• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વર્ષે કોંગ્રેસનું કમબેક; વર્ષ 2021 કરતાં 2026માં સ્થિતિ સુધરી, જાણો કોંગ્રેસની હારના કારણો

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વર્ષે કોંગ્રેસનું કમબેક; વર્ષ 2021 કરતાં 2026માં સ્થિતિ સુધરી, જાણો કોંગ્રેસની હારના કારણો

Gandhinagar Municipal Corporation Election Result: ગાંધીનગર મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીના પરિણામોએ લોકોને ચોંકાવી દીધા છે. કુલ 11 વોર્ડની 44 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 38 સીટો જીતીને પોતાનો ગઢ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021ની ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો પર કબજો જમાવ્યો હતો, જ્યારે આ વર્ષે વિરોધ પક્ષ કોંગ્રેસને ફાળે 5 બેઠકો ગઈ છે અને અન્યને 1 બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો આંચકો આમ આદમી પાર્ટીને લાગ્યો છે, જેનો આ વખતે સંપૂર્ણ સફાયો થઈ ગયો છે.

Written ByKinjal Patel
Published: Oct 13, 2026, 01:53 PM IST|Updated: Oct 13, 2026, 02:03 PM IST
joinshare
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ વર્ષે કોંગ્રેસનું કમબેક; વર્ષ 2021 કરતાં 2026માં સ્થિતિ સુધરી, જાણો કોંગ્રેસની હારના કારણો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

2

બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો છતાં RBL બેંકના શેરમાં 8%નો ઘટાડો, જાણો શું છે કારણ

3

બેંક ખાતામાં 4 નોમિની હોય તો ખાતાધારકના મૃત્યુ પછી પૈસાની વહેંચણી કેવી રીતે થશે? જાણો નિયમો

4

BHEL તરફથી ઓર્ડર મળતા જ ગોલ્ડમેન સૅક્સની ડિફેન્સ સ્ટોક્સ પર જોરદાર અભિપ્રાય, આ 3 કારણે સ્ટોકમાં આવશે તેજી! જાણો TGT

5

ગાંધીનગર મનપાલિકા ચૂંટણીમાં કઈ બેઠક પર કોણે મારી બાજી? 11 વોર્ડના 44 ઉમેદવારોનું લિસ્ટ તૈયાર, જાણો કયા વોર્ડમાં કઈ પેનલ તૂટી?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gandhinagar Municipal Corporation Election Result: ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની કુલ 44 બેઠકોની ચૂંટણીમાં ભાજપે 38 બેઠકો મેળવીને ભવ્ય વિજય નોંધાવ્યો છે, જ્યારે આ વખતે આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. બીજી તરફ, વર્ષ 2021ની ચૂંટણીમાં માત્ર 2 બેઠકો મેળવનાર કોંગ્રેસે 2026માં 5 બેઠકો જીતીને વાપસી કરી છે, જેમાં વોર્ડ નંબર 6માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે. 

ઉલ્લેખનીય છે કે, 2021માં ભાજપે 41 બેઠકો સાથે ગાંધીનગર મનપાના ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને AAPને 1 બેઠક મળી હતી. આ વખતે કોંગ્રેસના પ્રદર્શનમાં સુધારો થયો હોવા છતાં, સંગઠનાત્મક નબળાઈ, બૂથ સ્તરે મજબૂત માળખાનો અભાવ, નેતાઓ વચ્ચે સંકલનની કમી, પૂર્વ કોર્પોરેટરોનો પક્ષપલટો અને જનતાને આકર્ષવામાં નિષ્ફળ રહેલો મેનિફેસ્ટો જેવા કારણો ચૂંટણીમાં તેની હાર માટે જવાબદાર રહ્યા છે.

2021માં ગાંધીનગર મનપામાં ખાતું ખોલાવનાર 'AAP'ના આ વર્ષે સુપડા સાફ: 32-32 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ, ભાજપનો ભગવો લહેરાયો!

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનું કમબેક: વોર્ડ નં. 6 માં આખી પેનલ વિજેતા બની ગઈ..
વર્ષ 2021ની મનપા ચૂંટણીની સરખામણીએ આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન થોડું સુધર્યું હોય એવું ચિત્ર સામે આવ્યું છે. વર્ષ 2021ની ગાંધીનગર મનપાની ચૂંટણીમાં સ્થાપના પછી ભાજપ માટે સૌથી મોટી જીત સાબિત થઈ હતી, જેમાં ભાજપે 41 બેઠકો જીતી હતી. તે સમયે વિરોધ પક્ષ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા અને પક્ષ માત્ર 2 બેઠકો પર સમેટાઈ ગયો હતો, જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત એન્ટ્રી કરીને 1 બેઠક પર જીત મેળવી હતી.

વર્ષ 2026માં કોંગ્રેસે વાપસી કરી, 5 સીટો મેળવી લોકોને ચોંકાવ્યા
વર્ષ 2026ની ચૂંટણીમાં ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે વાપસી કરતા 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. પક્ષ માટે સૌથી મોટા સમાચાર વોર્ડ નંબર 6 માંથી આવ્યા છે, જ્યાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે. જોકે, આ આંશિક સુધારા છતાં ભાજપે 38 બેઠકો સાથે મહાનગરપાલિકા પર પોતાનું સંપૂર્ણ કબજો જમાવવામાં સફળતા મેલવી છે.

ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારના શું છે મુખ્ય કારણ?

ગાંધીનગર મનપામાં કોગ્રેસે 5 બેઠકો જીતી હોવા છતાં ગુજરાતની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસને અપેક્ષિત સફળતા મળી નથી. પક્ષની આ હાર પાછળના કારણોની વાત કરીએ તો પાર્ટીના સંગઠનાત્મક અને વ્યૂહાત્મક કારણો જવાબદાર રહ્યા છે.

Gandhinagar Municipal Corporation Election Result Live: ગાંધીનગરમાં ભાજપનો દબદબો: ભાજપ 38, કોંગ્રેસ 5 અને અપક્ષની 1 સીટ પર જી

પાર્ટીમાં સંગઠનાત્મક નબળાઈ
કોંગ્રેસ પાર્ટીમાં સંગઠનની નબળાઈ સ્પષ્ટ દેખાઈ આવી હતી અને ચૂંટણી લક્ષી તૈયારીઓ ખૂબ મોડી શરૂ કરવામાં આવી હતી.

કોંગ્રેસમાં બૂથ સ્તરે માળખાનો અભાવ
ચૂંટણી જીતવા માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા બૂથ સ્તર સુધી મજબૂત અને સક્રિય માળખાનો પક્ષમાં અભાવ જોવા મળ્યો.

કોંગ્રેસ નેતાઓમાં સંકલનનો આભાવ
મોવડીમંડળ અને સ્થાનિક નેતાઓ વચ્ચે યોગ્ય સંકલન (Coordination) ન હોવાનો ફટકો પક્ષને સહન કરવો પડ્યો.

કોંગ્રેસમાં જનવિશ્વાસનો અભાવ
જનતામાં પક્ષ પ્રત્યે પુનઃ વિશ્વાસ ઊભો કરવામાં નેતૃત્વ નિષ્ફળ નીવડ્યું.

ભૂતકાળનો પક્ષપલટો
અગાઉ કોંગ્રેસના જ ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલા પક્ષપલટાની અસર પણ મતદારોના માનસ પર પડી.

મેનિફેસ્ટો લોકોને આકર્ષી શક્યો નહી..
પક્ષનો ચૂંટણી ઢંઢોળો (મેનિફેસ્ટો) સામાન્ય જનતા અને મતદારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યો.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ ગાંધીનગરમાં પોતાનો ભગવો લહેરાવવામાં સફળ રહ્યો છે, જ્યારે કોંગ્રેસે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત કરવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gandhinagar Municipal Corporation