• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /મેલું ઉપાડવાની પ્રથા પર બાપુનો ધડાકો, બેબાક અંદાજમાં કહ્યું કે "બંધ બેસતી પાઘડી જેને પહેરવી હોય તે પહેરે!"

મેલું ઉપાડવાની પ્રથા પર બાપુનો ધડાકો, બેબાક અંદાજમાં કહ્યું કે "બંધ બેસતી પાઘડી જેને પહેરવી હોય તે પહેરે!"

Former Gujarat CM Shankersinh Vaghela: ગુજરાતના રાજકારણમાં દાયકાઓથી સક્રિય રહેલા શંકરસિંહ વાઘેલાએ પોતાના જાહેર જીવનના અનુભવો અને સામાજિક કુપ્રથાઓ પર તીખા પ્રહારો કર્યા છે. દીક્ષિત સોનીના પોડકાસ્ટમાં બાપુએ અર્થશાસ્ત્રની સાચી ડિગ્રી હોવા છતાં રાજકારણ કેમ અપનાવ્યું અને સવર્ણો સામે તેમણે મેલું ઉપાડવાની પ્રથા મુદ્દે કેમ આકરા શબ્દો કહ્યા, તે અંગે ખુલીને વાત કરી હતી. જો તમારા મનમાં પણ આ અંગે પ્રશ્ન હોય તો તમને આ અહેવાલમાં જવાબ મળી રહેશે.

Written ByKinjal Patel
Published: Oct 08, 2026, 01:48 PM IST|Updated: Oct 08, 2026, 01:54 PM IST
joinshare
મેલું ઉપાડવાની પ્રથા પર બાપુનો ધડાકો, બેબાક અંદાજમાં કહ્યું કે "બંધ બેસતી પાઘડી જેને પહેરવી હોય તે પહેરે!"

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Gold Rate Today: શેર બજારમાં મોટા કડાકા વચ્ચે સોનું અને ચાંદી પણ પછડાયા, ભાવ ઘટ્યા બાદ ગોલ્ડ-સિલ્વરના લેટેસ્ટ રેટ જાણો

Gold Rate Today: શેર બજારમાં મોટા કડાકા વચ્ચે સોનું અને ચાંદી પણ પછડાયા, ભાવ ઘટ્યા બાદ ગોલ્ડ-સિલ્વરના લેટેસ્ટ રેટ જાણો

2

ભાજપને હરાવવું હોય તો નેતાઓએ અહમ ઘરે મૂકવો પડે, 2027ના રણમાં બાપુ ફ્રન્ટ રોડ પર જોવા મળશે!

3

મેલું ઉપાડવાની પ્રથા પર બાપુનો ધડાકો, બેબાક અંદાજમાં કહ્યું કે "બંધ બેસતી પાઘડી જેને પહેરવી હોય તે પહેરે!"

4

કોણ છે નાના પાટેકરના પત્ની નીલકાંતિ પાટેકર? બેન્ક અધિકારીથી લઈને થિયેટર અને ફિલ્મો સુધીની સફર

5

કાર્ડિયાક અરેસ્ટના કારણે ગયો નાના પાટેકરનો જીવ! તેમાં અને હાર્ટએટેકમાં શું ફરક? તેના સંકેત પણ જાણો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Former Gujarat CM Shankersinh Vaghela: એક સમયે ગુજરાતના સીએમ અને હજૂરિયા અને ખજૂરિયા માટે અતિ જાણીતા શંકરસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણના અઠંગ ખેલાડી છે. બાપુએ ભાજપ અને આરએસએસ સાથે પણ કામ કર્યું હોવાથી આજની ભાજપની રણનીતિને સારી રીતે સમજે છે. હવે તેઓ કોંગ્રેસમાં રીએન્ટ્રી કરી રહ્યાં છે ત્યારે Z 24 kalakના એડિટર દીક્ષિત સોનીના પોડકાસ્ટ બ્લેક કોફીમાં તેઓએ બેબાક પણ મેલું ઉપાડવા મામલે બોલ્યા છે.

"હિન્દુ સમાજ પર અનટચેબલિટીનું કલંક છે!", મેલું ઉપાડવાની પ્રથા પર બાપુનો ધડાકો
ગાંધીનગરની ભાગોરે આવેલા પોતાના જૂના સંસ્મરણો યાદ કરતા બાપુએ સામાજિક અસમાનતા અને અસ્પૃશ્યતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે તેમણે વાલ્મીકિ અને દલિત સમાજના ઘરોની નજીક જઈને જોયું છે કે ગટર વ્યવસ્થા નહોતી ત્યારે લોકો કેવી નરક જેવી સ્થિતિમાં જીવતા હતા.

"જ્યારે શૌચાલય કે ગટર નહોતી, ત્યારે વાલ્મીકિ સમાજના ભાઈઓ-બહેનો ગંદકી ગ્લોવ્ઝ વગર પોતાના માથે ઉપાડતા હતા. એ સ્તનપાન કરાવતી માતાઓની પીડા અને નરક જેવું જીવન હિન્દુ સમાજ પર મોટું કલંક છે. કોઈને મંદિરમાં ન પેસવા દયો કે પાણી ન પીવા દયો, એ માણસ છે કે ઢોર?!" જ્યારે સવર્ણ સમાજના વિરોધ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે બાપુએ બેબાક અંદાજમાં કહ્યું કે "બંધ બેસતી પાઘડી જેને પહેરવી હોય તે પહેરે!" અનામત અને ગટરમાં ઉતરવાની મજબૂરી પર બોલતાં તેમણે ઉમેર્યું કે સરકારી દાવાઓ છતાં આજે પણ ગટરમાં માણસો મરી રહ્યા છે, અને આ વાસ્તવિકતા સામે આંખ આડા કાન ન થઈ શકે.

 

અર્થશાસ્ત્રની ડિગ્રી અને રાજકારણમાં આવવાનું અસલી મિશન
બાપુએ સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ સામાન્ય મહત્વાકાંક્ષા કે માત્ર "ડબલા કૂટવા" માટે રાજકારણમાં નહોતા આવ્યા. તેમની પાસે અર્થશાસ્ત્રની સાચી ડિગ્રી (MA) હતી અને જો તેઓ ઈચ્છત તો શિક્ષણ ક્ષેત્રે અથવા એનસીસી-આર્મી સાથે જોડાઈને લેફ્ટનન્ટ કર્નલ કે જનરલ સુધીની કારકિર્દી બનાવી શક્યા હોત. પરંતુ, સામાન્ય માણસની આશા-અપેક્ષાઓ પૂરી કરવા અને અન્યાય સામે લડવા માટે તેમણે સ્ટેટ પોલિટિક્સનું માધ્યમ પસંદ કર્યું.

તેમણે ઉમેર્યું કે જાહેર જીવનમાં પ્રવેશતી વખતે જ તેમની પહેલી પ્રી-કન્ડિશન એ હતી કે સાંસદ કે ધારાસભ્ય બનવું નહીં! કારણ કે એમએલએ કે એમપી બનવાથી નેતાનું કાર્યક્ષેત્ર માત્ર પોતાના મતવિસ્તાર પૂરતું મર્યાદિત થઈ જાય છે, જ્યારે આખા ગુજરાતની મોટી જવાબદારી નિભાવવા માટે જનતા વચ્ચે જઈને વ્યાપક સંગઠન ઊભું કરવું પડે છે.

પક્ષપલટો અને તોફાની રાજકારણની ટીકા
વર્તમાન રાજકીય સંસ્કૃતિ પર કટાક્ષ કરતા બાપુએ એવા નેતાઓ અને પક્ષોની ઝાટકણી કાઢી જેઓ વિરોધના નામે પથ્થરબાજી કે તોફાનો કરાવે છે. તેમણે કહ્યું કે પોલીસ પબ્લિકને મારે અને તેનાથી 'એન્ટી-ગવર્મેન્ટ' માહોલ બને તેવી સસ્તી રાજકીય માનસિકતાના તેઓ ક્યારેય સમર્થક નથી રહ્યા. જાહેર જીવનમાં સાથીદારો અને ભરોસાપાત્ર લોકો દ્વારા થતા કાવતરાઓ વિશે વાત કરતા તેમણે સ્વીકાર્યું કે માનવસ્વભાવમાં છેતરામણીના ચાન્સીસ હંમેશા રહે છે, છતાં તેમણે હંમેશા પ્રજાને જ પોતાનું અસલી હાઇકમાન્ડ ગણીને રાજકારણ કર્યું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News