• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રાજકોટ
  • /નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ: ગરબા ક્લાસીસમાં પહોંચી 'શી' ટીમ, મહિલાઓને આપ્યા મહત્ત્વના સુરક્ષા સૂચનો

નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ: ગરબા ક્લાસીસમાં પહોંચી 'શી' ટીમ, મહિલાઓને આપ્યા મહત્ત્વના સુરક્ષા સૂચનો

નવરાત્રિ નજીક આવી ગઈ છે. નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા રમતાં ખેલૈયાઓની સુરક્ષા પણ મહત્વની હોય છે. તેવામાં ગુજરાતમાં બધા શાંતિપૂર્ણ રીતે ગરબા રમી શકે તે માટે પોલીસની શી ટીમ સજ્જ થઈ ગઈ છે. વિવિધ ગરબા ક્લાસમાં જઈને શી ટીમ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી રહી છે.

Written ByGokani Dhaval
Published: Oct 03, 2026, 01:26 PM IST|Updated: Oct 03, 2026, 01:27 PM IST
joinshare
નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ: ગરબા ક્લાસીસમાં પહોંચી 'શી' ટીમ, મહિલાઓને આપ્યા મહત્ત્વના સુરક્ષા સૂચનો

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Drishyam 3: દ્રશ્યમ 3 એ તોડ્યા પઠાનથી 5 ફિલ્મોના રેકોર્ડ, અજય દેવગનની ફિલ્મને મળ્યું છપ્પરફાડ ઓપનિંગ

Drishyam 3: દ્રશ્યમ 3 એ તોડ્યા પઠાનથી 5 ફિલ્મોના રેકોર્ડ, અજય દેવગનની ફિલ્મને મળ્યું છપ્પરફાડ ઓપનિંગ

2

5 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

3

પાકિસ્તાનને પછાડી ભારતનો ગોલ્ડન પંચ! એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે લહેરાવ્યો તિરંગો

4

નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ: ગરબા ક્લાસીસમાં પહોંચી 'શી' ટીમ, મહિલાઓને આપ્યા મહત્ત્વના સુરક્ષા સૂચનો

5

ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર, જાણો કઈ રીતે મળશે લાભ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

બસ હવે નવરાત્રિ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. 11 ઓક્ટોબરે પ્રથમ નોરતું છે. ખેલૈયાઓ ગરબાની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે.  તો બીજી તરફ પોલીસ ખેલૈયાઓની સુરક્ષા ને લઈને દોડી રહી છે સરકારની 181 ની ટીમ તેમજ સી ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા ને લઈને કામગીરી કરવામાં આવી રહી છે..

સુરક્ષા માટે તૈયાર શી ટીમ
શી ટીમના સભ્ય અલગ અલગ ગરબા ક્લાસીસોમાં જઈને સુરક્ષા વ્યવસ્થા ની તપાસ કરી રહ્યા છે તેમજ ગરબે રમતી મહિલાઓને અવેર પણ કરી રહ્યા છે.. મહિલાઓને માહિતી આપી રહ્યા છે કે તેઓ નવરાત્રી દરમિયાન ક્યાંય પણ અસુરક્ષાનાો અનુભવ કરે છે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અથવા તો 181, 112 તેમજ પોલીસ કંટ્રોલ પર પણ જાણ કરે.

આ પણ વાંચોઃ મેલું ઉપાડવાના શંકરસિંહ વાઘેલાના નિવેદન પર પાટીદાર અને બ્રાહ્મણ સમાજ લાલઘૂમ

ગરબે રમતી વખતે પણ જો કોઈ બેડ ટચ કરવાનો પ્રયાસ કરે છે તો તરત જ એલર્ટ થઈ જાય.. પોતાના મોબાઈલનું લોકેશન પણ ઓન રાખે તેમ જ માતા પિતાને જાણ કરીને જાય આવી વિવિધ સુચનાઓ પણ મહિલા પોલીસની ટીમ દ્વારા અપાય હતી. તો મહિલાઓએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી પોતાની સેવામાં તત્પર રહેતી મહિલા પોલીસને ફૂલહાર પહેરાવી તેમનું અભિવાદન કર્યું હતું.

એટલું જ નહીં મહિલાઓએ કહ્યું હતું કે તેઓ સરકાર અને પોલીસના કારણે પોતાની જાતને ખૂબ જ સુરક્ષિત અનુભવે છે પોલીસની ટીમ તેમની સુરક્ષા માટે હંમેશા તૈનાત હોય છે. ગુજરાતમાં તેઓ પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે તેમનું કારણ ગુજરાત પોલીસ છે તેવું પણ મહિલાઓએ કહ્યું હતું.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News