બોલીવુડ ઈન્ડસ્ટ્રીના વરિષ્ઠ અભિનેતા નાના પાટેકરનું ગુરૂવારે નિધન થઈ ગયું છે. જાણકારી અનુસાર ગોવામાં પોતાના નિવાસ્થાને કાર્ડિયક અરેસ્ટ આવતા નાના પાટેકરનું નિધન થયું છે. ડોક્ટરોએ જણાવ્યું કે નાના પાટેકરને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં 45 મિનિટ સુધી સીપીઆર આપી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી નહીં. સતત 45 મિનિટ સુધી સીપીઆર આપવા છતાં તેમને બચાવી શકાયા નહીં.
નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી 1951મા થયો હતો. તેમનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું અને તેઓ એક મરાઠી પરિવારમાંથી આવતા હતા. તેમણે નીલાકાંતિ પાટેકર સાથે લગ્ન કર્યા હતા, જે એક પૂર્વ બેંક અધિકારી, અભિનેત્રી અને થિએટર પ્રોફેશનલ છે. બંનેએ 1978મા લગ્ન કર્યા અને બાદમાં અલગ થયા, પરંતુ સત્તાવાર રીતે છૂટાછેડા થયા નથી. તેમને એક પુત્ર મલ્હાર પાટેકર છે, જે એક ફિલ્મમેકર છે અને નાના સાહેબ પ્રોડક્શન હાઉસ ચલાવે છે. જ્યારે બીજા પુત્ર દુર્વાસા પાટેકરનું બે વર્ષની ઉંમરમાં બીમારીને કારણે નિધન થઈ ગયું હતું.
નાના પાટેકરના પત્ની વિશે
નાના પાટેકરનું 2013મા પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્રણ વખત તેમને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો, પરંતુ નાના પાટેકરના પત્ની વિશે લોકો ખુબ ઓછું જાણે છે. નાના પાટેકરના પત્ની નીલાકાંતિ પાટેકર એક અનુભવી મરાઠી અભિનેત્રી છે. નીલાકાંતિ પણ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રહી ચૂક્યા છે, તેઓ વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવામાં જોવા મળ્યા હતા.
મરાઠી ફિલ્મોના અભિનેત્રી નીલાકાંતિ પાટેકરનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેમનું બાળપણ દેશના અલગ-અલગ શહેરોમાં પસાર થયું. નીલાકાંતિના પિતા સેન્ટ્રલ એક્સાઇઝમડાં હતા અને તેમની દર ત્રણ વર્ષે બદલી થતી હતી. ફિઝિક્સમાં સ્નાતક કરનારા નીલાકાંતિએ પિતાના કહેવા પર આઈઆઈટીની એન્ટ્રસ એક્ઝામ આપી અને તેમાં સફળ થયા. પરંતુ તેમનું મન અભિનય અને થિએટરમાં લાગેલું હતું. તેઓ મરાઠી રંગમંચમાં સક્રિય રહ્યાં અને ઘણા પુરસ્કાર જીત્યા. વર્ષ 1973મા મહારાષ્ટ્ર રાજ્ય નાટક સ્પર્ધામાં નીલાકાંતિએ બેસ્ટ અભિનેત્રીનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીલાકાંતિએ બેંકમાં નોકરી પણ કરી હતી. એક મરાઠી નાટક દરમિયાન તેઓ નાના પાટેકરને મળ્યા હતા. બંનેએ 1978મા લગ્ન કર્યાં હતા.
આ એવોર્ડ પણ જીત્યા
નીલાકાંતિને 1989મા સચિન પિલગાંવકરની ફિલ્મ આત્મવિશ્વાસ માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં નીલાકાંતિ સચિનની ઓપોઝિટ લીડ એક્ટ્રસ હતી. ફિલ્મનું દિગ્દર્શન સચિને કર્યું હતું.