• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ધરણા પ્રદર્શનો માટે જંતર મંતર કેમ 'ગમતું' સ્થળ હતું? હવે નવા 3 સ્થળો પર ભીડ ભેગી કરવી બનશે પડકાર!

ધરણા પ્રદર્શનો માટે જંતર મંતર કેમ 'ગમતું' સ્થળ હતું? હવે નવા 3 સ્થળો પર ભીડ ભેગી કરવી બનશે પડકાર!

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીનું જંતર મંતર ખુબ ચર્ચામાં છે કારણ કે નીટ પ્રોટેસ્ટ ત્યાં થયું હતું અને હાલમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં પણ જંતર મંતર પહોંચવા માટે આહ્વાન કરાયું હતું. પરંતુ હવે ભવિષ્યમાં જંતર મંતર પર પ્રદર્શન થઈ શકશે નહીં. ત્યારે એ સમજવું જરૂરી છે કે વિરોધ પ્રદર્શન માટે જંતર મંતર કેમ મહત્વનું ગણાતું હતું અને કેમ ત્યાં દેખાવો કરવા માટે બધા ઉતાવળિયા થતા હતા.

Written ByViral Raval
Published: Oct 13, 2026, 09:54 AM IST|Updated: Oct 13, 2026, 09:58 AM IST
joinshare
ધરણા પ્રદર્શનો માટે જંતર મંતર કેમ 'ગમતું' સ્થળ હતું? હવે નવા 3 સ્થળો પર ભીડ ભેગી કરવી બનશે પડકાર!

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, સીજેપીના આશુતોષ રાંકા, સૌરવ દાસની ફરીથી કરી અટકાયત, જાણો શું છે મામલો

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, સીજેપીના આશુતોષ રાંકા, સૌરવ દાસની ફરીથી કરી અટકાયત, જાણો શું છે મામલો

2

ધરણા પ્રદર્શનો માટે જંતર મંતર કેમ 'ગમતું' સ્થળ હતું? હવે નવા 3 સ્થળો પર ભીડ ભેગી કરવી બનશે પડકાર!

3

આ તો માત્ર ટ્રેલર છે! 31 ઓક્ટોબરથી દિલ્હીની રાજનીતિમાં મોટો ભૂકંપ? જાણો

4

સાઉદી પર હુથીઓનું તોફાન, બંકરમાં ક્રાઉન પ્રિન્સ સલમાન, રિયાધ એરપોર્ટ પર ફરી બેલિસ્ટિક મિસાઇલથી હુમલો

5

નિફ્ટીમાં 5% સુધીના કડાકાની એક્સપર્ટની ચેતવણી, રોકાણકારો સાવધાન! જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

દિલ્હીનું જંતર મંતર હવે વિરોધ પ્રદર્શન માટે સ્થળ નહીં રહે. કારણ કે કેન્દ્ર સરકારે હવે તેને નિર્ધારિત પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવી દીધુ છે. અત્રે જણાવવાનું કે સરકારે જ 33 વર્ષ પહેલા પ્રદર્શનો માટે જંતર મંતરની જગ્યા નક્કી કરી હતી. આ જગ્યાએ અન્ના આંદોલન, પહેલવાનોનું આંદોલન, કોકરોચ જનતા પાર્ટીએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે એ નહીં થઈ શકે. જો કે આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ પડી છે. જેની આજે સુનાવણી છે. જો કે હવે વિરોધીઓ માટે થોડી તો મુશ્કેલી રહેશે કારણ કે નવા પ્રદર્શન સ્થળો પર એવી ભીડ ભેગી  કરવી મુશ્કેલ પડી શકે છે.

જંતર મંતરની જગ્યાએ 3 નવી જગ્યા
દિલ્હી પોલીસે હવે સોમવારે જંતર મંતરને વિરોધ પ્રદર્શનની યાદીના સ્થળોમાંથી હટાવી દીધુ છે. તેની જગ્યાએ  3 નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. પોલીસના આદેશ મુજબ વિરોધ પ્રદર્શન અને ધરણા ધરવા માટે રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીનું સીબીડી મેદાન નક્કી કરાયા છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સ્થળો એવા છે કે દૂર દૂરથી આવતા લોકો માટે ત્યાં ભેગા થવું અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું બની શકે છે.

આ મેદાનોની ક્ષમતા જંતર મંતરથી ઘણી વધુ છે. આવામાં અહીં ભીડ ભેગી કરવી પણ મુશ્કેલ બની શકે છે. કેન્દ્રીય દિલ્હીથી દૂર હોવાના કારણે જે રાજકીય સંદેશો આપવો હોય તે પણ ક્ષીણ પડી શકે છે. જંતર મંતરની જો સૌથી મોટી ખાસિયત હોય તો તે હતી તેનું લોકેશન જે દિલ્હીના એકદમ સેન્ટરમાં છે. નવા સ્થળોમાં શું સમસ્યાઓ આવી શકે તે પણ જાણો.

રામલીલા મેદાન

  • વિરોધ પ્રદર્શનો માટે જે નવા સ્થળો સૂચવવામાં આવ્યા છે તેમાં રામલીલા મેદાન કેન્દ્રીય દિલ્હીથી સૌથી નજીક છે. 
  • મેદાનથી થોડા અંતરથી જ લુટિયન દિલ્હી શરૂ થાય છે. 
  • દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન, નવી દિલ્હી રેલવે સ્ટેશન અને આસપાસના બસ માર્ગોથી અહીં પહોંચવું સરળ રહે છે. 
  • જો કે વધુ લોકો ભેગા થવાથી આસપાસના રસ્તાઓ પર દબાણ અને વાહનોના પાર્કિંગની સમસ્યા ઊભી થઈ શકે છે. 
  • અહીં 50 હજારની ક્ષમતા સુધી રેલી અને પ્રદર્શનની મંજૂરી મળતી હતી. 
  • ત્યારે હવે વિરોધ કરનારાઓ માટે 50 હજાર લોકોની ભીડ ભેગી  કરવી સરળ નહીં રહે.

સીબીડી ગ્રાઉન્ડ

  • કડકડડૂમામાં આવેલું આ સીબીડી ગ્રાઉન્ડ જંતર મંતરથી લગભગ 10 થી 12 કિમી દૂર છે. 
  • કડકડડૂમા અને શાહદરા મેટ્રો સ્ટેશન દ્વારા ત્યાં પહોંચી શકાય છે. 
  • પૂર્વ દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે આ સારું રહી શકે છે. 
  • પરંતુ પશ્ચિમી, દક્ષિણી અને મધ્ય દિલ્હીથી આવતા લોકો માટે પ્રવાસ થોડો મુશ્કેલ બની શકે છે. 
  • બસોમાં આવતા લોકો માટે ઉતરવાની જગ્યા અને મેદાન સુધી પહોંચવાની વ્યવસ્થા પણ કરવી પડે તેમ છે.

બુરાડી મેદાન

  • બુરાડી મેદાન એ કેન્દ્રીય દિલ્હીથી લગભગ 19 કિમી દૂર છે. આ એક ખુલ્લું અને વિશાળ મેદાન છે. 
  • 50 હજારથી વધુની ક્ષમતાવાળા આયોજન માટે પોલીસ અહીં મંજૂરી આપે છે. 
  • આટલા મોટા મેદાનને ભરવું એ પડકાર હોય છે. 
  • દિલ્હીના બીજા છેડાથી અહીં પ્રદર્શન માટે આવવું હોય તો સમય અને પરિવહન ખર્ચો વધી શકે છે. 
  • ગ્રામીણ વિસ્તારો, પશ્ચિમી દિલ્હી, દક્ષિણી દિલ્હી અને એનસીઆરથી આવનારા લોકોને બસ માર્ગે, ઉતરવાના સ્થાન અને વાપસી ની વ્યવસ્થા પહેલેથી જ નક્કી કરવી પડે. 
  • અહીં મોડી રાતે પ્રદર્શન કરવું એ જંતર મંતરની જેમ સરળ નહીં હોય. આ જગ્યા પૂરી ભરવી એ મોટો પડકાર રહેશે.

જંતર મંતર કેમ વિરોધ પ્રદર્શનો માટે પ્રખ્યાત હતું

  • જંતર મંતરનું લોકેશન એવું છે કે ત્યાં 500-1000 લોકો ભેગા થાય તો ભીડ જેવું લાગતું હતું. 
  • જ્યારે આવા 1000 લોકો રામલીલા મેદાન કે બુરાડીના મેદાન પહોંચે તો મેદાન સાવ ખાલી લાગશે. જેનાથી આંદોલનના નબળા હોવાનો સંદેશ જઈ શકે.
  • જંતર મંતર પર નાના લાઉડ સ્પીકર, 2-3 બેનર અને 50 ખુરશીઓની સાથે બધુ  થઈને હજાર રૂપિયામાં પ્રદર્શન થઈ જતું હતું. 
  • જ્યારે હવે આવા વિશાળ મેદાનો પર ખર્ચો પણ વધારે આવી શકે છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News