અમદાવાદની હોસ્પિટલમાં રૂપવાન દર્દી જોઈને ડોક્ટરની દાનત બગડી; દરવાજો બંધ કરીને કરી નીચ હરકત
Ahmedabad News: અમદાવાદના પોશ વિસ્તારોમાં હવે મહિલાઓ માટે કેટલા સુરક્ષિત છે આ સવાલ વારંવાર ઊભો થઈ રહ્યો છે કારણે કે વસ્ત્રાપુર માં થી સતત ત્રીજી વાર છેડતી ની ઘટના સામે આવી છે આ વખતે વસ્ત્રાપુરની એક પ્રતિષ્ઠિત કોલેજમાં ભણતી હૈદરાબાદની યુવતી બીમાર પડતા મેમનગરની હોસ્પિટલમાં દાખલ થઈ હતી. નિયમ મુજબ કોઈપણ મહિલા દર્દીની તપાસ વખતે મહિલા નર્સ હાજર હોવી જોઈએ. પરંતુ ડોક્ટર વ્રજ પટેલે રૂમનો દરવાજો બંધ કરીને યુવતીની મરજી વિરુદ્ધ તેની શારીરિક તપાસ કરી અને શારીરિક અડપલા કર્યા. યુવતીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ હિંમત દાખવીને યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડોક્ટર આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉદય રંજન/અમદાવાદ: મૂળ હૈદરાબાદની 25 વર્ષીય યુવતી અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત કોલેજમાં એમબીએનો અભ્યાસ કરે છે.. થોડા દિવસો પહેલા આ વિદ્યાર્થિનીને પેટમાં સખત દુખાવો અને તાવ આવતો હોવાથી તે મેમનગરમાં આવેલી અમદાવાદ ગેસ્ટ્રો એન્ડ લિવર હોસ્પિટલ માં ચેકઅપ માટે ગઈ હતી ત્યારે જ પ્રાથમિક તપાસમાં બ્લડ રિપોર્ટ અને સોનોગ્રાફી કરાવ્યા બાદ ડોક્ટરે તેને અલ્સર હોવાનું કહીને દવાઓ આપી હતી. પરંતુ દવાનો કોર્સ પૂરો કર્યા પછી પણ તબિયતમાં કોઈ સુધારો ન આવતા યુવતીએ હૈદરાબાદથી પોતાના પિતાને અમદાવાદ બોલાવી લીધા હતા.
યુવતીની સંમતિ વિના જ અયોગ્ય રીતે શારીરિક તપાસ
પિતા સાથે યુવતી ફરી હોસ્પિટલ ગઈ હતી જ્યાં ડો. વ્રજ પટેલે મુખ્ય ડોક્ટર સાથે ફોન પર વાત કરીને યુવતીને હોસ્પિટલમાં દાખલ કરી દીધી હતી યુવતી હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારબાદ ડો. વ્રજ પટેલની દાનત બગડી હતી અને ફરિયાદ માં આક્ષેપ મુજબ ડો. વ્રજ પટેલે વોર્ડમાં કોઈપણ સ્ત્રી ડોક્ટર કે મહિલા નર્સ હાજર ન હોવા છતાં, યુવતીની સંમતિ વિના જ અયોગ્ય રીતે શારીરિક તપાસ શરૂ કરી દીધી ને સાથે સાથે ગુપ્ત ભાગે હાથથી અડપલા કર્યા એટલા થી ન અટકતા આરોપી એ યુવતીના છાતી ના ભાગે પણ અડપલા કર્યા હતા.
ડો. વ્રજ પટેલે યુવતીના રૂમનો દરવાજો બંધ કરીને ફરી શારીરિક અડપલા કર્યા
હેવાનિયત અહીં ન અટકી ડૉકટર આરોપીની તો બીજા દિવસે પણ ડો. વ્રજ પટેલે યુવતીના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ફરીથી શારીરિક અડપલા કર્યા હતા ત્યારે યુવતીથી આ સહન ન થતા અંતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. ડોક્ટરના આ વર્તનથી ગભરાયેલી યુવતીએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ તરત જ સમગ્ર બનાવની જાણ પોતાના પિતા અને પરિવારજનોને કરી. પરિવારે દીકરીની પડખે ઊભા રહીને કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યું. વિદ્યાર્થિનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચીને ડો. વ્રજ પટેલ સામે શારીરિક અડપલા ની ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીનગર ચૂંટણીમાં 'મેયર વોર્ડ' પર સૌની નજર! 6માંથી 4 મેયર આપનાર વોર્ડ નં. 5 શું 2026માં ફરી ઈતિહાસ પુનરાવર્તિત કરશે?
આ ઘટના માત્ર એક ડોક્ટરની વિકૃતિ પૂરતી સીમિત નથી!
વસ્ત્રાપુર પોલીસે મહિલા સંબંધિત આ ગંભીર ગુનાની નોંધ લઈને તાત્કાલિક એક્શન લીધા અને આરોપી ડો. વ્રજ પટેલની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરતા ગુના ની કબૂલાત કરી હતી. આ ઘટના માત્ર એક ડોક્ટરની વિકૃતિ પૂરતી સીમિત નથી, પરંતુ શહેરના સૌથી પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.
તાજેતરમાં જ આ વિસ્તારની એક પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં એક ડિલિવરી બોયે બિભત્સ ચેનચાળા કર્યાની ઘટના બની હતી. ત્યારબાદ પરોઢિયે નાઇટ શિફ્ટમાંથી આવતી એક યુવતીનો દૂધવાળાએ પીછો કરીને છેડતીનો પ્રયાસ કર્યો હતો. અને હવે, રક્ષક ગણાતા ડોક્ટરે જ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલી વિદ્યાર્થિની છેડતી કરી શારીરિક અડપલા કર્યા છે.
"હવે મામલો કાયદાના હાથમાં છે...": મૂળ ગુજરાતી પટેલે 27 વર્ષની રૂપસુંદરી સાથે કરી સગાઈ