માપદંડ

GCC માટે ઇન્સેન્ટિવની ગણતરી ક્યારથી શરૂ થશે તે નક્કી કરવા Month of Eligibilityની જોગવાઈ કરવામાં આવી છે. Commercial Operation શરૂ થવાની તારીખ, In-principle Approval અથવા Eligible Employee Count હાંસલ થવાની તારીખ—આ ત્રણમાંથી જે તારીખ સૌથી પાછળની હશે, તેને પાત્રતાનો પ્રારંભિક મહિનો ગણવામાં આવશે. આ જ સમયથી ઇન્સેન્ટિવની ચુકવણીની ગણતરી શરૂ થશે.

  • GCC પૉલિસી 2025-30ના અમલ માટે Operational Guidelines 1.0 જાહેર
  • નવા GCCની સ્થાપના અને હાલના સેન્ટરના વિસ્તરણને પ્રોત્સાહન
  • CAPEX, OPEX અને Special Incentive માટે પાત્રતા તથા સમયમર્યાદા નિર્ધારિત
  • મોડા ક્લેમ પર Pro-rata ધોરણે ઇન્સેન્ટિવની ગણતરી
  • GCCની ઓળખથી રોકાણ અને કર્મચારીઓની ચકાસણી સુધીની પ્રક્રિયા દસ્તાવેજ આધારિત

GCCની ઓળખ માટે Parent અથવા Group Company સાથેનો સંબંધ દર્શાવતો Board Resolution, Service Level Agreement (SLA), Ownership Structure, Detailed Project Report (DPR), GST Certificate અને જરૂરી હોય ત્યાં CA દ્વારા પ્રમાણિત રોકાણની વિગતો રજૂ કરવાની રહેશે. Commercial Operation પૉલિસી Period દરમિયાન શરૂ થયેલું હોવું અનિવાર્ય છે.

નવા GCC માટે Certificate of Incorporation, GST Registration, ગુજરાતમાં મિલકતના ભાડા અથવા ખરીદીના દસ્તાવેજો, GCC સ્થાપવા માટેનો Board Resolution, SLA, Employee Allocation Details, DPR અને પ્રથમ Service Invoice સહિતના દસ્તાવેજોની જોગવાઈ છે. હાલના GCCમાં નવી પ્રવૃત્તિઓ અને રોજગારી ઉમેરવા માટે પણ વિસ્તરણની મંજૂરી સંબંધિત Board Resolution, વધારાની પ્રવૃત્તિઓ માટે SLA, DPR અને જરૂરી રોકાણ તથા કર્મચારીઓની વિગતો રજૂ કરવાની રહેશે.

CAPEX-OPEX સહિત વિવિધ ખર્ચને આવરી લેતી સહાય

GCC પૉલિસી હેઠળ Eligible CAPEX Expenditureમાં Buildingનું બાંધકામ અથવા ખરીદી, Computers, Software, Networking Hardware અને અન્ય સંબંધિત Fixed Assetsના ખર્ચનો સમાવેશ થાય છે. જમીનનો ખર્ચ તેમાં સામેલ નથી. જોકે, જમીન કે ઑફિસ સ્પેસના Lease, Sale અથવા Transfer માટે ચૂકવેલી Stamp Duty અને Registration Fees તથા Captive Renewable Energy Plant માટેનાં સાધનોની ખરીદી પર થયેલો ખર્ચ પાત્ર બની શકે છે.

Furniture, Fixtures, Renovation, Civil Work, Interior Designing, Electrical Fixtures, HVAC Equipment તથા GCC માટે જરૂરી અન્ય Plant અને Machineryનો ખર્ચ પણ આધારભૂત દસ્તાવેજોને આધારે ગણતરીમાં લઈ શકાય છે. નવા GCC માટે Commercial Operation શરૂ થયાની તારીખથી અને હાલના GCCના વિસ્તરણ માટે Expansion Applicationની તારીખથી બે વર્ષ સુધીનું સંબંધિત GFCI રોકાણ પાત્ર ખર્ચમાં આવરી શકાય છે.

ક્લેમ માટે સમયમર્યાદા અને દસ્તાવેજી ચકાસણી

CAPEX Claim Eligible Period પૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર Financial Year મુજબ રજૂ કરવાનો રહેશે. OPEXનો પ્રથમ ક્લેમ Month of Eligibilityથી શરૂ થતા અનુગામી બે Quartersમાં અને ત્યારબાદના ક્લેમ દરેક આગામી Quarter પૂર્ણ થાય તે પહેલાં રજૂ કરવાના રહેશે. Special Incentive અને Quality Certificationના વાર્ષિક ક્લેમ આગામી Financial Year પૂર્ણ થાય તે પહેલાં સબમિટ કરવાના રહેશે. વિલંબના દિવસોને આધારે ઇન્સેન્ટિવની ગણતરી Pro-rata ધોરણે કરવામાં આવશે.

ચેકલિસ્ટ નિર્ધારિત કરાઈ 

ક્લેમની પ્રક્રિયા માટે Certificate of Incorporation, GST Registration, Board Resolution SLA, Certified DPR, કર્મચારીઓની વિગતો, First Service Invoice, Investment Invoices, CA Certified Claim Summary તથા GFCI અને વાર્ષિક ઓપરેટિંગ ખર્ચનું CA Certificate સહિતની દસ્તાવેજી ચેકલિસ્ટ નિર્ધારિત કરાઈ છે. GCC દ્વારા Parent અથવા Group Companyને જ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોવાની બાબત પણ ચકાસવામાં આવશે.

અરજીઓની ચકાસણી દરમિયાન સત્તાધિકારી જરૂરિયાત મુજબ વધારાના દસ્તાવેજો કે સ્પષ્ટતા માગી શકશે, જે નિર્ધારિત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. આમ, નવી Operational Guidelines દ્વારા GCC પૉલિસી 2025-30ના અમલને સ્પષ્ટ પ્રક્રિયા, ડિજિટલ સુવિધા અને દસ્તાવેજ આધારિત ચકાસણીનું માળખું મળ્યું છે, જે રાજ્યમાં નવા GCCની સ્થાપના અને હાલના સેન્ટરના વિસ્તરણ માટે વ્યવસ્થિત માર્ગ પૂરો પાડશે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News