અમદાવાદના જાણીતા બિલ્ડરની દાદાગીરી! રિ-ડેવલપમેન્ટ કરાર રદ થતા પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત સોસાયટીની મહિલાઓને ધમકી
Ahmedabad News: અમદાવાદના સુભાષ બ્રિજના મહેશ્વરી એપા. નો MOU રદ થતાં બિલ્ડર તેજસ પટેલ ધમકાવતા હોવાની FIR નોંધાઈ છે. રિ-ડેવલપમેન્ટ ઈન્ટ કરતા બિલ્ડરની પૂર્વ મહિલા કોર્પોરેટરને ધમકી. સોસાયટીમાં આવી મહિલાઓને ધમકાવ્યાની ફરિયાદ.
Ahmedabad News: અમદાવાદના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને એક વિવાદ ઉભો થયો છે. રિ-ડેવલપમેન્ટનો કરાર રદ થતાં અકળાયેલા બિલ્ડરે સોસાયટીની મહિલાઓ અને પૂર્વ મહિલા કોર્પોરેટરને ધમકી આપ્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર તેજસ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ
શું બની છે સમગ્ર ઘટના?
આ ઘટના વિશે વાત કરીએ તો સુભાષ બ્રિજ પાસે આવેલ મહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતા 63 વર્ષીય પૂર્વ મહિલા કોર્પોરેટર રંજનબહેન દિલીપભાઈ ચૌહાણે શિવાલય ઈન્કા બિલ્ડ પ્રા.લિ.ના બિલ્ડર તેજસ શંકરભાઈ પટેલ વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની સોસાયટી રિ-ડેવલપમેન્ટમાં આપવા માટે વર્ષ 2023માં 60 દિવસના કરાર (MOU) કરવામાં આવ્યા હતા. પરંતુ બિલ્ડર દ્વારા નક્કી કરેલી સમયમાં રિ-ડેવલપમેન્ટનું કામ શરૂ કે પૂરું ન થઈ શકતાં આ MOU કેન્સલ કરવામાં આવ્યા હતા. સોસાયટીના રહીશોએ ત્યારબાદ અન્ય બિલ્ડરને કામ સોંપવા માટે સભ્યોની સંમતિ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
"હું બીજા કોઈને આ રિ-ડેવલપમેન્ટનું કામ કરવા દઈશ નહીં"
પૂર્વ મહિલા કોર્પોરેટરની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મહેશ્વરી એપાર્ટમેન્ટના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં બીજા બિલ્ડર સુરેશ જયસ્વાલે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ તેજસ પટેલના દબાણના કારણે આ કામમાંથી સુરેશ જયસ્વાલ ખસી ગયા હતા. ત્યારબાદ બિલ્ડર તેજસ પટેલે સોસાયટીમાં આવીને "હું બીજા કોઈને આ રિ-ડેવલપમેન્ટનું કામ કરવા દઈશ નહીં" તેમ કહી રહીશોને ખુલ્લેઆમ ધમકી આપવાનું શરૂ કર્યું હતું.
‘જમીન ભૂલી જાવ, ધાબા પર દોડો’! શું આવી રીતે ગુજરાત જીતશે ઓલિમ્પિક મેડલ? ‘સ્પોર્ટ્સનું ગળું ઘોંટતો’ તઘલખી નિર્ણય
સોસાયટીના વોટ્સ-એપ ગ્રુપમાં અભદ્ર કોમેન્ટસ કર્યાની ફરિયાદ
રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત માર્ચ મહિનામાં એક વખત બિલ્ડર તેજસ પટેલ પોતાની ગાડી લઈને આવતા હતા અને પૂર્વ મહિલા કોર્પોરેટર સહિત સોસાયટીની અન્ય મહિલાઓનો પીછો કરી ગાળો બોલી માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરાયો હતો. એટલું જ નહીં, છેલ્લા છ મહિનાથી સોસાયટીના વોટ્સ-એપ ગ્રુપમાં પણ બિલ્ડર દ્વારા સતત અભદ્ર અને અશોભનીય કોમેન્ટ્સ કરવામાં આવતી હતી.
હાલમાં આ મામલે પૂર્વ મહિલા કોર્પોરેટરની ફરિયાદના આધારે રાણીપ પોલીસે બિલ્ડર તેજસ શંકરભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.