• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /"ડબલા કૂટવા માટે નહોતો આવ્યો", રાજકારણના અસલી મિશન પર બાપુનો બેબાક અંદાજ! પક્ષપલટુઓ માટે કહ્યું કે હવે જોજો...

"ડબલા કૂટવા માટે નહોતો આવ્યો", રાજકારણના અસલી મિશન પર બાપુનો બેબાક અંદાજ! પક્ષપલટુઓ માટે કહ્યું કે હવે જોજો...

former Gujarat CM Shankersinh Vaghela: ગુજરાતના રાજકારણમાં હાલ શંકરસિંહ વાઘેલાએ આપેલા એક નિવેદનના કારણે રાજનીતિ ગરમાઈ છે. બાપુએ મેલું ઉપાડવાના બેબાક નિવેદન હાલ ચર્ચામાં છે. સમય ભલે બદલાયો હોય, પણ ગુજરાતના રાજકારણમાં બાપુનો અવાજ આજે પણ એટલો જ વજનદાર અને ખણખણતો છે એ હાલમાં ચાલતા વિવાદોએ સાબિત કરી દીધું છે. કડવી કોફી જેવા કડવા અને સચોટ સવાલો સામે બાપુનો બેબાક અંદાજ દર્શાવે છે કે રાજકારણના આ ખેલાડી હજુ મેદાન છોડવાના મૂડમાં નથી!

Written ByKinjal Patel
Published: Oct 08, 2026, 01:02 PM IST|Updated: Oct 08, 2026, 01:27 PM IST
joinshare
"ડબલા કૂટવા માટે નહોતો આવ્યો", રાજકારણના અસલી મિશન પર બાપુનો બેબાક અંદાજ! પક્ષપલટુઓ માટે કહ્યું કે હવે જોજો...

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
મેલું ઉપાડવાની પ્રથા પર બાપુનો ધડાકો, બેબાક અંદાજમાં કહ્યું કે "બંધ બેસતી પાઘડી જેને પહેરવી હોય તે પહેરે!"

મેલું ઉપાડવાની પ્રથા પર બાપુનો ધડાકો, બેબાક અંદાજમાં કહ્યું કે "બંધ બેસતી પાઘડી જેને પહેરવી હોય તે પહેરે!"

2

કોણ છે નાના પાટેકરના પત્ની નીલકાંતિ પાટેકર? બેન્ક અધિકારીથી લઈને થિયેટર અને ફિલ્મો સુધીની સફર

3

કાર્ડિયાક અરેસ્ટના કારણે ગયો નાના પાટેકરનો જીવ! તેમાં અને હાર્ટએટેકમાં શું ફરક? તેના સંકેત પણ જાણો

4

"ડબલા કૂટવા માટે નહોતો આવ્યો", રાજકારણના અસલી મિશન પર બાપુનો બેબાક અંદાજ! પક્ષપલટુઓ માટે કહ્યું કે હવે જોજો...

5

શું હતી દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની અંતિમ ઇચ્છા? કહ્યું હતું કે 'મારા અંતિમ સંસ્કાર'......

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

former Gujarat CM Shankersinh Vaghela: Zee 24 Kalak ના પોડકાસ્ટ શો 'બ્લેક કૉફી' માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ કોઈ મોટો ધડાકો થાય કે કોઈ નવું સમીકરણ રચાય, ત્યારે એક નામ અચૂક ચર્ચામાં આવે છે અને એ નામ શંકરસિંહ વાઘેલા છે. છેલ્લા 60 વર્ષથી સાર્વજનિક જીવનમાં સક્રિય રહેલા બાપુ આજે પણ એ જ આક્રમકતા અને ધારદાર અંદાજ સાથે રાજકારણની દરેક ચાલ પર નજર રાખી રહ્યા છે. ડિજિટલ પોડકાસ્ટ 'બ્લેક કોફી'માં બાપુએ એકદમ કેઝ્યુઅલ અને કડવા સવાલોના બેધડક જવાબો આપ્યા છે.

રાજકારણમાં કેમ પડવું પડ્યું? -બાપુનો સ્પષ્ટ મત
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખુલાસો કર્યો કે તેઓ કોઈ નાની-સૂની લડાઈ લડવા કે માત્ર "ડબલા કૂટવા" માટે રાજકારણમાં નહોતા આવ્યા. તેમની પાસે અર્થશાસ્ત્રની સાચી ડિગ્રી (MA) હતી અને તેઓ ઈચ્છતા તો આર્મીમાં કે શિક્ષણક્ષેત્રે લાંબી સફર ખેડી શક્યા હોત. પરંતુ, સામાન્ય માણસની આશા-અપેક્ષાઓ અને અન્યાય સામે લડવા માટે તેમણે સ્ટેટ પોલિટિક્સનું મિશન સ્વીકાર્યું. "જાહેર જીવનમાં પ્રવેશતી વખતે જ પહેલી શરત એ હતી કે સાંસદ કે ધારાસભ્ય બનવું નહીં! કારણ કે એમએલએ કે એમપી બનવાથી ક્ષેત્ર મર્યાદિત થઈ જાય છે, જ્યારે આખા ગુજરાતની જવાબદારી નિભાવવા માટે મોટું સંગઠન અને જનતાની વચ્ચે રહેવું જરૂરી છે.

 

'ખામ' (KHAM) થિયરી અને કોંગ્રેસમાં રી-એન્ટ્રીની અટકળો
ગુજરાતમાં ફરી એકવાર માધવસિંહ સોલંકીની 'ખામ' થિયરીને જાગૃત કરવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. આ અંગે જ્યારે બાપુને પૂછવામાં આવ્યું કે તેઓ શું ફરી કોંગ્રેસ તરફ પ્રયાણ કરી રહ્યા છે અને સવર્ણો સામે લડવા માટે આ થિયરી જરૂરી છે કે કેમ, ત્યારે બાપુએ જૂના દિવસો યાદ કરતા કહ્યું કે તેઓ ૨૦ વર્ષ કોંગ્રેસમાં રહી ચૂક્યા છે અને કોંગ્રેસ તેમના માટે નવી નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, "છોડવાનું અને ફરી જોડાવાનું કારણ શું?" ત્યારે બાપુએ હસતાં હસતાં કટાક્ષ કર્યો કે, "કારણો બદલાઈ ગયા છે... પણ એ અત્યારે નહીં કહું, કેટલીક વાતો કવરમાં જ સારી લાગે!"

હાર્દિક એન્ડ કંપની પર મોટો ધડાકો: "ટિકિટ ન મળે તો શું આપઘાત કરશે?"
વર્તમાન રાજકારણના બદલાતા પ્રવાહો પર બોલતા બાપુએ ભાજપમાં જોડાયેલા પક્ષપલટુ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના રાજકીય સમીકરણોમાં હાર્દિક પટેલ જેવા નેતાઓ માટે ટિકિટ બાબતે ભારે અનિશ્ચિતતા છે. બાપુએ તીખો કટાક્ષ કરતા સવાલ ઉઠાવ્યો કે, "આ હાર્દિક એન્ડ કંપની ડાઉટફુલ છે, આ BJP છે ટિકિટ ન પણ આપે! નહીં આપે તો શું આ નેતાઓ આપઘાત કરી લેશે કે શું કરવાના?" સત્તા વિનાના રાજકારણમાં શ્વાસ રૂંધાતા નેતાઓની માનસિકતા પર બાપુનો આ સવાલ રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

"જંતરમંતર પછી ભાજપનો ગ્રાફ ક્યારેય અપ નહીં થાય!"
મુલાકાતના અંતે જ્યારે બાપુને સવાલ કરાયો કે આગામી સમયમાં ભાજપ ફરી સત્તા પર આવશે કે કોંગ્રેસ તેમને રોકશે, ત્યારે બાપુએ દિલ્હીના જંતરમંતરના આંદોલનોનો ઉલ્લેખ કરતા એક મોટી ભવિષ્યવાણી કરી હતી. બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "તમે જંતરમંતર જોયું ને? એમાં સરકારનો ગ્રાફ ડાઉન થયો છે, અને આ ડાઉન થયેલો ગ્રાફ હવે ક્યારેય અપ નહીં થાય!" સત્તાના શિખરે બેઠેલી પાર્ટીના ભવિષ્ય પર બાપુની આ આગાહીએ રાજકીય વિશ્લેષકોને પણ વિચારતા કરી મૂક્યા છે.

શંકરસિંહ વાઘેલ કોંગ્રેસમાં જોડાવાની હવા વચ્ચે હાલમાં ગુજરાતના રાજકારણમાં એ ચર્ચામાં છે. સવર્ણો મામલે નિવેદન બાદ હાલમાં તેઓની સામે જોરદાર પ્રતિક્રિયાઓ આવી રહી છે. શંકરસિંહ વાઘેલાએ રાજકારણના અઠંગ ખેલાડી છે અને પીએમ નરેન્દ્ર મોદીના એક સમયના સાથી છે. ભલે આજે એમની પાસે મતબેંક નથી પહેલાં જેવી પણ રાજકારણના ધ્રૂવીકરણમાં શંકરસિંહને કોઈ પહોંચે એમ નથી એમ ભાજપ પણ સારી રીતે જાણે છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News