• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /શું હતી દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની અંતિમ ઇચ્છા? કહ્યું હતું કે 'મારા અંતિમ સંસ્કાર'......

શું હતી દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની અંતિમ ઇચ્છા? કહ્યું હતું કે 'મારા અંતિમ સંસ્કાર'......

Nana Patekar Death: નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે ગોવામાં નિધન થયું છે. શું તમે જાણો છો કે અભિનેતા હંમેશા ઈચ્છતા હતા કે એક ખાસ જગ્યા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે.

Written ByGokani Dhaval
Published: Oct 08, 2026, 12:49 PM IST|Updated: Oct 08, 2026, 12:53 PM IST
joinshare
શું હતી દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની અંતિમ ઇચ્છા? કહ્યું હતું કે 'મારા અંતિમ સંસ્કાર'......

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
કાર્ડિયાક અરેસ્ટના કારણે ગયો નાના પાટેકરનો જીવ! તેમાં અને હાર્ટએટેકમાં શું ફરક? તેના સંકેત પણ જાણો

કાર્ડિયાક અરેસ્ટના કારણે ગયો નાના પાટેકરનો જીવ! તેમાં અને હાર્ટએટેકમાં શું ફરક? તેના સંકેત પણ જાણો

2

"ડબલા કૂટવા માટે નહોતો આવ્યો", રાજકારણના અસલી મિશન પર બાપુનો બેબાક અંદાજ! પક્ષપલટુઓ માટે કહ્યું કે હવે જોજો...

3

શું હતી દિગ્ગજ અભિનેતા નાના પાટેકરની અંતિમ ઇચ્છા? કહ્યું હતું કે 'મારા અંતિમ સંસ્કાર'......

4

હાર્દિકને ફરી નહીં મળે ટિકિટ? કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ પર શંકરસિંહ વાઘેલાનો સણસણતો કટાક્ષ

5

35 KM ની માઇલેજ, કિંમત 3.69 લાખથી શરૂ, દેશની સૌથી સસ્તી કાર, સુરક્ષા પણ જોરદાર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

મરાઠી અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે ગુરૂવારે સવારે આ જુનિયાને અલવિદા કહ્યું. અભિનેતાનું નિધન ગોવામાં કાર્ટિયક અરેસ્ટને કારણે થયું છે. હવે તેમનું પાર્થિવ શરીર ગોવાથી પુણે લાવવામાંઆવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર થશે. નાના પાટેકરને અંતિમ વિદાય અંગત હશે. દિગ્ગજ અભિનેતાની પોતાની અંતિમ યાત્રા માટે એક સાધારણ ઈચ્છા હતા. તેઓ પોતાના મૂળ તરફ પરત ફરવા ઈચ્છતા હતા અને પોતાના ગામમાં પંચતત્વમાં વિલિન થવા ઈચ્છતા હતા. હવે તેમની આ ઈચ્છા પૂરી થશે.

નાના પાટેકરની હતી આ છેલ્લી ઈચ્છા
પદ્મ શ્રીથી સન્માનિત નાના પાટેકરની છેલ્લી ઈચ્છા હતી કે તેમને પુણેના ડોંજે ગામમાં અંતિમ વિદાય આપવામાં આવે. તેમના પુત્ર મલ્હાર પાટેકરે પુષ્ટિ કરી છે કે અભિનેતાનું પાર્થિવ શરીર પુણે લાવવામાં આવશે. દિવંગત અભિનેતાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ‘આ ગયે મેરી મૌત કા તમાશા દેખને’, નાના પાટેકરના એ 25 ડાયલોગ્સ...જે હંમેશા માટે બની ગયા યાદગાર

રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મામલાના મંત્રી આશીષ શેલારે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્ર સરકારે નાના પાટેકરના રાજકીય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી સરકારે મરાઠી થિએટરની સાથે-સાથે મરાઠી અને હિન્દી સિનેમામાં અભિનેતાના શાનદાર યોગદાનને માન્યતા આપતા લીધો છે.

મુખ્યમંત્રી ફડણવીસે નાના પાટેકરના પુત્ર મલ્હાર સાથે ફોન પર વાત કરી સાંત્વના આપી છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે નાના પાટેકરના કાર્યોને આગળ વધારવા માટે સરકાર હંમેશા તેમની સાથે રહેશે. મુખ્યમંત્રીએ પણ જાણકારી આપી કે નાના પાટેકરના અંતિમ સંસ્કાર રાજકીય સન્માનની સાથે કરવામાં આવશે.

નાના પાટેકરનું કરિયર
નાના પાટેકરે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1978મા ફ્લ્મ ગમનથી કરી હતી. તેઓ હિન્દી અને મરાઠી સિનેમાના સૌથી વર્સેટાઇલ અભિનેતાઓમાંથી એક હતા, જેમણે પોતાની જબરદસ્ત એક્ટિંગ અને ગંભીર તથા કોમેડી વચ્ચે સરળતાથી ઢળી જવાની પોતાની ક્ષમતા સિદ્ધ કરી હતી. 1989મા આવેલી ફિલ્મ પરિંદાએ તેમના કરિયરને નવો વળાંક આપ્યો હતો. ત્યારબાદ તેમણે અંગાર, તિરંગા, ક્રાંતિવીર, અગ્નિ સાક્ષી, ખામોશીઃ ધ મ્યુઝિકલ, શક્તિ, અપહરણ અને રાજનીતિ જેવી ફિલ્મોમાં પોતાની છાપ છોડી હતી.

આ પણ વાંચોઃ અભિનયના જાદુગર નાના પાટેકરની અંતિમ ભેટ: હવે આ ફિલ્મમાં જોવા મળશે અભિનેતા

નાના પાટેકરને મળ્યા અનેક પુરસ્કાર
ક્રાંતિવીરમાં તેમની એક્ટિંગ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તેમને પરિંદા અને અગ્નિ સાક્ષી માટે પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. તેઓ ગણતરીના અભિનેતાઓમાંથી હતા જેમને સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા અને સર્વશ્રેષ્ઠ વિલનની કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. પોતાના લાંબા કરિયર દરમિયાન નાના પાટેકરને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, ઘણા ફિલ્મફેર એવોર્ડ અને અન્ય મોટા સન્માન મળ્યા. 2013મા ભારત સરકારે તેમનું પદ્મ શ્રીથી સન્માન કર્યું હતું.

મરાઠી સિનેમા અને થિએટર સાથે જોડાયેલા રહ્યાં
મરાઠી સિનેમા અને થિએટર સાથે તેઓ જોડાયેલા રહ્યાં. નટસમ્રાટમાં ગણપતરાવ બેલવલકરનું તેમનું પાત્ર તેમની સૌથી પ્રશંસાપાત્ર ભૂમિકામાંથી એક હતું અને તેમના માટે તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર મરાઠી એવોર્ડ મળ્યો હતો.
 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news