SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દેશભરમાં ગુજરાત પોલીસના આ 6 અધિકારીઓનો ડંકો: રાષ્ટ્રીય એકતા દિવસે પ્રતિષ્ઠિત 'દક્ષતા પદક-2026'થી સન્માનિત

Ahmedabad News: ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત પોલીસના 6 અધિકારીઓ ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-2026’થી સન્માનિત કરાયા છે. ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ: રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક. રાષ્ટ્રીય એકતા દિવસે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના 490 કર્મીઓ માટે એવોર્ડની જાહેરાત કરાઈ છે. જટિલ ગુનાઓની ઊંડાણપૂર્વકની તપાસ અને કર્તવ્યનિષ્ઠા બદલ ગુજરાતના 6 અધિકારીઓની પસંદગી કરાઈ છે.

Written By Kinjal Patel
Published: Oct 31, 2026, 11:35 AM IST | Updated: Oct 31, 2026, 11:53 AM IST
Join

Ahmedabad News: અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એટલે કે આજે રાષ્ટ્રીય એકતા દિવસે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુરક્ષા દળોના મનોબળને પ્રોત્સાહન આપવા અને ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવા માટે દેશભરમાંથી કુલ 490 કર્મીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસના 6 અધિકારીઓએ વિશેષ ગૌરવ હાંસલ કર્યું છે.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા: PM મોદીએ સરદાર પટેલને કર્યા નમન, 400 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તા.1 ફેબ્રુઆરી, 2024થી આ પદકની શરૂઆત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય સુરક્ષા દળોના મનોબળને વિશેષ બળ પૂરું પાડવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે.

ગુજરાત રાજ્ય પોલીસના આ 6 અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન ફિલ્ડમાં પદક

આ ગુજરાત પોલીસના 6 અધિકારીઓએ વિશેષ ગૌરવ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર જાહેરાત અનુસાર, ગુજરાત રાજ્ય પોલીસના 6 અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન ફિલ્ડમાં અનુકરણીય કામગીરી બદલ આ પ્રતિષ્ઠિત પદક એનાયત કરવામાં આવ્યું છે. જેમાં એસપી અંશુલ જૈન, એએસપી સિમરન ભારદ્વાજ, ડીવાયએસપી રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની ભારે આગાહી: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ખતરો, ખેડૂતો ચિંતામાં...!

આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ 

રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ પદક માટે પસંદગી પામેલા અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે,"ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે તેમની ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે."

ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન અને ડિરેક્શન ફિલ્ડમાં ગુજરાત પોલીસ અગ્રેસર છે ત્યારે આ અધિકારીઓએ જટિલ ગુનાઓની વૈજ્ઞાનિક, તાર્કિક અને તલસ્પર્શી તપાસ હાથ ધરી ન્યાયિક પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

બહારગામ જતા પહેલાં સાવધાન! રાજકોટ પોલીસની નાગરિકોને ખાસ અપીલ- ‘સોશિયલ મીડિયા પર લોકેશન શેર ન કરો’

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES