• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /ગાંધીનગર ચૂંટણીમાં 'મેયર વોર્ડ' પર સૌની નજર! 6માંથી 4 મેયર આપનાર વોર્ડ નં. 5 શું 2026માં ફરી ઈતિહાસ પુનરાવર્તિત કરશે?

ગાંધીનગર ચૂંટણીમાં 'મેયર વોર્ડ' પર સૌની નજર! 6માંથી 4 મેયર આપનાર વોર્ડ નં. 5 શું 2026માં ફરી ઈતિહાસ પુનરાવર્તિત કરશે?

Gandhinagar Municipal Corporation Election 2026: ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં સૌની નજર વોર્ડ નંબર 5 પર મંડાઈ છે. ગાંધીનગરમાં આ વોર્ડને મેયરના વોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીનગરનો એક માત્ર વોર્ડ એવો છે કે જ્યાં પંચદેવ મંદિરથી લઈને અક્ષરધામ મંદિર પણ આવેલું છે. સૌથી વધુ ધાર્મિક સ્થળો આજ વોર્ડમાં આવ્યા છે. મહાનગરપાલિકામાં એક વોર્ડ એવો છે, જેને રાજકીય વર્તુળોમાં ‘મેયર વોર્ડ’ તરીકે ઓળખવામાં આવે છે.

Written ByKinjal Patel
Published: Oct 06, 2026, 02:28 PM IST|Updated: Oct 06, 2026, 02:38 PM IST
joinshare
ગાંધીનગર ચૂંટણીમાં 'મેયર વોર્ડ' પર સૌની નજર! 6માંથી 4 મેયર આપનાર વોર્ડ નં. 5 શું 2026માં ફરી ઈતિહાસ પુનરાવર્તિત કરશે?

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદની હોસ્પિટલમાં રૂપવાન દર્દી જોઈને ડોક્ટરની દાનત બગડી; દરવાજો બંધ કરીને કરી નીચ હરકત

અમદાવાદની હોસ્પિટલમાં રૂપવાન દર્દી જોઈને ડોક્ટરની દાનત બગડી; દરવાજો બંધ કરીને કરી નીચ હરકત

2

77 વર્ષે પણ અદભૂત ફિટનેસ અને સુંદરતા ધરાવે છે હેમા માલિની, કારણ છે આ 3 આદતો!

3

8મા પગાર પંચ પહેલાં DAમાં ફરી વધારો? કેન્દ્ર કર્મચારીઓ માટે મોટી ખુશખબર!

4

દિલ્હીમાં ફરી જામી 'દાદા'ની જમાવટ: IPL 2027 પહેલા સૌરવ ગાંગુલી બન્યા દિલ્હી કેપિટલ્સના હેડ કોચ

5

લિવ-ઈન રિલેશનનો કરૂણ અંજામ! હવે ગમે તે થાય મનીષાનો ખેલ પાડી દેવો, શંકાના વહેમમાં પ્રેમનો અંત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

હિતલ પારેખ/ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાના અત્યાર સુધીના 6 મેયરમાંથી પ્રથમ ચાર મેયર આ જ વોર્ડમાંથી ચૂંટાયા હતા. એટલે સવાલ એ છે કે શું વોર્ડ નંબર 5 ફરી એક વખત ગાંધીનગરને મેયર આપશે? ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં વોર્ડ નંબર 5નો જબરો દબદબો જોવા મળ્યો છે. 

એવું કહેવાય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં 6 મેયરમાંથી 4 મેયર વોર્ડ નં. 5ના છે. ગાંધીનગર મહાનગરપાલિકાની રાજકીય સફરમાં વોર્ડ નંબર 5નું સ્થાન ખાસ રહ્યું છે. મેયરપદના ઈતિહાસ પર નજર કરીએ તો પ્રથમ ચાર મેયર વોર્ડ નંબર 5માંથી ચૂંટાયેલા હતા. એટલે જ વોર્ડ નંબર 5ને ગાંધીનગરનો ‘મેયર વોર્ડ’ કહેવામાં આવે છે.

ગાંધીનગર મનપાના મેયર પદનો ઈતિહાસ
ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં વર્ષ 2011માં મહેન્દ્રસિંહ રાણા, વર્ષ 2015માં હંસાબેન મોદી, વર્ષ 2016માં પ્રવીણ પટેલ, વર્ષ 2019માં રીતાબેન પટેલ, વર્ષ 2021માં હિતેશ મકવાણા, વર્ષ 2024માં મીરાબેન પટેલ મેયર પદે રહ્યા છે.

પ્રથમ 4 મેયર → વોર્ડ નં. 5માંથી બન્યા, જાણો કયારે કોણ હતું મેયર

2011મહેન્દ્રસિંહ રાણા
2015હંસાબેન મોદી
2016પ્રવીણ પટેલ
2019રીટાબેન પટેલ
2021હિતેશ મકવાણા
2024મીરાબેન પટેલ

ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રથમ 4 મેયર વોર્ડ નં. 5
2011માં ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાઈ. મહેન્દ્રસિંહ રાણા ગાંધીનગર મનપાના પ્રથમ મેયર બન્યા. ત્યારબાદ હંસાબેન મોદી મેયર બન્યા. 2016માં પ્રવીણ પટેલે મેયરપદ સંભાળ્યું અને ત્યારબાદ રીટાબેન પટેલ મેયર બન્યા. આ ચારેય મેયરોના કારણે વોર્ડ નંબર 5ની ઓળખ માત્ર એક ચૂંટણી વોર્ડ તરીકે નહીં, પરંતુ ‘મેયર વોર્ડ’ તરીકે બની. અર્થાત ગાંધીનગર મનપાના અત્યાર સુધીના છ મેયરમાંથી ચાર મેયર એક જ વોર્ડમાંથી આવ્યા. એટલે કે કુલ મેયરમાં લગભગ 67 ટકા હિસ્સો ધરાવે છે.

પ્રથમ મેયર, અને ચુંટણી સહ સંયોજક, મહેન્દ્રસિંહ વાઘેલા
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ મેયર, અને ચુંટણી સહ સંયોજક મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગાંધીનગરની રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. વોર્ડનું સીમાંકન બદલાયું અને મેયરપદનું રાજકીય ગણિત પણ બદલાયું. 2021ની ચૂંટણીમાં ભાજપે 44માંથી 41 બેઠકો જીતીને ગાંધીનગર મનપામાં જબરદસ્ત બહુમતી મેળવી. ભાજપની બહુમતી બાદ વોર્ડ નંબર 8 માંથી હિતેશ મકવાણા મેયર બન્યા અને બીજી તમામ વોર્ડ નંબર 10 માંથી મીરાબેન પટેલ મેયર બન્યા. હવે 2026ની ચૂંટણીમાં ફરી એક વખત વોર્ડ નંબર 5 ચર્ચાના કેન્દ્રમાં છે.

2026માં ફરી ‘મેયર વોર્ડ’નો વારો?
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે સૌથી વધુ લોકોના મનમાં એક જ સવાલનો જવાબ દોડી રહ્યો છે. વોર્ડ નં. 5માં કોણ જીતશે? કોણ બનશે મેયરપદની રેસમાં દાવેદાર? શું ફરી મેયર આપશે વોર્ડ નં. 5?.. આ ચૂંટણીમાં વોર્ડ નંબર 5ની ચાર બેઠકોનું પરિણામ માત્ર ચાર કોર્પોરેટરોની જીત-હાર નક્કી નહીં કરે, પરંતુ ગાંધીનગરની નવી મહાનગરપાલિકામાં સત્તાના કેન્દ્ર અંગે પણ સંકેત આપશે. કારણ કે આ એ જ વોર્ડ છે. જેણે ગાંધીનગરને અત્યાર સુધીમાં ચાર મેયર આપ્યા છે.

 

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gandhinagar Municipal Corporation