SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટમાં SIRના મુદ્દે ભાજપ આક્રમક: કોંગ્રેસ ભ્રમ ફેલાવતી હોવાનો આરોપ, 13 કરોડ નામો પર રૂપાલાએ ફેંક્યો પડકાર

Rajkot News: રાજકોટમાં SIRના મુદ્દે ભાજપે કોંગ્રેસ સામે આક્રમક મોરચો ખોલ્યો છે. લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અંતર્ગત રાજકોટ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સહિત સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, મેયર અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. SIRની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા ઊભા કરવામાં આવી રહેલા માહોલ સામે ભાજપના નેતાઓએ આકરા સવાલો ઉઠાવ્યા. તો બીજી તરફ કોંગ્રેસ પર ભ્રમ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો.ત્યારે શું છે સમગ્ર મામલો?

Written By Kinjal Patel
Published: Nov 03, 2026, 11:53 AM IST | Updated: Nov 03, 2026, 12:02 PM IST
Join

સાહિત સપ્પા/રાજકોટ: રાજકોટ ભાજપના કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન અંતર્ગત યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં SIRના મુદ્દે કોંગ્રેસને સીધું નિશાન બનાવવામાં આવી.પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસના શાસનકાળમાં અગાઉ 11 વખત SIRની કામગીરી થઈ ત્યારે કોઈ વિરોધ કરવામાં આવ્યો નહોતો. પરંતુ હવે 12મી SIRની કામગીરી થઈ રહી છે ત્યારે જ કેમ આટલો વિરોધ કરવામાં આવી રહ્યો છે.?

સિંગલ ટેન્ડર હોવા છતાં AMCની લહાણી! મક્તમપુરાનું જીમ અને લાઈબ્રેરી વાર્ષિક રૂ. 6 લાખના ભાડે AIMIM પ્રમુખને સોંપાયા

માત્ર મોટી સંખ્યામાં લોકો ભેગા કરીને સંમેલન યોજવાથી સત્ય બદલાતું નથી: રૂપાલા

રૂપાલાએ વધુમાં જણાવ્યું કે 13 કરોડ લોકોનાં નામ મતદાર યાદીમાંથી કમી કરાયાં હોવાના મુદ્દે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે. જો ખરેખર આટલી મોટી સંખ્યામાં નામ કમી થયાં હોય તો આંકડાઓ સાથે સ્પષ્ટતા થવી જોઈએ. માત્ર મોટી સંખ્યામાં લોકો ભેગા કરીને સંમેલન યોજવાથી સત્ય બદલાતું નથી.

મતદાર તરીકેના નામ કમી થયા હોય તો એફિડેવિટ રજૂ કરીને સાબિતી આપવી જોઈએ: એસ.પી. સિંહ બઘેલ

SIRના મુદ્દે કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી. સિંહ બઘેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે 13 કરોડ લોકોનાં નામ કમી કરાયાં હોવાના નામે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કોઈના સાચા અને માન્ય મતદાર તરીકેના નામ કમી થયા હોય તો એફિડેવિટ રજૂ કરીને સાબિતી આપવી જોઈએ. બઘેલે વધુમાં જણાવ્યું કે અલગ અલગ રાજ્યોમાં મોટી સંખ્યામાં ડુપ્લિકેટ મતદારો સામે આવ્યા છે.અનેક મધ્યમ વર્ગના લોકો રોજગાર કે અન્ય કારણોસર નજીકના શહેર કે કસ્બામાં સ્થળાંતર કરી જાય છે. તેમ છતાં તેમના જૂના ગામમાં પણ મતદાર તરીકે નામ ચાલુ રહે છે. આવી સ્થિતિમાં મતદાર યાદીનું વેરિફિકેશન જરૂરી બને છે. તેમણે ફોર્મ-6 અને OTP આધારિત સ્વઘોષણાની પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો. સાથે જ કોંગ્રેસ લાંબા સમયથી અનેક રાજ્યોમાં સત્તાથી બહાર છે. તેમ છતાં SIRને લઈને ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: ગુજરાતભરની જેલને બોમ્બથી ઉડાવવાની ધમકી, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતાની વરણી, ગુજરાત ATSની મોટી કાર્યવાહી

પરષોત્તમ રૂપાલાએ 13 કરોડ નામ કમી કરવાના મુદ્દે કોંગ્રેસને પડકાર ફેંક્યો

એસ.પી. સિંહ બઘેલે કોંગ્રેસના નેતાઓ પર વધુ આકરા પ્રહાર કર્યા. તેમણે બંધારણના કેટલાક પાનાં રાહુલ ગાંધીનાં દાદીએ ફાડી નાખ્યાં હોવાનો આક્ષેપ કરી રાજકીય નિવેદનબાજી કરી. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓને મળતા ફંડિંગ અંગે પણ ગંભીર આરોપો લગાવ્યા.સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતાઓએ SIRની કામગીરીને યોગ્ય ઠેરવી કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિરોધને રાજકીય ગણાવ્યો. એક તરફ પરષોત્તમ રૂપાલાએ 13 કરોડ નામ કમી કરવાના મુદ્દે કોંગ્રેસને પડકાર ફેંક્યો.

તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી બઘેલે ડુપ્લિકેટ મતદારો અને મતદાર યાદીના વેરિફિકેશનનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હવે SIRના મુદ્દે ભાજપના આક્ષેપો સામે કોંગ્રેસ શું જવાબ આપે છે અને આગામી દિવસોમાં આ રાજકીય વિવાદ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, તો ગુજરાતમાં પ્રતિબંધ કેમ? સરાઝા પાર્ટી વિવાદ વચ્ચે પીપળીયાએ ખોલી દારૂબંધીની પોલ!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES