• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: ગાંધીનગરમાં વોર્ડ નં-5-7માં ભાજપની જીત, વોર્ડ નં-9માં ફરી કાઉન્ટિંગ થશે, રાજકોટમાં કોંગ્રેસની જીત, દ્વારકામાં AAPનો વિજય
Live Now

Gujarat News Live: ગાંધીનગરમાં વોર્ડ નં-5-7માં ભાજપની જીત, વોર્ડ નં-9માં ફરી કાઉન્ટિંગ થશે, રાજકોટમાં કોંગ્રેસની જીત, દ્વારકામાં AAPનો વિજય

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 13 ઓક્ટોબરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Oct 13, 2026, 08:41 AM IST|Updated: Oct 13, 2026, 10:20 AM IST
joinshare
Gujarat News Live: ગાંધીનગરમાં વોર્ડ નં-5-7માં ભાજપની જીત, વોર્ડ નં-9માં ફરી કાઉન્ટિંગ થશે, રાજકોટમાં કોંગ્રેસની જીત, દ્વારકામાં AAPનો વિજય
13 Oct 2026 10:20 IST (IST)
share

Gujarat News Live: વોર્ડ નંબર 7 મા ભાજપની પેનલ તૂટી

વોર્ડ નંબર 7 મા કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા.
વોર્ડ નંબર 7માં ભાજપ 3, કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય
કોંગ્રેસના નગીન નાગીયા જીત્યા

13 Oct 2026 10:12 IST (IST)

Gujarat News Live: AAP માટે ચૂંટણીમાં સારા સમાચાર

  • દ્વારકા જિ.પંચાયતની ભાડથર બેઠક પર AAPની જીત
  • AAPના વીરુ કંડોરિયા 5 હજાર 119 મતથી જીત્યા
  • ભાડથર બેઠકની પેટાચૂંટણીમાં AAPની જીત
  • ભાજપ ઉમેદવાર માલતીબેન કંડોરિયાને મળેલ મત :- 2656
  • કોંગ્રેસ ઉમેદવાર આલા પિંડારિયાને મળેલ મત :- 317
  • આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુ કંડોરિયાને મળેલ મત :- 5119
  • 2463 મતથી ભાડથર જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુ કંડોરિયા આગળ
13 Oct 2026 10:11 IST (IST)

Gujarat News Live: બનાસકાંઠા: થરા નગરપાલિકા પરિણામ

  • વોર્ડ નંબર 1માં ભાજપની જીત
  • ભાજપના જશીબેન સેમાભાઈ પટેલ જીત્યા
  • ભાજપના રફીકભાઈ કરીમભાઈ મન્સુરી જીત્યા
  • ભાજપના વેરસીભાઈ લવજીભાઈ મકવાણા

 

13 Oct 2026 10:11 IST (IST)

Gujarat News Live: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ભાજપ બહૂમતી તરફ આગળ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે, ભાજપ બહૂમતી તરફ આગળ વધી રહ્યું છે. ગાંધીનગરમાં વોર્ડ નંબર 9માં ભાજપ આગળ, જ્યારે ગાંધીનગર વોર્ડ નંબર 7માં પણ ભાજપ આગળ વધી રહ્યું છે.

13 Oct 2026 10:11 IST (IST)

Gujarat News Live: છોટાઉદેપુર પાલિકાની વોર્ડ નંબર 4ની પેટાચૂંટણીનું પરિણામ

  • વોર્ડ નંબર 4ની મતગણતરી શરૂ--
  • છોટાઉદેપુરમાં બે રાઉન્ડ પૂર્ણ થયા-
  • બે રાઉન્ડ બાદ ભાજપ 327 મતથી આગળ--
  • બે રાઉન્ડ બાદ કોંગ્રેસ 99 મત મળ્યા-
  • બે રાઉન્ડ બાદ AAPને 112 મત મળ્યા--

 

13 Oct 2026 10:10 IST (IST)

Gujarat News Live: ઓખા નગરપાલિકામાં વોર્ડ નંબર 1નું પરિણામ જાહેર

દ્વારકાના ઓખા નગરપાલિકામાં વોર્ડ નંબર 1નું પરિણામ જાહેર, વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. ઓખા નગરપાલિકા અને ભાડથર જિ.પંચાયતનું NDH હાઈસ્કૂલમાં મતગણતરી શરૂ. ઓખા નપાની વોર્ડ નં-4ની ચારેય બેઠકો ભાજપે બિનહરીફ જીતી. ભાજપના 32, કોંગ્રેસના 28 અને આપના 15 ઉમેદવારો મેદાનમાં હતા.

13 Oct 2026 10:00 IST (IST)

Gujarat News Live: વોર્ડ 1માં પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ, વોર્ડ નં-9ના પોસ્ટલ બેલેટમાં રસાકસી

વોર્ડ 1માં પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર આગળ છે. કોંગ્રેસના નંદુભાઈ પટેલને 1868 મળ્યા. વોર્ડ નં-9ના પોસ્ટલ બેલેટમાં રસાકસી જોવા મળી હતી. ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારને 4-4 મત મળ્યા. અન્ય બેલેટમાં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવારને 3-3 મત મળ્યા.

13 Oct 2026 09:57 IST (IST)

Gujarat News Live: રાજકોટ જિલ્લાના થોરીયાળી ખોડાપીપર બેઠક પર કોંગ્રેસની ભવ્ય જીત

રાજકોટ જિલ્લાના થોરીયાળી ખોડાપીપર બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય. કોંગ્રેસના લક્ષ્મણભાઈ શિંગાળાનો 227 મતે વિજય થયો. વર્ષોથી આ બેઠક પર કોંગ્રેસે પોતાનું કબજો જાળવી રાખ્યો છે. ભાજપના મોટા અગ્રણીઓ દ્વારા આ બેઠક પર પ્રચાર કરાયો હતો, છતાં ભાજપ ન જીત્યું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને અન્ય અગ્રણીઓ દ્વારા પ્રચાર કર્યો હતો. પીઢ કોંગ્રેસી આગેવાન ડોક્ટર ડાયાભાઈ પટેલના ગામમાં કોંગ્રેસનો દબદબો યથાવત. 2027 ની ચૂંટણી પહેલા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય.

13 Oct 2026 09:57 IST (IST)

Gujarat News Live: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5માં ભાજપની જીત

ગાંધીનગર મનપાની મતગણતરીમાં સોથી વધુ મેયર આપનાર વોર્ડ છે. કુલ 6 મેયરમાંથી 4 મેયર આ વોર્ડમાંથી આવ્યા છે. જ્યારે વોર્ડ નં 9 માં મતોનો તફાવત આવ્યો હોવાથી પરિણામ પછી હાજર થશે. ફરી મતોની ગણતરી થશે.

13 Oct 2026 09:44 IST (IST)

Gujarat News Live: છોટાઉદેપુર વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા

છોટાઉદેપુર વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા બની છે. આજે મતગણતરી હતી, ભાજપના ઉમેદવાર રંજની રાઠવાને કુલ ૧૧૦૮ મત મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર મળ્યા કુલ ૩૫૬ મળ્યા મત. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કૈલાશબેન રાઠવાને મળ્યા કુલ ૩૨૬ મળ્યા. ભાજપના ઉમેદવાર રંજની રાઠવા ૭૫૨ મતની લીડથી બન્યા વિજેતા.

13 Oct 2026 09:44 IST (IST)

Gujarat News Live: રાજકોટના થોરીયાળી ખોડાપીપર બેઠક પર કોંગ્રેસના લક્ષ્મણભાઈ શિંગાળાનો 227 મતે વિજય થયો..

રાજકોટ જિલ્લાના થોરીયાળી ખોડાપીપર બેઠક પર પેટા ચૂંટણીનો મામલો. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના લક્ષ્મણભાઈ શિંગાળા નો 227 મતે વિજય થયો. વર્ષોથી આ બેઠક પર કોંગ્રેસે પોતાનું કબજો જાળવી રાખ્યો. ભાજપના મોટા અગ્રણીઓ દ્વારા આ બેઠક પર પ્રચાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને અન્ય અગ્રણીઓ દ્વારા પ્રચાર કર્યો હતો. પીઢ કોંગ્રેસી આગેવાન ડોક્ટર ડાયાભાઈ પટેલ ના ગામમાં કોંગ્રેસનું દબદબો યથાવત. 2027 ની ચૂંટણી પહેલા પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય.

13 Oct 2026 09:44 IST (IST)

Gujarat News Live: ગાંધીનગર મનપામાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ

ગાંધીનગર મનપાની મતગણતરીમાં વોર્ડ નંબર 5 અને 6ની મતગણતરી શરૂ કરાઈ છે. ગાંધીનગરમાં વોર્ડ નંબર 9માં ભાજપ આગળ છે, જ્યારે ગાંધીનગર વોર્ડ નંબર 7માં ભાજપ આગળ છે.

13 Oct 2026 09:44 IST (IST)

Gujarat News Live: 11 વોર્ડની 44 બેઠકો માટે મતગણતરી....

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે મતગણતરી શરૂ કરાઈ છે. વોર્ડ 1-3-5-7-9ની મતગણતરી શરૂ. બીજા તબક્કામાં વોર્ડ 2-4-6-8-10ની  મતગણતરી થશે. કુલ 5 હોલમાં 45 ટેબલ પર મતગણતરી. 132 કર્મચારીઓ મતગણતરી કરી રહ્યા છે. સુરક્ષા માટે 150 પોલીસ જવાનોનો બંદોબસ્ત. દરેક કેન્દ્રમાં બે વોર્ડની મતગણતરી. આ વખતે 59.25 ટકા મતદાન થયું.

13 Oct 2026 09:03 IST (IST)

Gujarat News Live: સૂપર અલ નીનોથી ખેત ઉત્પાદન ઘટવાની ચેતવણી

અલ નીનોની નકારાત્મક અસરથી આગામી સમયમાં ખેત ઉત્પાદન ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મોંઘવારીનો માર: કઠોળ, અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થવાથી ભાવ બેફામ વધશે. રાજ્યો પર અસર: કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વરસાદના અભાવે અનાજ-શાકભાજી મોંઘા થશે. ખાદ્યાન્ન કટોકટી: સપ્લાય ચેઈન પ્રભાવિત થવાથી આગામી એક વર્ષ સુધી બજારમાં મોંઘવારી યથાવત રહેશે. ખેડૂતો અને સરકાર: ઉત્પાદન ઘટવાને કારણે અનાજના બફર સ્ટોક પર અસર પડશે અને આયાત વધારવી પડશે.  

13 Oct 2026 09:02 IST (IST)

Gujarat News Live: કિર્તીદાન ગઢવીના ગરાબામાં ટિકિટની કિંમત અડધી થઈ

આયોજકો સામે રોષ: એસ પી રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં આયોજિત ગરબામાં ભારે અફડાતફડી મચી હતી. ટિકિટના નાણાં પરત: એસી ડોમ ધરાશાયી થતાં અને અડધા નાણાં પરત અપાતા લોકોમાં રોષ ફેલાયો હતો. ક્ષમતા કરતા વધુ વેચાણ: નફો કમાવાના ચક્કરમાં આયોજકોએ ગ્રાઉન્ડની ક્ષમતા કરતા વધુ ટિકિટો વેચી હતી.   ખેલૈયાઓ રમી ન શક્યા: નિયમોના ભંગ અને ભાગદોડ જેવી સ્થિતિને કારણે સાતથી આઠ ગ્રાઉન્ડ પર હોબાળો થયો હતો.   એડવાન્સ પેમેન્ટ વિવાદ: ખેલૈયાઓએ બે હજાર રૂપિયા પ્રતિદિનના પાસ લીધા હોવા છતાં ગરબે રમી શક્યા નહોતા.

13 Oct 2026 09:02 IST (IST)

Gujarat News Live: કિર્તીદાન ગઢવીના ગરાબામાં ટિકિટની કિંમત અડધી થઈ

આયોજકો સામે રોષ: એસ પી રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં આયોજિત ગરબામાં ભારે અફડાતફડી મચી હતી. ટિકિટના નાણાં પરત: એસી ડોમ ધરાશાયી થતાં અને અડધા નાણાં પરત અપાતા લોકોમાં રોષ ફેલાયો હતો. ક્ષમતા કરતા વધુ વેચાણ: નફો કમાવાના ચક્કરમાં આયોજકોએ ગ્રાઉન્ડની ક્ષમતા કરતા વધુ ટિકિટો વેચી હતી.   ખેલૈયાઓ રમી ન શક્યા: નિયમોના ભંગ અને ભાગદોડ જેવી સ્થિતિને કારણે સાતથી આઠ ગ્રાઉન્ડ પર હોબાળો થયો હતો.   એડવાન્સ પેમેન્ટ વિવાદ: ખેલૈયાઓએ બે હજાર રૂપિયા પ્રતિદિનના પાસ લીધા હોવા છતાં ગરબે રમી શક્યા નહોતા.

13 Oct 2026 09:02 IST (IST)

Gujarat News Live: તુવેર અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો

તુવેર દાળ મોંઘી: તુવેર દાળના ભાવમાં વધુ રૂ. ૩૦નો વધારો થયો છે અને દાળ ગત વર્ષથી ૫૦ ટકા મોંઘી થઈ છે. નફાખોર લોબી સક્રિય: અછતના માનસનો લાભ લઈને નફાખોર લોબી દ્વારા બજારમાં કૃત્રિમ તેજી ઊભી કરવામાં આવી છે. સિંગતેલમાં ઉછાળો: રાજકોટમાં સિંગતેલના ભાવમાં માત્ર ૩ દિવસમાં રૂ. ૭૫નો મોટો વધારો નોંધાયો છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને: જીવનજરૂરી ખાદ્યપદાર્થો મોંઘા થવાથી સામાન્ય લોકોની હાલત કફોડી બની ગઈ છે. ઉત્પાદન સામે માંગ: વાવેતર વિસ્તાર વધવા છતાં પૂરતા ઉત્પાદનના અભાવે ગ્રાહકો પર આર્થિક બોજ વધ્યો છે.   

13 Oct 2026 09:01 IST (IST)

Gujarat News Live: ડર્ટી પિચ્ચર ટૂની ઘોષણાની નવી સિક્વલની જાહેરાત

નિર્માતા એકતા કપૂરે ૧૫ વર્ષ બાદ 'ડર્ટી પિચ્ચર ટૂ' બનાવવાની સત્તાવાર ઘોષણા કરી છે. અલગ હિરોઈનની સ્ટોરી: આ ફિલ્મ કોઈ અન્ય હિરોઈનના જીવન પર આધારિત બાયોપિક હશે. કાસ્ટિંગ હજુ બાકી: ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે પરંતુ હજુ સુધી મુખ્ય અભિનેત્રીનું કાસ્ટિંગ કરવાનું બાકી છે. સિીલ્ક સ્મિતાની યાદ: વર્ષ ૨૦૧૧માં આવેલી પહેલી ફિલ્મમાં વિદ્યા બાલને સિલ્ક સ્મિતાની ભૂમિકા ભજવી હતી. બોલ્ડ વિષય: એકતા કપૂરે જણાવ્યું કે આ ફિલ્મમાં સેક્સ્યુઆલિટીની ઉજવણી કરનાર વ્યક્તિની સ્ટોરી હશે.    

13 Oct 2026 09:01 IST (IST)

Gujarat News Live: અર્જુન રામપાલ ફિલ્મ 'અર્જુન નાગા'માં ખલનાયક) ભારેખમ ફી

અભિનેતા અર્જુન રામપાલે 'અર્જુન નાગા' ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા માટે ૬ કરોડ રૂપિયા ફી લીધી છે.   ડબલ પ્રોજેક્ટ: ફિલ્મ 'ધુરંધર'ની સફળતા બાદ અર્જુન હાલ એકસાથે બે મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. મુખ્ય કલાકારો: આ ફિલ્મમાં હીરો ઉત્કર્ષ શર્મા અને હિરોઈન નિધિ અગરવાલ મુખ્ય ભૂમિકામાં છે. સોશિયલ મીડિયા જાહેરાત: અર્જુને સોમવારે ઇન્સ્ટાગ્રામ પર જીન્સ અને ટી-શર્ટમાં પોતાની તસવીર મૂકીને આ જાહેરાત કરી હતી. અન્ય વેબ સિરીઝ: વિજય મલ્યા પર આધારિત વેબ સિરીઝ 'બિલિયોનેર'માં પણ અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. 

13 Oct 2026 09:01 IST (IST)

Gujarat News Live: મોંઘવારીનો માર: રિટેલ ફુગાવો ૫.૫૪ ટકાએ

ફુગાવાએ રેકોર્ડ તોડ્યો: દેશમાં રિટેલ ફુગાવો છેલ્લા ચાર વર્ષમાં પહેલીવાર ૫.૫૪ ટકાના સ્તરે પહોંચી ગયો છે. શાકભાજીના આસમાની ભાવ: ગરીબોની ડુંગળી ૧૦૯ ટકા, આદું ૬૩ ટકા અને લસણ ૫૪ ટકા મોંઘા થયા છે. શહેરો અને ગામડાઓમાં અસર: મોંઘવારીએ શહેરોમાં ૮.૮૮ ટકા અને ગામડાઓમાં ૬.૦૮ ટકાનો આંક વટાવી દીધો છે.   તહેવારો પર અસર: તહેવારોની ઉજવણી ટાણે જ મોંઘવારી વધવાથી સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. ખાદ્યાન્ન ફુગાવામાં વધારો: સપ્ટેમ્બર મહિનામાં ખાદ્યાન્ન ફુગાવો વધીને ૭.૭૪ ટકા પર પહોંચ્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, સીજેપીના આશુતોષ રાંકા, સૌરવ દાસની ફરીથી કરી અટકાયત, જાણો શું છે મામલો

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, સીજેપીના આશુતોષ રાંકા, સૌરવ દાસની ફરીથી કરી અટકાયત, જાણો શું છે મામલો

2

ધરણા પ્રદર્શનો માટે જંતર મંતર કેમ 'ગમતું' સ્થળ હતું? હવે નવા 3 સ્થળો પર ભીડ ભેગી કરવી બનશે પડકાર!

3

આ તો માત્ર ટ્રેલર છે! 31 ઓક્ટોબરથી દિલ્હીની રાજનીતિમાં મોટો ભૂકંપ? જાણો

4

સાઉદી પર હુથીઓનું તોફાન, બંકરમાં ક્રાઉન પ્રિન્સ સલમાન, રિયાધ એરપોર્ટ પર ફરી બેલિસ્ટિક મિસાઇલથી હુમલો

5

નિફ્ટીમાં 5% સુધીના કડાકાની એક્સપર્ટની ચેતવણી, રોકાણકારો સાવધાન! જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...