• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /સ્પોર્ટ્સ
  • /શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

Rohit Sharma-Virat Kohli: 2027 વનડે વિશ્વકપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમે તેવી ઈચ્છા બધાની છે. હવે બીસીસીઆઈ અધ્યક્ષ મિથુન મન્હાસે રોહિત-વિરાટના ભવિષ્યને લઈને પ્રતિક્રિયા આપી છે.

Written ByGokani Dhaval
Published: Oct 13, 2026, 03:02 PM IST|Updated: Oct 13, 2026, 03:04 PM IST
joinshare
શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
લખનઉ: શિવા શર્મા મોત કેસમાં ચોંકાવનારા ખુલાસા, આરોપી મોડલ શ્રદ્ધાના કોન્ટેક્ટમાં રહેનારા એ હાઈપ્રોફાઈલ લોકો કોણ?

લખનઉ: શિવા શર્મા મોત કેસમાં ચોંકાવનારા ખુલાસા, આરોપી મોડલ શ્રદ્ધાના કોન્ટેક્ટમાં રહેનારા એ હાઈપ્રોફાઈલ લોકો કોણ?

2

શું રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027નો વનડે વર્લ્ડ કપ રમશે? BCCI એ આપ્યો સ્પષ્ટ જવાબ

3

બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો છતાં RBL બેંકના શેરમાં 8%નો ઘટાડો, જાણો શું છે કારણ

4

બેંક ખાતામાં 4 નોમિની હોય તો ખાતાધારકના મૃત્યુ પછી પૈસાની વહેંચણી કેવી રીતે થશે? જાણો નિયમો

5

BHEL તરફથી ઓર્ડર મળતા જ ગોલ્ડમેન સૅક્સની ડિફેન્સ સ્ટોક્સ પર જોરદાર અભિપ્રાય, આ 3 કારણે સ્ટોકમાં આવશે તેજી! જાણો TGT

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rohit Sharma-Virat Kohli: રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય વનડે ટીમના સ્તંભ છે. છેલ્લા કેટલાક સમયથી આ બંને દિગ્ગજો 2027નો વનડે વિશ્વકપ રમશે કે નહીં તેની સતત ચર્ચા થઈ રહી છે. પરંતુ બંનેએ તાજેતરમાં સારૂ પ્રદર્શન કરી સાબિત કર્યું છે કે તે આગામી મેગા ઈવેન્ટ માટે ગંભીર છે. બધાના મનમાં સવાલ છે કે BCCIનો રોહિત-વિરાટને લઈને ભવિષ્યનો પ્લાન શું છે. હવે બીસીસીઆઈ અધ્યક્ષ મિથુન મન્હાસે રોહિત શર્મા અને વિરાટ કોહલીના વનડે વિશ્વકપ રમવા પર સ્પષ્ટ જવાબ આપ્યો છે.

રોહિત-વિરાટને લઈને શું બોલ્યા BCCI અધ્યક્ષ?
BCCI અધ્યક્ષ મિથુન મન્હાસે સ્પોર્ટસ્ટારની સાથે વાત કરી. તેમનું માનવું છે કે ઉંમર નહીં, પ્રદર્શન અને ફિટનેસના આધાર પર પસંદગી થવી જોઈએ. વિરાટ-રોહિત સારૂ પ્રદર્શન કરી રહ્યાં છે અને ફિટ છે. તેનાથી મિથુને સ્પષ્ટ કરી દીધું કે તેઓ આ બંનેને વનડે વિશ્વકપમાં રમતા જોવાના પક્ષમાં છે. તેમણે કહ્યું ‘BCCI ની જ્યાં સુધી વાત કરવામાં આવે, હું આ વિશે કોમેન્ટ કરવાની સ્થિતિમાં નથી, કારણ કે બધુ પસંદગીકારો અને કોચ પર નિર્ભર કરે છે. મારી દ્રષ્ટિએ ફિટનેસ અને પ્રદર્શનને આધાર પર પસંદગી થવી જોઈએ, ઉંમરના આધાર પર નહીં. જો કોઈ ખેલાડી રમવા માટે ફિટ છે અને તમે તેને દેશ માટે પ્રદર્શન કરતા જોઈ રહ્યાં છો તો પછી સમસ્યા ન થવી જોઈએ.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમમાંથી રિષભ પંત બહાર, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

શુભમન ગિલને મળશે અનુભવનો ફાયદો
મિથુન મન્હાસનું માનવું છે કે જો રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડી ટીમમાં હશે, તો ટીમના કેપ્ટન શુભમન ગિલને મોટો ફાયદો થશે. તેમણે તે વાત પર ભાર આપ્યો કે જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયા માટે કેટલો મહત્વપૂર્ણ છે. મન્હાસે કહ્યુ- વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓનું ટીમમાં હોવું ગિલ માટે ફાયદાકારક છે. ત્યારબાદ જસપ્રીત બુમરાહ એવો ખેલાડી છે, જે બોલિંગની કમાન સંભાળી શકે છે.

ટીમ ઈન્ડિયાની બેંચ સ્ટ્રેન્થની પ્રશંસા કરી
BCCI અધ્યક્ષ મિથુન મન્હાસ તે વાતથી ખુશ છે કે ટીમ ઈન્ડિયાની પાસે બેંચ સ્ટ્રેન્થ મજબૂત છે, જેના કારણે ખેલાડીઓ ઈજા થાય તો ટીમની પાસે બેકઅપ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું- તેઓ પ્રેશરમાં રહે છે અને ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિમાં સારૂ પ્રદર્શન કર્યું છે. આ કારણે સારૂ કોમ્બિનેશન છે. સતત ટૂર્નામેન્ટ થઈ રહી છે અને ખેલાડીઓ ઈજાગ્રસ્ત પણ થાય છે. તેવામાં બેંચ સ્ટ્રેન્થ હોવાથી અમને તમામ મુશ્કેલીનો સામનો કરવામાં મદદ મળશે. સ્પર્ધા ખેલાડીઓને સારૂ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News