)
જસદણ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જસદણના ડોડિયાળા, મેઘપર, બિલડી, સિસક અને વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મગફળીની લણણીના સમયે જ વરસાદ ખાબકતા ખેતરોમાં ઉપાડીને રાખેલા મગફળીના પાથરા પલળી ગયા છે. કમોસમી વરસાદને કારણે અંદાજિત બે હજારથી અઢી હજાર વીઘામાં મગફળીના પાકને નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂત આગેવાને સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે.
ભાવનગરના આકાશમાં આવતીકાલે દેશભક્તિ અને સાહસનો અનોખો નજારો જોવા મળશે, ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ પ્રથમવાર ભાવનગરમાં ભવ્ય એરશો યોજવા જઈ રહી છે, જેને લઈને આજે બોરતળાવ ખાતે વાયુસેનાના 6 હોક એમકે-132 જેટ વિમાનોએ શાનદાર રિહર્સલ કર્યું હતું, આશરે 20 મિનિટ સુધી આકાશમાં વિવિધ પ્રકારના હવાઈ કરતબો રજૂ કરી જવાનોએ પોતાની શિસ્ત, સાહસ અને કૌશલ્યનો પરિચય કરાવ્યો હતો, આવતીકાલે સવારે 9 વાગ્યે 9 જેટ વિમાનો સાથે યોજાનારા આ ઐતિહાસિક એરશોમાં રાષ્ટ્રધ્વજના રંગો સહિતના અદભુત ફોર્મેશન જોવા મળશે, વાયુસેનાના ભવ્ય બેન્ડ શો સાથે યોજાનારા આ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
ધારાસભ્ય તરીકે મળતા માસિક પગાર અને ભવિષ્યના પેન્શનનો કાયમી ત્યાગ કર્યો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સત્તાવાર પત્ર પાઠવી પગાર બંધ કરવા અને પેન્શન ન મળે તેવી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. પરિવાર આર્થિક રીતે સક્ષમ હોવાથી, જાહેરજીવનમાં આર્થિક લાભ નહીં પરંતુ જનસેવા જ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું છે. જીવનમંત્ર: “અપેક્ષા શૂન્ય — જવાબદારી અનંત”ના મંત્ર સાથે તેમણે આ પ્રેરણાદાયી ડગલું ભર્યું છે. પગાર-પેન્શનનો આ ત્યાગ લોકસેવાથી નિવૃત્તિ નથી, પરંતુ તેઓ વધુ નિષ્ઠા અને પારદર્શિતાથી જનહિત માટે કાર્યરત રહેશે. આ સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને લોકભોગ્ય નિર્ણયને કારણે સમગ્ર રાજકીય વર્તુળો અને જનતા દ્વારા તેમના આ પગલાંને જોરશોરથી વધાવવામાં આવી રહ્યું છે.
કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. કલ્યાણપુર તાલુકાના ભાટિયા માં અચાનક વાતાવરણમાં પવન સાથે ઝાપટાની શરૂઆત શરૂઆત. વરસાદી ઝાપટા પડતા ખેડૂતોની મુશ્કેલીમાં પણ ક્યાંક વધારો. ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસતા ઠંડક. એક તરફ તડકો અને બીજી તરફ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા.
સુરતના કાપડ બજારમાં પેમેન્ટ વિવાદને લઈને ફરી એકવાર હોબાળો થયો. મિલેનિયમ-2 માર્કેટમાં કાપડ વેપારી અને વીવર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પેમેન્ટની ઉઘરાણી કરવા ગયેલા વીવરને વેપારી દ્વારા અપશબ્દો બોલ્યાનો આક્ષેપ. એટલું જ નહીં, વીવરને ઘરેથી ઉપાડી લેવાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ. લાંબા સમયથી પેમેન્ટ નહીં મળતાં વીવર્સમાં ભારે રોષ ફેલાયો. 150થી 2200 દિવસ સુધી પેમેન્ટ અટવાયું હોવાની ચર્ચા સામે આવી. ઉઘરાણી કરવા ગયેલા વીવર સાથે થયેલા વર્તનથી વિવાદ વધુ વકર્યો. મામલો વીવર્સ આગેવાનો સુધી પહોંચતાં બજારમાં ગરમાવો આવ્યો. મોટી સંખ્યામાં વીવર્સ મિલેનિયમ-2 માર્કેટ ખાતે એકત્રિત થયા. આક્રોશિત વીવર્સે કાપડ વેપારીની દુકાને જઈ હલ્લાબોલ કર્યો. વેપારી સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી. ત્યારબાદ મોટી સંખ્યામાં વીવર્સ સચિન GIDC પોલીસ મથકે પહોંચ્યા. પોલીસ સમક્ષ અપશબ્દો અને ધમકી આપનાર વેપારી વિરુદ્ધ ફરિયાદની માંગ કરી. સુરતના કાપડ બજારમાં વેપારીઓ અને વીવર્સના કરોડો રૂપિયાના પેમેન્ટ ફસાવવાના પ્રશ્નો ફરી ચર્ચામાં આવ્યા. પેમેન્ટ વિવાદ, ઉઘરાણી અને ધમકીઓના મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર!
ખૂબ મોટી સંખ્યામાં લોકો દ્વારા સોના ચાંદી અને પૈસાની લેવડદેવડ વધુ થતી હોય છે ત્યારે વેપારીઓ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ જવેલર્સ એસોસીએશન સાથે જોડાયેલા વેપારીઓ, આંગડિયા પેઢીના વેપારીઓ અને બેંકના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ખાસ કરીને દુકાનો, આંગડિયા પેઢીઓ અને બેંક બહાર સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવો. ખૂબ ખૂબ વધારે પ્રમાણમાં ખરેખર સોના ચાંદીના દાગીના લઈને જતા હોય અને પોલીસ બંદોબસ્તની જરૂર હશે તો કોઈપણ ચાર્જ વિના પોલીસ સ્ટેશનમાં જાણ કરશો ત્યારે પોલીસ મદદ કરશે. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જ્વેલર્સ એસોસિએશનના આગેવાનો ની ઉપસ્થિતિમાં આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો
જામનગર-રાજકોટ હાઈવે પર પૂરઝડપે આવતી કારે મહિલાને અડફેટે લીધી. રોડ ક્રોસ કરી રહેલી મહિલાને કારની જોરદાર ટક્કરથી ગંભીર ઈજાઓ. અકસ્માત સર્જી કારચાલક મહિલાને મદદ કર્યા વિના ફરાર. ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. સમગ્ર હિટ એન્ડ રનની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ.
દિવાળીના તહેવારને લઈ સુરત RTO દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.હવે શનિવાર અને રવિવારે પણ RTO કચેરી કાર્યરત રહેશે. દિવાળી પહેલા વાહનચાલકોને મોટી રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. RTO કચેરીની સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ ખુલ્લા રહેશે. આસિસ્ટન્ટ RTO અધિકારી નારાયણસિંહ સોલંકીએ નિર્ણયની માહિતી આપી. દિવાળીના તહેવારોમાં RTOની કામગીરીમાં અરજદારોનો ધસારો વધે છે. વાહનોની નોંધણી અને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજીઓમાં વધારો થાય છે. અરજદારોને સમયસર સેવા મળી રહે તે માટે નિર્ણય લેવાયો છે. શનિવાર અને રવિવારે પણ અરજદારોને RTOની સેવાઓ મળશે. ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટ આપનારા ઉમેદવારોને ખાસ રાહત મળશે. દિવાળી પહેલા વધુમાં વધુ અરજદારોના કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ માટે RTO દ્વારા સ્ટાફની યોગ્ય ગોઠવણ કરવામાં આવી છે. અરજદારોએ સેવાઓ મેળવવા માટે ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લેવી પડશે. તહેવારોમાં વાહન ખરીદી વધતાં RTOમાં કામગીરીનું ભારણ વધતું હોય છે. RTOના આ નિર્ણયથી વાહનચાલકોને રજાના દિવસોમાં પણ સરકારી સેવાઓનો લાભ મળશે.
બોલીવુડ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્રખ્યાત ડિરેક્ટર સંજય ગુપ્તાનું અણધાર્યું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે તેઓ બાથરૂમમાં અચાનક લપસી જવાથી ગંભીર રીતે નીચે પટકાયા હતા, જેના કારણે તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આજે સવારે આ સમગ્ર દુર્ઘટનાની જાણ થતાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર છવાઈ ગઈ છે. તેમણે પોતાના કરિયરમાં 'કાંટે', 'કાબિલ' અને 'શૂટઆઉટ એટ લોખંડવાલા' જેવી બેજોડ અને યાદગાર ફિલ્મોનું સફળ દિગ્દર્શન કર્યું હતું.
રાજસ્થાનના આબુરોડ ખાતે 'ઓપરેશન ત્રિનેત્ર' અંતર્ગત માવલ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં પોલીસે એક મિની ટ્રકની તલાશી દરમિયાન તેના કેબિનમાંથી રૂપિયા ૧ કરોડથી વધુની કિંમતનો અફીણનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ જથ્થો સિદ્ધપુર ખાતે પહોંચાડવાનો હતો, પરંતુ પોલીસની સતર્કતાના કારણે આ મોટો રેકેટનો પર્દાફાશ થયો છે અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે દેશભરમાં વિશેષ ‘દોડ’ (રન ફોર યુનિટી) નું આયોજન કરાયું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત દિલ્લી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ વિશેષ દોડને લીલી ઝંડી આપીને ફ્લેગઓફ કર્યું હતું. બીજી તરફ, ગુજરાતમાં પણ આ પર્વની ભવ્ય ઉજવણી જોવા મળી હતી, જ્યાં વડોદરામાં મુખ્યમંત્રી (CM) અને ડભોઈમાં નાયબ મુખ્યમંત્રી (DyCM) દ્વારા આ પ્રેરણાદાયી દોડનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને લોહપુરુષને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશની એકતા તથા અખંડિતતા જાળવી રાખવાનો સંકલ્પ લીધો હતો.
રાજકોટ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી ‘રન ફોર યુનિટી’ દોડમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીનો એકદમ અનોખો અને સરળ અંદાજ જોવા મળ્યો હતો. સરદાર સાહેબની જન્મજયંતી નિમિત્તે યોજાયેલી આ દોડમાં ઉત્સાહભેર ભાગ લઈને મંત્રીજીએ દોડ લગાવી હતી, એટલું જ નહીં પરંતુ દોડ પૂર્ણ થયા બાદ તેઓ એક દુકાને પહોંચીને જાતે જ ગાંઠિયા બનાવતા પણ નજરે પડ્યા હતા. રાજકોટના પ્રખ્યાત ગાંઠિયાની મજા માણવાની સાથે તેમણે ભાજપના ધારાસભ્યો અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે હસતાં-રમતાં સમય વિતાવ્યો હતો, જેની આ તસવીરો અને અંદાજ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
અમદાવાદ શહેરમાં AMTS બસોની બેફામ રફ્તાર અને બેદરકારીભરી ડ્રાઇવિંગના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની દુર્ઘટના સામે આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે દોડતી AMTS બસે એક બાઈક ચાલકને પોતાની અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
આજે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકે જાણીતા ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેમને દેશભરમાં યાદ કરવામાં આવી રહ્યા છે. આ પવિત્ર અવસરે રાજધાની દિલ્લી ખાતે આવેલા તેમના સમાધિ સ્થળ 'શક્તિસ્થળ' પર કોંગ્રેસપક્ષ દ્વારા વિશેષ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહીને પૂર્વ વડાપ્રધાનને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા હતા.
આજે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની અદભુત ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર પહોંચીને સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતના નાગરિકો માટે આશરે રૂ. ૪૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ પણ આપવામાં આવનાર છે, જેનાથી આ પર્વનો ઉત્સાહ વધુ દ્વિગુણિત બન્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાતના ભાગરૂપે કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (SOU) ખાતે પહોંચી ગયા છે. અહીં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર 'રાષ્ટ્રીય એકતા દિવસ' (National Unity Day) ની ભવ્ય ઉજવણીમાં વિશેષ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા સુરક્ષા અને અન્ય તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જ્યાં તેઓ પરેડનું નિરીક્ષણ કરી રાષ્ટ્રને સંબોધિત કરશે.
અલ્ફાબેટની માર્કેટ વેલ્યૂમાં ૫૦૦ અબજ ડોલરથી વધુનો મોટો ઘટાડો. કંપનીના ઇતિહાસમાં માર્કેટ વેલ્યૂમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ઘટાડો. ગુગલ સર્ચમાં AI મોડની વધતી લોકપ્રિયતાની કંપનીના નફા પર પડી અસર. જાહેરાત અને સર્ચ બિઝનેસના નબળા પરિણામોથી રોકાણકારોની ચિંતા વધી. હોર્મુઝની અખાતમાં કૂડ ઓઇલ ટેન્કર પર હુમલા વચ્ચે AI કમાણી અપેક્ષાથી ઓછી રહી.
૧ નવેમ્બરથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નિયમોમાં થશે મોટા ફેરફાર. ડિજિટલ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ પ્લાન આપમેળે પસંદગીનો બનશે વિકલ્પ. રેગ્યુલર પ્લાન પસંદ કરનારા રોકાણકારોને ઊંચા ચાર્જ અંગે અગાઉથી કરાશે જાણ. સેબી લિસ્ટિંગ અને ડિસ્ક્લોઝર નિયમોની કરી રહી છે સમીક્ષા. તુહિન કાંત પાંડે મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારો માટે નેટ સેટલમેન્ટ સિસ્ટમ પર વિચારણા શરૂ.
ગુજરાતમાં આયુષ દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા કસોટીમાં નાપાસ થયા. આયુર્વેદિક દવાઓના નામે ભારે ધાતુઓ અને એલોપેથિક દવાઓનું કરાતું હતું મિશ્રણ. સુરત અને વડોદરામાંથી ₹૪૨ લાખથી વધુની કિંમતનો બનાવટી જથ્થો ઝડપાયો. વિના પ્રિસ્ક્રિપ્શન ઓનલાઇન વેચાતી ઉત્તેજક દવાઓ સામે આરોગ્ય વિભાગ લાલઘૂમ. તપાસ બાદ લાયસન્સ મોકૂફ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી શરૂ કરાઈ.
પોલીસ કમિશનરના જાહેરનામા છતાં ભારે વાહનો શહેરમાં બેરોકટોક દોડ્યા. ઓક્ટોબરના ૨૮ દિવસમાં જ ભારે વાહનોની અડફેટે ૧૩ લોકોના કરૂણ મોત. શાહીબાગ, પાલડી અને ગીતામંદિરમાં સ્લીપર બસો સામે તંત્રની આંખ આડા કાન. સવારે ૮થી રાત્રે ૧૧ સુધી ૩૩થી વધુ સીટવાળા વાહનો પર પ્રતિબંધ કાગળ પર. નવરાત્રિ બાદ ટ્રાફિક પોલીસની ઢીલી નીતિથી માર્ગ સલામતી સામે ગંભીર સવાલો.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..