• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /પાકિસ્તાનને પછાડી ભારતનો ગોલ્ડન પંચ! એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે લહેરાવ્યો તિરંગો

પાકિસ્તાનને પછાડી ભારતનો ગોલ્ડન પંચ! એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે લહેરાવ્યો તિરંગો

Ind vs Pak : ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 ઓક્ટોબરના રોજ એશિયન ગેમ્સ 2026ની ફાઈનલ મેચ રમાઈ. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 6 વિકેટના નુકસાને 211 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 200 રન પણ બનાવી શકી નહોતી અને ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

Written ByDilip Chaudhary
Published: Oct 03, 2026, 01:26 PM IST|Updated: Oct 03, 2026, 01:49 PM IST
joinshare
પાકિસ્તાનને પછાડી ભારતનો ગોલ્ડન પંચ! એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે લહેરાવ્યો તિરંગો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Drishyam 3: દ્રશ્યમ 3 એ તોડ્યા પઠાનથી 5 ફિલ્મોના રેકોર્ડ, અજય દેવગનની ફિલ્મને મળ્યું છપ્પરફાડ ઓપનિંગ

Drishyam 3: દ્રશ્યમ 3 એ તોડ્યા પઠાનથી 5 ફિલ્મોના રેકોર્ડ, અજય દેવગનની ફિલ્મને મળ્યું છપ્પરફાડ ઓપનિંગ

2

5 રૂપિયા મોંઘુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો, જાણો નવી કિંમત

3

પાકિસ્તાનને પછાડી ભારતનો ગોલ્ડન પંચ! એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે લહેરાવ્યો તિરંગો

4

નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ: ગરબા ક્લાસીસમાં પહોંચી 'શી' ટીમ, મહિલાઓને આપ્યા મહત્ત્વના સુરક્ષા સૂચનો

5

ગુજરાતને ‘ગ્લોબલ કૅપેબિલિટી હબ’ બનાવવા માટે ડિજિટલ ઇન્સેન્ટિવનો નવો રોડમૅપ જાહેર, જાણો કઈ રીતે મળશે લાભ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ind vs Pak : એશિયન ગેમ્સ 2026ની પુરુષોની ક્રિકેટ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી હતી. જેમાં ભારતે પાકિસ્તાનીઓને પછાડીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ફરી એકવાર પાકિસ્તાનનો ભારત સામે પરાજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 211 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ 192 રન જ બનાવી શકી હતી અને ભારતે 19 રને પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તો પાકિસ્તાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો. જ્યારે શ્રીલંકાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

અભિષેક શર્માની ધમાકેદાર બેટિંગ

અભિષેક શર્મા, તિલક વર્મા અને શિવમ દુબેએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ભારતીય ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. જોકે, વૈભવ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં અને 9 બોલમાં બે સિક્સરની મદદથી 15 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, ત્યાંથી અભિષેક શર્માએ બાજી સંભાળી લીધી અને 28 બોલમાં 61 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

 

𝗚𝗢𝗟𝗗 𝗠𝗘𝗗𝗔𝗟𝗟𝗜𝗦𝗧𝗦 𝗔𝗚𝗔𝗜𝗡 🥇

Congratulations #TeamIndia for successfully defending the Asian Games Gold Medal 👏👏

Scorecard ▶️ https://t.co/g4wzZagyGj#AsianGames pic.twitter.com/sg7z4dhUzH

— BCCI (@BCCI) October 3, 2026

 

તિલક વર્માએ 22 બોલમાં 51 રન ફટકાર્યા

અંતિમ ઓવરોમાં, શિવમ દુબે અને તિલક વર્માએ ભારતીય ટીમ માટે આક્રમક ઇનિંગ્સ રમી હતી. અહેમદ દાનિયાલે શિવમ દુબેને કેચ આઉટ કરાવ્યો. દુબેએ 15 બોલમાં 27 રન બનાવ્યા, જેમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. તો તિલક વર્માએ શાનદાર ઇનિંગ્સ રમતા 22 બોલમાં 51 રન બનાવ્યા હતા. તો ઈશાન કિશને પણ 18 બોલમાં 20 રન બનાવ્યા હતા. શ્રેયસે પણ 24 બોલમાં 21 રન બનાવ્યા હતા, જેમાં તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

પાકિસ્તાનની બેટિંગ

ટાર્ગેટનો પીછો કરતા વોશિંગ્ટન સુંદરે પાકિસ્તાની ટીમને પ્રથમ ઝટકો આપ્યો અને કેપ્ટન સાહિબઝાદા ફરહાન 10 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ અક્ષર પટેલે વિકેટકીપર-બેટ્સમેન ઉસ્માન ખાનને આઉટ કર્યો, જે માત્ર 3 રન જ બનાવી શક્યો હતો. ત્યારબાદ અક્ષરે માઝ સદાકતને આઉટ કર્યો.

ત્યારબાદ શિવમ દુબેએ સૈમ અયુબને આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી. ત્યારબાદ વોશિંગ્ટન સુંદરે અબ્દુલ સમદને આઉટ કરીને પાંચમી વિકેટ ઝડપી. પાકિસ્તાન તરફથી હસન નવાઝે સૌથી વધુ 95 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની સદી પુરી કરી શક્યો નહોતો અને શિવમ દુબેએ તેને આઉટ કર્યો હતો.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket News